Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કૌશિકને કેમ ભણવું નહોતું? અને કુંતલ એ એને કોની કહાની કહી સંભળાવી?

    June 17, 2026

    ગામડાઓમાં બહુમાળી ઇમારતો, ઔદ્યોગિક સંસ્થાઓ, ખાનગી હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ

    June 17, 2026

    અસ્થિરતા વચ્ચે તેજી, પરંતુ ઉછાળે વેચવાલીનું દબાણ યથાવત…!!!

    June 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કૌશિકને કેમ ભણવું નહોતું? અને કુંતલ એ એને કોની કહાની કહી સંભળાવી?
    • ગામડાઓમાં બહુમાળી ઇમારતો, ઔદ્યોગિક સંસ્થાઓ, ખાનગી હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ
    • અસ્થિરતા વચ્ચે તેજી, પરંતુ ઉછાળે વેચવાલીનું દબાણ યથાવત…!!!
    • 18 જૂનનું પંચાંગ
    • 18 જૂનનું રાશિફળ
    • પરિવાર અને પાર્ટીને રાજકીય રીતે હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે: Lalu Prasad
    • સોદો હજુ અંતિમ નથી, જો Iranને કરાર પસંદ નથી, તો અમે તેમના પર બોમ્બમારો કરીશું: Joker Donal Trump
    • Shubman Gill સૌથી ઝડપી વનડે સદી ફટકારનાર પાંચમો ભારતીય કેપ્ટન બન્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Suratમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિને બિલ્ડિંગ પરથી ફેંક્યો, બાદમાં બ્લેડથી ગળું કાપ્યું
    સુરત

    Suratમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિને બિલ્ડિંગ પરથી ફેંક્યો, બાદમાં બ્લેડથી ગળું કાપ્યું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 16, 2026Updated:June 17, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat, તા.૧૬

    Suratના વેડ રોડ વિસ્તારમાં આવેલી રહેમતનગર સોસાયટીમાં થોડા દિવસો પહેલાં અકસ્માત તરીકે સામે આવેલી એક વ્યક્તિના મોતની ઘટનામાં ચોકબજાર પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. શરૂઆતમાં બિલ્ડિંગ પરથી પડી જવાથી થયેલા અકસ્માત મૃત્યુ તરીકે નોંધાયેલી આ ઘટનામાં પોલીસે તપાસ દરમિયાન હત્યાનો ભેદ ઉકેલી મૃતકની પત્ની અને તેના પ્રેમી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ પણ કરી છે.

    મળતી માહિતી મુજબ, Suratમાં વેડ રોડના પંડોળ વિસ્તારમાં આવેલી રહેમતનગર સોસાયટીમાં રહેતા જન્મજયકુમાર તીર્થ રાય (ઉ.વ. ૪૨)નું ગત ૮ જૂનના રોજ વહેલી સવારે શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. મૃતક મૂળ ઝારખંડ રાજ્યનો રહેવાસી હતો અને સુરતમાં પરિવાર સાથે રહેતો હતો. ઘટનાના દિવસે મૃતકની પત્ની ચાંદનીકુમારી જન્મજયકુમાર રાય (ઉ.વ. ૩૨) એ પોલીસને જાણ કરી હતી કે તેના પતિ બિલ્ડિંગ પરથી પડી જતા ઇજાગ્રસ્ત થયા હતા અને તેમનું મોત થયું હતું. આ આધારે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.

    તપાસ દરમિયાન મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતકના ગળાના ભાગે ગંભીર ઈજાઓ અને તેનાથી થયેલા રક્તસ્ત્રાવ ઉપરાંત મગજમાં આંતરિક રક્તસ્ત્રાવના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું હતું. આ હકીકત બાદ પોલીસને સમગ્ર ઘટનામાં શંકા જતાં વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. ચોકબજાર પોલીસ દ્વારા ઘટનાસ્થળ તેમજ આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. ફૂટેજમાં એક અજાણ્યા વ્યક્તિની હિલચાલ શંકાસ્પદ જણાતા તપાસનો દોર મૃતકની પત્ની તરફ વળ્યો હતો. ત્યારબાદ પોલીસે ચાંદનીકુમારીની સઘન પૂછપરછ કરતાં સમગ્ર હત્યાકાંડનો પર્દાફાશ થયો હતો.

    પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, ચાંદનીકુમારીનો શુલભસિંહ બંમબહાદુરસિંહ (ઉ.વ. ૨૮) નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. શુલભસિંહ મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને સુરતમાં મજૂરી કામ કરતો હતો. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે મૃતક જન્મજયકુમાર અને તેની પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. પત્નીએ આરોપ મૂક્યો હતો કે તેનો પતિ તેને મારઝૂડ કરતો હતો. આ કારણોસર તેણીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો હતો.

    પોલીસના જણાવ્યા અનુસાર, ૭ જૂનની મધરાત બાદ જ્યારે જન્મજયકુમાર ઘરમાં ગાઢ નિંદ્રામાં સૂતા હતા ત્યારે ચાંદનીકુમારીએ પોતાના પ્રેમી શુલભસિંહને ફોન કરીને ઘરે બોલાવ્યો હતો. પ્રેમી ઘેર પહોંચ્યા બાદ બંનેએ મળીને ઘોર નિંદ્રામાં સૂતેલા જન્મજયકુમારને બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દીધા હતા. જોકે નીચે પડ્યા બાદ પણ જન્મજયકુમાર જીવિત હોવાનું જણાયું હતું.આ દરમિયાન કાવતરાખોર પ્રેમી શુલભસિંહ નીચે ઉતરી ગયો હતો અને પોતાની સાથે લાવેલી ધાગા કટિંગ માટે વપરાતી બ્લેડ વડે જન્મજયકુમારના ગળાના ભાગે ઘા મારી દીધા હતા.

    ગંભીર ઈજાઓ અને વધુ રક્તસ્ત્રાવના કારણે જન્મજયકુમારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ત્યાર બાદ સમગ્ર ઘટનાને અકસ્માતનો રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ટેકનિકલ પુરાવા અને સીસીટીવી ફૂટેજના આધારે ચોકબજાર પોલીસે સમગ્ર કાવતરાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. આ મામલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.આર. તિવારીએ ફરિયાદી બની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે. પોલીસે આરોપી શુલભસિંહ બંમબહાદુરસિંહને ફૂલવાડી વિસ્તારમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    surat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સુરત

    Surat મનપાની બેધારી નીતિ: દબાણ કર્યું તો સામાન્ય જનતા માટે બુલડોઝર અને નેતાજીનો સામાન પરત?

    June 17, 2026
    સુરત

    Suratના નાસિરનગર ભૂતિયા ડિમોલિશન મામલે નવો વળાંક, મ્યુ.કમિશનરને દિલ્હીનું તેડુ

    June 13, 2026
    સુરત

    Suratમાં નરાધમે અસ્થિર મગજની સગીરા પર આચર્યુ દુષ્કર્મ, પોલીસે ધરપકડ કરી

    June 13, 2026
    સુરત

    Suratમાં ૫ દિવસથી ગુમ થયેલા યુવકનો કારમાંથી મૃતદેહ મળ્યો, દુર્ગંધ આવતા ભેદ ખુલ્યો

    June 12, 2026
    સુરત

    Surat: કાજલ હિંદુસ્તાનીએ ધારાસભ્ય વિનુ મોરડિયાને ઘૂસણખોરોના સમર્થક ગણાવી કઠેડામાં મૂકી દીધા

    June 11, 2026
    સુરત

    Suratના નાસિરનગરમાં ભૂતિયા ડિમોલિશન કરવામાં આવ્યું નથી: મનપાના અધિકારીઓ

    June 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    કૌશિકને કેમ ભણવું નહોતું? અને કુંતલ એ એને કોની કહાની કહી સંભળાવી?

    June 17, 2026

    ગામડાઓમાં બહુમાળી ઇમારતો, ઔદ્યોગિક સંસ્થાઓ, ખાનગી હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ

    June 17, 2026

    અસ્થિરતા વચ્ચે તેજી, પરંતુ ઉછાળે વેચવાલીનું દબાણ યથાવત…!!!

    June 17, 2026

    18 જૂનનું પંચાંગ

    June 17, 2026

    18 જૂનનું રાશિફળ

    June 17, 2026

    પરિવાર અને પાર્ટીને રાજકીય રીતે હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે: Lalu Prasad

    June 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કૌશિકને કેમ ભણવું નહોતું? અને કુંતલ એ એને કોની કહાની કહી સંભળાવી?

    June 17, 2026

    ગામડાઓમાં બહુમાળી ઇમારતો, ઔદ્યોગિક સંસ્થાઓ, ખાનગી હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ

    June 17, 2026

    અસ્થિરતા વચ્ચે તેજી, પરંતુ ઉછાળે વેચવાલીનું દબાણ યથાવત…!!!

    June 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.