(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૦
મિત્રના સંબંધ દાવે પહેલે મકાન જમાઈ ને અપાવી ત્યાર બાદ અવેજ ની રકમ નો ચેક પોતાના નામે આવશે અને રકમ મળી જશે તેવો વિશ્વાસ ભંગ કરી પાછળ થી આપેલ ચેક બાઉન્સ થતા જમાઈ ને સસરા દ્વારા મિત્ર સામે ધરી આર્થિક છેતરપિંડી કરવાના કેસમાં જમાઈ ને ૧ વર્ષ ની કેદ તથા રૂ. ૬,૦૦,૦૦૦ નો દંડ ભરવા ની સજા સ્પે. નેગોસિએબલ કોર્ટ દ્વારા ફરમાવવામાં આવી છે.
Jamnagar માં હરિધ્ધિકૃપા, સરદાર પાર્ક માં રહેતા ચંદ્રેશ નંદલાલ ભોગાયતા દ્વારા ફરીયાદી જેન્તીલાલ હંસરાજભાઈ નડીયાપરા પાસે થી પોતા ના સસરા હિતેશભાઈ દલપતભાઈ બાંભણીયા દ્વારા મિત્ર જેન્તીલાલ સાથે મકાનનો સોદો કરાવી અવેજ ની રકમ નો ચેક આપ્યા બાદ પણ ફરીયાદી જેન્તીલાલ હંસરાજભાઈ નડીયાપરા ને પૈસા ન ચુકવી જેન્તીભાઈ ને વિશ્વાસમાં લઈ રૂ. ૮,૫૦,૦૦૦ નો ચેક આપ્યો હતો. પરંતુ ચંદ્રેશભાઈ નંદલાલ ભોગાયતા દ્વારા ફરીયાદી જેન્તીલાલ સાથે વિશ્વાસઘાત કરી ચેક મુજબ ની રકમ ન ચૂકવતા કોર્ટ દ્વારા નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબની કલમો હેઠળ ૧ વર્ષ ની સજા અને રૂ. ૬,૦૦,૦૦૦ ના દંડ ભરવાનો હુકમ ફરમાવેલો અને જો દંડની રકમ ન ભરે તો ૩ માસ ની વધુ સજા ભોગવવાનો હુકમ કરેલો.
આ કેસમા ફરિયાદી જેન્તીલાલ હંસરાજભાઈ નડિયાપર પક્ષે જાણીતા ધારાશાસ્ત્રી અમિત ડી. ભાંભી તથા તેમની ટીમના ધર્મેશ ડી. ગોહિલ, એચ. બી. શ્રીમાળી તથા રસીક વી. સોનગરા રોકાયા હતા.

