Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ઈરાન પર હુમલા માટે યુએસ આર્મીએ વાપર્યું Elon Musk નું ‘Grok AI

    June 19, 2026

    Gold ની આયાતમાં 70 ટકાનો મોટો કડાકો

    June 19, 2026

    China ની એક કંપનીએ AI આધારિત સેલ્ફ-ડ્રાઇવિંગ રોબોટિક ટોઇલેટ બનાવ્યું

    June 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ઈરાન પર હુમલા માટે યુએસ આર્મીએ વાપર્યું Elon Musk નું ‘Grok AI
    • Gold ની આયાતમાં 70 ટકાનો મોટો કડાકો
    • China ની એક કંપનીએ AI આધારિત સેલ્ફ-ડ્રાઇવિંગ રોબોટિક ટોઇલેટ બનાવ્યું
    • New Tax વ્યવસ્થામાં પગારદાર કર્મચારીઓ ઘટાડી શકે છે ટેકસનો બોજ : ટેકસ છુટ
    • FIFA World Cup 2026: કેનેડાનો ઐતિહાસિક વિજય
    • FIFA World Cup વચ્ચે લિયોનેલ મેસ્સી માટે ચિંતા વધી : પિતા હોસ્પિટલમાં દાખલ
    • Bihar ની પુત્રી અક્ષરા ગુપ્તાએ અંડર-19 વન ડે ટ્રોફીમાં 126 બોલમાં 306 રન બનાવ્યા
    • T20 World Cup દરમિયાન ભારતને મોટો ઝટકો : શ્રેયંકા પાટિલ આખી ટુર્નામેન્ટમાંથી બહાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»‘સરકાર પાસે સત્તા છે…’ Telegram ને મોટો ઝટકો, દિલ્હી હાઈકોર્ટનો પ્રતિબંધ હટાવવા ઈનકાર
    રાષ્ટ્રીય

    ‘સરકાર પાસે સત્તા છે…’ Telegram ને મોટો ઝટકો, દિલ્હી હાઈકોર્ટનો પ્રતિબંધ હટાવવા ઈનકાર

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 19, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.19

    દિલ્હી હાઇકોર્ટે દેશના ચર્ચિત મેસેજિંગ એપ ટેલિગ્રામ પર મોટો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. પેપર લીકની આશંકાઓને પગલે કેન્દ્ર સરકાર દ્વારા ટેલિગ્રામ પર લગાવવામાં આવેલા કામચલાઉ પ્રતિબંધને હાઇકોર્ટે યોગ્ય ઠેરવ્યો છે. દેશમાં આગામી 21 જૂનના રોજ યોજાનારી RE-NEET પરીક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો હતો, જેને કોર્ટે પણ મંજૂરી આપી દીધી છે.

    અયોધ્યા બાદ હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ પર લેવાયેલા સરકારી એક્શનને કારણે કાયદાકીય અને વહીવટી વર્તુળોમાં મોટી ચર્ચા જાગી છે. દિલ્હી હાઇકોર્ટે ભારત સરકારના એ નિર્ણયને સંપૂર્ણપણે બહાલ રાખ્યો છે, જેમાં RE-NEET પરીક્ષાના કારણે ટેલિગ્રામ પર અસ્થાઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારતમાં RE-NEETની પરીક્ષા 21 જૂનના રોજ યોજાવાની છે, જેને પગલે આ પ્રતિબંધ 22 જૂન સુધી લાગુ રહેશે. હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે કટોકટીની સ્થિતિને જોતા સરકાર પાસે આવા નિર્ણયો લેવાની પૂરેપૂરી સત્તા છે.

    આ કેસ પર ચુકાદો સંભળાવતા દિલ્હી હાઇકોર્ટે નોંધ્યું હતું કે સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવાની પ્રક્રિયામાં તમામ નિયમોનું પૂરેપૂરું પાલન કરવામાં આવ્યું છે. સરકારે જે ‘ઇમરજન્સી નેચર’ (કટોકટીની સ્થિતિ) અને મજબૂત કારણો રજૂ કર્યા છે તે આ પ્રતિબંધ માટે પૂરતા છે. કોર્ટે ટેલિગ્રામ પર લગાવેલા 5 દિવસના આ પ્રતિબંધને યોગ્ય ઠેરવતા કહ્યું કે, કેન્દ્ર સરકારે ઉપલબ્ધ સામગ્રી અને પુરાવાઓ પર યોગ્ય વિચાર-વિમર્શ કરીને જ આ આદેશ જાહેર કર્યો છે. આ ઉપરાંત કોર્ટે આઈટી એક્ટ (IT Act)નો હવાલો આપતા કહ્યું કે, સરકાર પાસે દેશહિતમાં આખા પ્લેટફોર્મ કે એપ પર પ્રતિબંધ લગાવવાનો કાનૂની અધિકાર છે.

    ટેલિગ્રામ પ્લેટફોર્મ વિવાદોમાં ઘેરાયું હોય તેવું આ પહેલીવાર નથી બન્યું. આ અગાઉ પણ ટેલિગ્રામ પર અનેક વખત પરીક્ષાના પેપર લીક કરવા અને સોશિયલ મીડિયા પર ફેક (નકલી) પેપર્સ વાઇરલ કરવાના ગંભીર આરોપો લાગતા રહ્યા છે. વિવિધ રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં સાયબર ઠગ અને જાળસાજો પોતાના ગુનાહિત કાર્યો અને નાણાકીય છેતરપિંડી આચરવા માટે આ પ્લેટફોર્મનો મોટા પાયે દુરુપયોગ કરે છે. આ તમામ બાબતો સુરક્ષા એજન્સીઓ માટે લાંબા સમયથી ચિંતાનો વિષય બનેલી છે.કોર્ટની સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલે સ્પષ્ટતા કરી હતી કે આ કોઈ એકતરફી નિર્ણય નથી. કેન્દ્ર સરકારે પ્રતિબંધ લગાવતા પહેલા ટેલિગ્રામના વહીવટી તંત્રને સમન્સ મોકલીને બોલાવ્યું હતું અને તેમની રજૂઆતો પણ સાંભળી હતી. કંપનીની દલીલો અને તપાસના આધારે નીકળેલા તારણોને આધારે જ આ આદેશ રેકોર્ડ પર લેવાયો છે. સરકાર વતી જણાવાયું છે કે આ સંવેદનશીલ મામલાની સુનાવણી કેબિનેટ સચિવની આગેવાની હેઠળની એક વિશેષ કમિટી દ્વારા કરવામાં આવી હતી, ત્યારબાદ જ અંતિમ નિર્ણય લેવાયો છે.વોટ્સએપ અને ટેલિગ્રામ બંને મેસેજિંગ એપ્સ હોવા છતાં ટેલિગ્રામની કેટલીક ખાસિયતો જ તેની સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કરે છે. ટેલિગ્રામમાં પ્રાઇવસી એટલી હદે સખત છે કે કોઈ પણ યુઝર પોતાનો મોબાઈલ નંબર દર્શાવ્યા વગર, માત્ર યુઝરનેમ બનાવીને પણ એકાઉન્ટ ઓપરેટ કરી શકે છે. આ ઉપરાંત ટેલિગ્રામના એક સિંગલ ગ્રુપમાં 2 લાખ જેટલા મેમ્બર્સ જોડાઈ શકે છે અને ગમે તેટલી હેવી ફાઇલ્સ (મોટી સાઈઝના દસ્તાવેજો કે વીડિયો) પણ સહેલાઈથી સેવ અને શેર થઈ શકે છે. આ જ એડવાન્સ ફીચર્સનો ઉપયોગ ગુનેગારો ઓળખ છુપાવીને પેપર લીક કરવા અને ગેરકાયદે સામગ્રી ફેલાવવા માટે કરે છે, જે આખરે આ અસ્થાઈ પ્રતિબંધનું કારણ બન્યા છે.

    Delhi High Court Government telegram
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    ઈરાન પર હુમલા માટે યુએસ આર્મીએ વાપર્યું Elon Musk નું ‘Grok AI

    June 19, 2026
    મુખ્ય સમાચાર

    Gold ની આયાતમાં 70 ટકાનો મોટો કડાકો

    June 19, 2026
    મુખ્ય સમાચાર

    China ની એક કંપનીએ AI આધારિત સેલ્ફ-ડ્રાઇવિંગ રોબોટિક ટોઇલેટ બનાવ્યું

    June 19, 2026
    રાષ્ટ્રીય

    New Tax વ્યવસ્થામાં પગારદાર કર્મચારીઓ ઘટાડી શકે છે ટેકસનો બોજ : ટેકસ છુટ

    June 19, 2026
    આંતરરાષ્ટ્રીય

    India and France કી દોસ્તી અમર રહે’ : મેક્રોએ હિન્દીમાં ભાવ વ્યક્ત કરી દિલ જીત્યું

    June 19, 2026
    મુખ્ય સમાચાર

    Ayodhya ના રામમંદિરની સુરક્ષા પાછળ 11 મહિનામાં 10 કરોડ ખર્ચાયા છતાં દાનની ચોરી

    June 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ઈરાન પર હુમલા માટે યુએસ આર્મીએ વાપર્યું Elon Musk નું ‘Grok AI

    June 19, 2026

    Gold ની આયાતમાં 70 ટકાનો મોટો કડાકો

    June 19, 2026

    China ની એક કંપનીએ AI આધારિત સેલ્ફ-ડ્રાઇવિંગ રોબોટિક ટોઇલેટ બનાવ્યું

    June 19, 2026

    New Tax વ્યવસ્થામાં પગારદાર કર્મચારીઓ ઘટાડી શકે છે ટેકસનો બોજ : ટેકસ છુટ

    June 19, 2026

    FIFA World Cup 2026: કેનેડાનો ઐતિહાસિક વિજય

    June 19, 2026

    FIFA World Cup વચ્ચે લિયોનેલ મેસ્સી માટે ચિંતા વધી : પિતા હોસ્પિટલમાં દાખલ

    June 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ઈરાન પર હુમલા માટે યુએસ આર્મીએ વાપર્યું Elon Musk નું ‘Grok AI

    June 19, 2026

    Gold ની આયાતમાં 70 ટકાનો મોટો કડાકો

    June 19, 2026

    China ની એક કંપનીએ AI આધારિત સેલ્ફ-ડ્રાઇવિંગ રોબોટિક ટોઇલેટ બનાવ્યું

    June 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.