Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કૌશિક ને કેમ ભણવું નહોતું? અને કુંતલ એ એને કોની કહાની કહી સંભળાવી?

    June 17, 2026

    ગામડાઓમાં બહુમાળી ઇમારતો, ઔદ્યોગિક સંસ્થાઓ, ખાનગી હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ,

    June 17, 2026

    અસ્થિરતા વચ્ચે તેજી પરંતુ ઉછાળે વેચવાલીનું દબાણ યથાવત…!!!

    June 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કૌશિક ને કેમ ભણવું નહોતું? અને કુંતલ એ એને કોની કહાની કહી સંભળાવી?
    • ગામડાઓમાં બહુમાળી ઇમારતો, ઔદ્યોગિક સંસ્થાઓ, ખાનગી હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ,
    • અસ્થિરતા વચ્ચે તેજી પરંતુ ઉછાળે વેચવાલીનું દબાણ યથાવત…!!!
    • 18 જૂનનું પંચાંગ
    • 18 જૂનનું રાશિફળ
    • પરિવાર અને પાર્ટીને રાજકીય રીતે હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે,Lalu Prasad
    • સોદો હજુ અંતિમ નથી,જો તેમને કરાર પસંદ નથી, તો અમે તેમના પર બોમ્બમારો કરીશું,Donal Trump
    • Shubman Gill સૌથી ઝડપી વનડે સદી ફટકારનાર પાંચમો ભારતીય કેપ્ટન બન્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»અસ્થિરતા વચ્ચે તેજી પરંતુ ઉછાળે વેચવાલીનું દબાણ યથાવત…!!!
    વ્યાપાર

    અસ્થિરતા વચ્ચે તેજી પરંતુ ઉછાળે વેચવાલીનું દબાણ યથાવત…!!!

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 17, 2026No Comments7 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ravi Bhatt

    ભારતીય શેરબજારમાં બુધવારના ટ્રેડિંગ સેશન દરમિયાન તેજી તરફી પરંતુ ભારે અસ્થિર તેજી તરફી માહોલ જોવા મળ્યો. દિવસની શરૂઆત સકારાત્મક સંકેતો સાથે થઈ હતી, પરંતુ દિવસ દરમિયાન ઘણા વખત નફાવસૂલી અને નવી ખરીદી વચ્ચે ખેંચતાણ જોવા મળી. બેંકિંગ, નાણાકીય સેવાઓ ક્ષેત્રમાં મજબૂત ખરીદીના કારણે મુખ્ય સૂચકાંકો ઊંચા સ્તરે ટકી રહ્યા.એકંદરે બજારનું માળખું હજુ તેજી તરફી છે, પરંતુ વધતી અસ્થિરતા રોકાણકારોને સાવચેત રહેવાનો સંકેત આપી રહી છે.

    ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્વનો અંત લાવવા સમજૂતી થઈ જતાં અને હવે શુક્રવારે જીનીવા ખાતે કરાર કરવાના નિર્ણયે વૈશ્વિક ટેન્શન હળવું થતાં ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં કડાકો બોલાતાં અને હોર્મુઝ માર્ગે ખુલ્લો મૂકાવાના ટ્રમ્પના નિવેદને આજે સતત બીજા દિવસે ફંડો, મહારથીઓએ શેરોમાં તેજી કરી હતી. ઘર આંગણે ભારતીય બજારોમાં વિદેશી રોકાણનો પ્રવાહ વધારવા માટે નાણા પ્રધાન નિર્મલા સીતારામને વધુ પ્રોત્સાહનો, પગલાં લેવાશે એવા કરેલા પોઝિટીવ નિવેદનની પણ સકારાત્મક અસરે બજારની તેજીને ટેકો મળ્યો હતો. ફંડોએ આજે સતત ત્રીજા દિવસે બજારને મજબૂત ઉછાળો આપ્યો હતો.

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૬૮૦૮ સામે ૭૭૦૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૬૭૬૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૪૭ પોઈન્ટના ઉછાળા સાથે ૭૭૧૫૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    સેન્સેક્સમાં દિવસ દરમિયાન નોંધપાત્ર વધઘટ જોવા મળી. શરૂઆતમાં ખરીદીના કારણે સૂચકાંકમાં તેજી જોવા મળી હતી, પરંતુ ઉપરના સ્તરે નફાવસૂલીના કારણે કેટલીકવાર દબાણ પણ આવ્યું. દિવસના અંતે સેન્સેક્સ સકારાત્મક ક્ષેત્રમાં બંધ રહ્યો, પરંતુ અવરોધ વિસ્તાર નજીક દબાણ સ્પષ્ટ જોવા મળ્યું.

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૦૦૧ સામે ૨૪૦૪૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૯૯૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૦૮૯ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી વાયદા બજારમાં તેજીનું વલણ યથાવત રહ્યું, પરંતુ અસ્થિરતા વધી. દિવસ દરમિયાન સ્થિતિઓમાં વધારો જોવા મળ્યો, સાથે સાથે ઉપરના સ્તરે નફાવસૂલી પણ નોંધાઈ. ટેકનિકલ રીતે ઊંચા તળિયાની રચના જળવાઈ છે, પરંતુ ગતિ સૂચકોમાં થોડી નબળાઈ દેખાઈ રહી છે.

    આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં તેજી સાથે કેપિટલ ગુડઝ, બેંકિંગ, ઓઈલ-ગેસ, કન્ઝયુમર ડયુરેબલ્સ, એફએમસીજી શેરોમાં ફંડો લેવાલ રહ્યા  હતા. મેટલ-માઈનીંગ, ઓટોમોબાઈલ, હેલ્થકેર શેરોમાં  પ્રોફિટ બુકિંગ થતાં અને આરંભમાં  સાવચેતી જોવા મળી હતી. પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં આજે ફંડોનું આકર્ષણ જળવાયું હતું. બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે સિલેક્ટિવ ખરીદી જળવાઈ હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના બેંકોના  હિતમાં પ્રોત્સાહક પગલાંની પોઝિટીવ અસરે ફંડો સતત લેવાલ રહ્યા હતા. સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે સિલેક્ટિવ શેરોમાં ફંડો, ખેલંદાઓની સિલેક્ટિવ ખરીદી જળવાતાં  માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. અલબત ઘણા શેરોમાં ઉછાળે પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું.

    સ્થાનિક સંસ્થાગત રોકાણકારોની સતત ખરીદી બજાર માટે મુખ્ય ટેકો બની રહી છે. સરકારના વિકાસલક્ષી ખર્ચ, માળખાગત વિકાસ યોજનાઓ અને મજબૂત આર્થિક વૃદ્ધિની અપેક્ષાઓ રોકાણકારોમાં વિશ્વાસ જાળવી રાખી રહી છે. બેંકિંગ અને નાણાકીય ક્ષેત્રમાં વધતી ધિરાણ વૃદ્ધિ પણ સકારાત્મક પરિબળ છે. જોકે ઊંચા મૂલ્યાંકનને કારણે રોકાણકારો પસંદગીયુક્ત ખરીદી તરફ વળી રહ્યા છે.

    વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતો પ્રાપ્ત થયા. અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધઘટ અને ડોલર સૂચકાંકમાં અસ્થિરતા વૈશ્વિક રોકાણકારો માટે ચિંતાનો વિષય રહ્યા. ક્રૂડ ઓઈલના ભાવ ઊંચા સ્તરે સ્થિર રહેતા મોંઘવારી અંગેની ચિંતા યથાવત રહી. યુરોપિયન અને એશિયન બજારોમાં મર્યાદિત તેજી જોવા મળી, પરંતુ ભૂરાજકીય અનિશ્ચિતતાએ બજારના સેન્ટિમેન્ટને અસર કરી.

    કોમોડિટી મૂવમેન્ટ :-

    કોમોડિટી બજારમાં આજે નબળુંથી મિશ્ર વલણ જોવા મળ્યું હતું. ગોલ્ડ, સિલ્વર, કોપર, ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસમાં મર્યાદિત વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું, જ્યારે ઇલેક્ટ્રિસિટી સેગમેન્ટમાં હળવી ખરીદી નોંધાઈ હતી. વૈશ્વિક આર્થિક સંકેતો અને માંગ-પુરવઠાની સ્થિતિ વચ્ચે રોકાણકારો સાવચેતીપૂર્વક ટ્રેડિંગ કરતા જોવા મળ્યા હતા…!!!

    ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં ગોલ્ડ ફ્યુચર નરમ વૈશ્વિક સંકેતો વચ્ચે ખુલ્યું હતું. કિંમતી ધાતુમાં મર્યાદિત વેચવાલી જોવા મળતાં ભાવ રૂ. ૧,૫૨,૪૦૦ આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા…!!!

    સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં સિલ્વર ફ્યુચર નબળા વલણ સાથે ખુલ્યું હતું. હળવી વેચવાલીના દબાણને કારણે ભાવ રૂ. ૨,૪૯,૧૦૦ આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા…!!!

    કોપર :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં કોપર ફ્યુચર મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે ખુલ્યું હતું. ઔદ્યોગિક ધાતુઓમાં મર્યાદિત નબળાઈ જોવા મળતાં ભાવ રૂ. ૧,૩૩૬.૬૦ આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા…!!!

    ક્રૂડ ઓઇલ :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં ક્રૂડ ઓઇલ ફ્યુચર નરમ વલણ સાથે ખુલ્યું હતું. મર્યાદિત વેચવાલીના કારણે ભાવ રૂ. ૭,૧૦૨ આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા…!!!

    નેચરલ ગેસ :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં નેચરલ ગેસ ફ્યુચર સ્થિરથી નબળા વલણ સાથે ખુલ્યું હતું. હળવા દબાણ વચ્ચે ભાવ રૂ. ૩૦૬.૨૦ આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા…!!!

    ઇલેક્ટ્રિસિટી :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગ દરમિયાન ઇલેક્ટ્રિસિટી ફ્યુચરમાં સકારાત્મક વલણ જોવા મળ્યું હતું. સેક્ટરમાં ખરીદી વધતાં ભાવ રૂ. ૪,૫૯૩ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા…!!!

    ભાવિ દિશા :-

    આગામી દિવસોમાં બજારનું વલણ તેજી તરફી રહી શકે છે, પરંતુ અસ્થિરતા નોંધપાત્ર રીતે વધવાની સંભાવના છે. મહત્વપૂર્ણ આધાર સ્તર જળવાઈ રહે ત્યાં સુધી ઘટાડાને ખરીદીની તક તરીકે જોવામાં આવી શકે છે. જોકે અવરોધ વિસ્તાર નજીક વેચવાલીનું દબાણ સતત વધી રહ્યું છે, જેના કારણે દરેક ઉછાળા પર નફાવસૂલી જોવા મળી શકે છે.બેંકિંગ, નાણાકીય સેવાઓ, વીજ ઉત્પાદન અને માળખાગત વિકાસ ક્ષેત્ર આગામી દિવસોમાં પણ બજારને ટેકો આપી શકે છે. બીજી તરફ માહિતી પ્રૌદ્યોગિકી અને ધાતુ ક્ષેત્રમાં નબળાઈ યથાવત રહે તો સૂચકાંકોની ગતિ મર્યાદિત થઈ શકે છે.હાલની સ્થિતિને “તેજી સાથે અસ્થિરતા” તરીકે જોવી યોગ્ય રહેશે. રોકાણકારોએ આક્રમક ખરીદી કરતાં તબક્કાવાર અને પસંદગીયુક્ત રોકાણ અભિગમ અપનાવવો વધુ યોગ્ય રહેશે.

    કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના દેશમાં ડોલરિયો રોકાણ પ્રવાહ ફરી વહેતો થાય અને એફઆઈઆઈની શેરોમાં વેચવાલીરૂપી ઓટ અટકે એ માટેના પ્રોત્સાહનોના પગલાંની પોઝિટીવ અસર જરૂર જોવાઈ છે. પરંતુ ડોલર સામે રૂપિયો ફરી નબળો પડવાનું જોખમ, ક્રુડ ઓઈલના ભાવ ઘટયામથાળેથી ફરી વધી આવવા અને ઘર આંગણે ચોમાસું આ વખતે સામાન્યથી નબળું રહેવાના અંદાજોએ ચોમાસાની પ્રગતિ પર આગામી દિવસોમાં બજારની નજર રહેશે. જીઓપોલિટીકલ ટેન્શન, ક્રુડ ઓઈલના ભાવ, ચોમાસા સહિતના પરિબળો પર નજરે આગામી નવા સપ્તાહમાં નિફટી અને સેન્સેક્સ વચ્ચે અથડાતા જોવાઈ શકે છે.

    તા.૧૭.૦૬.૨૦૨૬ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૧૭.૦૫.૨૦૨૬ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૦૮૯ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૨૦૨ પોઈન્ટના પ્રથમ અને ૨૪૨૭૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૪૦૦૮ પોઈન્ટ થી ૨૩૯૩૯ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૩૮૮૦ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • અદાણી પોર્ટ્સ ( ૧૮૩૫ ) :- પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ સેક્ટરની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૦૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૮૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૪૮ થી રૂ.૧૮૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૭૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • બજાજ ફિનસર્વ ( ૧૭૭૦ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૭૫૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૪૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૭૮૩ થી રૂ.૧૭૯૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • વોલ્ટાસ ( ૧૩૫૬ ) :- રૂ.૧૩૩૦ નો પ્રથમ તેમજ રૂ.૧૩૧૯ ના બીજા સપોર્ટથી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને એર કન્ડીશનિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૬૭ થી રૂ.૧૩૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
    • હેવેલ્સ ઇન્ડિયા ( ૧૧૯૯ ) :- ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ અને કન્ઝ્યુમર એપ્લાયન્સ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૦૯ થી રૂ.૧૨૧૮ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૬૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • ઇન્ફોસિસ ( ૧૧૫૬ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૧૨૭ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૧૬૭ થી રૂ.૧૧૭૫ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • એસબીઆઈ લાઇફ ઇન્સ્યોરન્સ ( ૧૮૦૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ વીમા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૩૩ આસપાસ સપોર્ટથી રૂ.૧૭૯૩ થી રૂ.૧૭૮૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૪૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
    • અદાણી ગ્રીન એનર્જી ( ૧૪૭૦ ) :- રૂ.૧૪૯૪ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૫૨૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૪૪૪ થી રૂ.૧૪૩૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ટેક મહિન્દ્રા ( ૧૪૬૧ ) :- ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને આઈટી સર્વિસ સેક્ટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૭૮ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૪૬ થી રૂ.૧૪૩૪ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • એક્સિસ બેંક ( ૧૩૫૭ ) :- પ્રાઈવેટ બેંકિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૭૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૪૪ થી રૂ.૧૩૩૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૯૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • સિપ્લા ( ૧૩૫૪ ) :- રૂ.૧૩૭૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૮૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૩૩૦ થી રૂ.૧૩૧૮ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૦૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

                     By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591

     Disclaimer – https://www.capsavaj.com/policies

    Indian Stock Market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ક્રૂડ ઓઇલના ભાવ ધડામ ૪ દિવસમાં ૧૬% નો કડાકો

    June 17, 2026
    વ્યાપાર

    વિશ્વની સૌથી જાણીતી ચેઇન `Pizza Hut’ 25000 કરોડમાં વેચાઈ

    June 17, 2026
    મુખ્ય સમાચાર

    IPO : રિલાયન્સ જિઓ અને નેશનલ સ્ટોક એકસચેંજ બજારમાં ખાબકશે

    June 17, 2026
    વ્યાપાર

    Indian stock marketમાં અસ્થિરતા વચ્ચે દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    June 16, 2026
    વ્યાપાર

    Indian Stock Marketમાં ઉછાળે સાવચેતીનો માહોલ…!!!

    June 15, 2026
    મુખ્ય સમાચાર

    May મહિનામાં જથ્થાબંધ ફુગાવો ૯.૬૮ ટકા પર પહોંચ્યો, ખાદ્ય પદાર્થો એપ્રિલ કરતા વધુ મોંઘા થયા

    June 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    કૌશિક ને કેમ ભણવું નહોતું? અને કુંતલ એ એને કોની કહાની કહી સંભળાવી?

    June 17, 2026

    ગામડાઓમાં બહુમાળી ઇમારતો, ઔદ્યોગિક સંસ્થાઓ, ખાનગી હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ,

    June 17, 2026

    18 જૂનનું પંચાંગ

    June 17, 2026

    18 જૂનનું રાશિફળ

    June 17, 2026

    પરિવાર અને પાર્ટીને રાજકીય રીતે હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે,Lalu Prasad

    June 17, 2026

    સોદો હજુ અંતિમ નથી,જો તેમને કરાર પસંદ નથી, તો અમે તેમના પર બોમ્બમારો કરીશું,Donal Trump

    June 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કૌશિક ને કેમ ભણવું નહોતું? અને કુંતલ એ એને કોની કહાની કહી સંભળાવી?

    June 17, 2026

    ગામડાઓમાં બહુમાળી ઇમારતો, ઔદ્યોગિક સંસ્થાઓ, ખાનગી હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ,

    June 17, 2026

    18 જૂનનું પંચાંગ

    June 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.