Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    જૂનના પ્રથમ પખવાડિયામાં FII એ રૂા.40,000 કરોડનું વેચાણ કર્યું, મુખ્ય ક્ષેત્રોમાં ભારે આઉટફ્લો

    June 20, 2026

    United Nations ના મંચ પર તુતુ-મેમે થઈ ગયું : યુએનના રિપોર્ટ પર ઈઝરાયેલ ભડકી ઉઠયું

    June 20, 2026

    FIFA World Cup : પ્રથમ રાઉન્ડના ટોપ-7 સૌથી ફાસ્ટ ફૂટબોલર્સ

    June 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • જૂનના પ્રથમ પખવાડિયામાં FII એ રૂા.40,000 કરોડનું વેચાણ કર્યું, મુખ્ય ક્ષેત્રોમાં ભારે આઉટફ્લો
    • United Nations ના મંચ પર તુતુ-મેમે થઈ ગયું : યુએનના રિપોર્ટ પર ઈઝરાયેલ ભડકી ઉઠયું
    • FIFA World Cup : પ્રથમ રાઉન્ડના ટોપ-7 સૌથી ફાસ્ટ ફૂટબોલર્સ
    • Yuvraj Singh બની શકે છે દિલ્હી કેપિટલ્સના બેટિંગ કોચ
    • Football World Cup : અમેરિકા નોકઆઉટમાં ; હૈતી સામે બ્રાઝિલની શાનદાર જીત
    • FIFA World Cup ના ક્રેઝમાં અર્ધી દુનિયાના રાત ઉજાગરા : ઉંઘ વેરવિખેર
    • Hardik Pandya ના બેક-અપ તરીકે Nitish Kumar Reddy નું નામ
    • Messi vs. Ronaldo : ફૂટબોલ જગતની સૌથી મોટી ટક્કરે ચાહકો અને વિવેચકોને બે ભાગમાં વહેચ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Messi vs. Ronaldo : ફૂટબોલ જગતની સૌથી મોટી ટક્કરે ચાહકો અને વિવેચકોને બે ભાગમાં વહેચ્યા
    ખેલ જગત

    Messi vs. Ronaldo : ફૂટબોલ જગતની સૌથી મોટી ટક્કરે ચાહકો અને વિવેચકોને બે ભાગમાં વહેચ્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 20, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.20
    ફૂટબોલના ઇતિહાસમાં લિઓનલ મેસી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વચ્ચેની સ્પર્ધા એ રમતપ્રેમીઓ માટે એક અદભૂત ભેટ રહી છે. લગભગ બે દાયકા સુધી ચાહકોએ બે વિભિન્ન પ્રકારનાં મહાન ખેલાડીઓને રમતા જોયાં – એક તરફ કુદરતી પ્રતિભા ધરાવતો લિઓનલ મેસી અને બીજી તરફ પોતાની અથાક મહેનતથી સર્વશ્રેષ્ઠ બનેલો ગોલસ્કોરર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો.

    શરૂઆતનાં વર્ષોમાં આ ચર્ચા ખૂબ જ રસપ્રદ હતી કે બંનેમાંથી કોણ શ્રેષ્ઠ છે? પરંતુ સમય જતાં, આ ચર્ચા માત્ર ફૂટબોલ પૂરતી મર્યાદિત ન રહેતાં ‘આંધળી ભક્તિ’ અને જૂથવાદમાં બદલાઈ ગઈ છે. હવે આ પૂર્વગ્રહ માત્ર ચાહકો પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ ફૂટબોલના મોટા વિવેચકોમાં પણ જોવા મળી રહ્યો છે.

    વિવાદની શરૂઆત કેવી રીતે થઈ?
    ફિફા વર્લ્ડ કપ 2026 માં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો સામે પોર્ટુગલની મેચ ડ્રો થયા બાદ આ વિવાદ ફરી ગરમાયો છે. આર્સેનલના પૂર્વ દિગ્ગજ ખેલાડી થિએરી હેનરીએ રોનાલ્ડોની રમતની ટીકા કરતાં કહ્યું હતું કે, “ઘરે બેઠેલા લોકો એક વાત સમજો : ટીમ માટે ગોલ કરવો મહત્વનો છે, તમારા પોતાનાં માટે નહીં.

    ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઘણીવાર આવું કરે છે. તે પોતે ગોલ કરવા માંગે છે એટલે તે બ્રુનો ફર્નાન્ડીઝના રસ્તામાં આવી જાય છે.” આ ટિપ્પણી સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ મેસી અને રોનાલ્ડોના ચાહકો આમને-સામને આવી ગયા છે.

    રમતનું વિશ્લેષણ કે વ્યક્તિગત આક્ષેપ?
    હેનરી પોતે એક મહાન ખેલાડી રહી ચૂક્યાં છે અને રોનાલ્ડોની રમતની ભૂલ દર્શાવવી એ તેમનો હક છે. પરંતુ વિશ્લેષકોના મતે, સમસ્યા એ છે કે હેનરીએ માત્ર રમતની ભૂલ ન બતાવી, પણ રોનાલ્ડોના ઈરાદા પર સવાલ ઉઠાવી દીધાં.

    કોઈ ખેલાડી મેદાન પર માત્ર એક સેકન્ડના ભાગમાં નિર્ણય લેતો હોય છે. રોનાલ્ડો કદાચ વધુ સારા એન્ગલથી ગોલ કરવા માંગતો હોય અથવા તેનાથી ભૂલ થઈ હોય. પરંતુ વિવેચકોએ તેને રોનાલ્ડોના `અહંકાર’ અને `સ્વાર્થ’ સાથે જોડી દીધો છે.

    રોનાલ્ડોના યોગદાન માટે આદર જરૂરી
    રોનાલ્ડો પણ માણસ છે, તેનાથી પણ ભૂલો થાય છે અને વધતી ઉંમરની અસર તેની રમત પર દેખાય છે. પરંતુ ટીકા કરતી વખતે તેના 20 વર્ષનાં શાનદાર કરિયરને નજરઅંદાજ કરી શકાય નહીં.

    તે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે, 5 વખત બેલોન ડી ઓર જીત્યો છે અને યુરોપિયન ચેમ્પિયન રહ્યો છે. સાથી ખેલાડીઓ અને કોચ આજે પણ તેની પ્રોફેશનલિઝમની પ્રશંસા કરે છે, જેથી તેની દરેક ભૂલને સ્વાર્થનું નામ આપવું અયોગ્ય ગણાય.

    મેસી પણ આવી ટીકાઓનો ભોગ બની ચૂક્યો છે
    આ પરિસ્થિતિ માત્ર રોનાલ્ડો પૂરતી સીમિત નથી. 2022 માં આર્જેન્ટિના વર્લ્ડ કપ જીત્યું તે પહેલાં, મેસીને પણ આવી જ કડવી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે પણ આર્જેન્ટિના મેચ હારતું, ત્યારે વિવેચકો મેસીની લીડરશિપ અને માનસિકતા પર સવાલો ઉઠાવતાં અને તેની સરખામણી ડિએગો મેરાડોના સાથે કરીને તેને નીચો દેખાડવાનો પ્રયાસ કરતા હતાં.

    વર્લ્ડ કપની કોઈ એક મેચ કે, કોઈ વિવેચકની ટિપ્પણી આ બંને ખેલાડીઓની મહાનતાને ઓછી કરી શકે નહીં. ભવિષ્યમાં જ્યારે આ સોશિયલ મીડિયાની લડાઈઓ શાંત થઈ જશે, ત્યારે ઇતિહાસ માત્ર એ વાત યાદ રાખશે કે આ પેઢીએ ફૂટબોલના ઇતિહાસના બે સૌથી મહાન ખેલાડીઓને એકસાથે રમતાં જોયાં છે.

    biggest clash Football Messi vs. Ronaldo
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    FIFA World Cup : પ્રથમ રાઉન્ડના ટોપ-7 સૌથી ફાસ્ટ ફૂટબોલર્સ

    June 20, 2026
    ખેલ જગત

    Yuvraj Singh બની શકે છે દિલ્હી કેપિટલ્સના બેટિંગ કોચ

    June 20, 2026
    ખેલ જગત

    Football World Cup : અમેરિકા નોકઆઉટમાં ; હૈતી સામે બ્રાઝિલની શાનદાર જીત

    June 20, 2026
    ખેલ જગત

    FIFA World Cup ના ક્રેઝમાં અર્ધી દુનિયાના રાત ઉજાગરા : ઉંઘ વેરવિખેર

    June 20, 2026
    ખેલ જગત

    Hardik Pandya ના બેક-અપ તરીકે Nitish Kumar Reddy નું નામ

    June 20, 2026
    ખેલ જગત

    Sreesanth હરભજનસિંહને પડકાર ફેંક્યો : આવી જા, મારી સામે બોકસીંગ રીંગમાં લડવા

    June 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    જૂનના પ્રથમ પખવાડિયામાં FII એ રૂા.40,000 કરોડનું વેચાણ કર્યું, મુખ્ય ક્ષેત્રોમાં ભારે આઉટફ્લો

    June 20, 2026

    United Nations ના મંચ પર તુતુ-મેમે થઈ ગયું : યુએનના રિપોર્ટ પર ઈઝરાયેલ ભડકી ઉઠયું

    June 20, 2026

    FIFA World Cup : પ્રથમ રાઉન્ડના ટોપ-7 સૌથી ફાસ્ટ ફૂટબોલર્સ

    June 20, 2026

    Yuvraj Singh બની શકે છે દિલ્હી કેપિટલ્સના બેટિંગ કોચ

    June 20, 2026

    Football World Cup : અમેરિકા નોકઆઉટમાં ; હૈતી સામે બ્રાઝિલની શાનદાર જીત

    June 20, 2026

    FIFA World Cup ના ક્રેઝમાં અર્ધી દુનિયાના રાત ઉજાગરા : ઉંઘ વેરવિખેર

    June 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    જૂનના પ્રથમ પખવાડિયામાં FII એ રૂા.40,000 કરોડનું વેચાણ કર્યું, મુખ્ય ક્ષેત્રોમાં ભારે આઉટફ્લો

    June 20, 2026

    United Nations ના મંચ પર તુતુ-મેમે થઈ ગયું : યુએનના રિપોર્ટ પર ઈઝરાયેલ ભડકી ઉઠયું

    June 20, 2026

    FIFA World Cup : પ્રથમ રાઉન્ડના ટોપ-7 સૌથી ફાસ્ટ ફૂટબોલર્સ

    June 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.