New Delhi, તા.19
આઇપીએલના ઇતિહાસનો સૌથી મોટો અને ચર્ચિત `સ્લેપગેટ’ વિવાહ ફરી એકવાર ગરમાયો છે. વર્ષ 2008માં કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઇ ઇન્ડિયન્સના મેચ બાદ હરભજનસિંહ દ્વારા એસ. શ્રીસંતને મારવામાં આવેલ થપ્પડની ગુંજ આજે 18 વર્ષ પછી પણ શાંત નથી થઇ.
`ધી લલ્લનટોપ’ પર ઇન્ટરવ્યુ દરમિયાન ભારતીય ફાસ્ટ બોલર એસ. શ્રીસંતનો ગુસ્સો ફાટ્યો છે અને તેમણે પૂરા મામલાને હંમેશાને માટે ખતમ કરવા માટે હરભજનસિંહને બોક્સીંગ રીંગની અંદર આવીને સામ-સામે ફાઇટ કરવાનો ખુલ્લો પડકાર આપી દીધો છે.
ખરેખર તો `લલ્લનટોપ શો’ દરમિયાન જ્યારે સ્ક્રીન પર શ્રીસંત અને હરભજનસિંહની બોક્સીંગ ગ્લોઝ પહેરેલી એક જુની તસ્વીર દેખાડવામાં આવી અને તેના પર શ્રીસંતનો જવાબ માંગવામાં આવ્યા વિના તરત જ સીધી ઓન કેમેરા ચેલેન્જ આપી દીધી.
શ્રીસંતે કહ્યું કે, તે એ જુના મામલાને સદાને માટે નિવારવા માટે બોકસીંગ રીંગની અંદર ઉતરીને હરભજનસિંહ સાથે ફાઇટ કરવા માટે પૂરી રીતે તૈયાર છે. શ્રીસંતના આ બેબાક નિવેદનથી સોશિયલ મીડિયાથી માંડીને ખેલ જગતમાં ખળભળાટ મચ્યો છે.
શ્રીસંતે હરભજનને પડકાર આપતા કહ્યું હતું કે, શું તારામાં મારી સામે રિંગમાં આવવાની હિમ્મત છે? આ ખુલ્લો પડકાર છે. શ્રીસંત અહીંથી નહોતો રોકાયો, તેણે હરભજનને કહ્યું કે, વિજ્ઞાપને કે જાહેર વ્યંગના બદલે અસલ મુકાબલામાં મતભેદો ઉકેલ પોતાની વાત ખતમ કરતાં શ્રીસંતે કહ્યું હતું કે ભજજી, હું તને ખુલ્લો પડકાર આપું છું. જો તને થપ્પડવાળી ઘટના અને મારી સાથે આટલી તકલીફ છે તું આટલું કમાય છે તો મને પણ કમાવવા દે.
ખરેખર તો એ વિજ્ઞાપને આ દોસ્તીમાં ખટાશ લાવી દીધી હતી. શ્રીસંતનો આરોપ છે કે હરભજને એ વિજ્ઞાપનમાં સીધી રીતે નામ લીધા વિના એ થપ્પડ કાંડની મજાક ઉડાવી છે અને તેના જીવનની એક અપમાજનક પળનો ઉપયોગ કરીને લગભગ 1 કરોડનો નફો કમાયો છે.

