Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પતિ સિદ્ધાર્થ અને પત્ની કિયારા બોક્સ ઓફિસ પર ટકરાશે

    June 22, 2026

    Vikram Bhatt નવી હોરર સાથે 1920 ફ્રેન્ચાઈસી ફરી શરૂ કરી

    June 22, 2026

    Aamir Khan-Gauri ધૂમધામની બદલે સાદગીથી લગ્ન કરશે

    June 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પતિ સિદ્ધાર્થ અને પત્ની કિયારા બોક્સ ઓફિસ પર ટકરાશે
    • Vikram Bhatt નવી હોરર સાથે 1920 ફ્રેન્ચાઈસી ફરી શરૂ કરી
    • Aamir Khan-Gauri ધૂમધામની બદલે સાદગીથી લગ્ન કરશે
    • પ્રિયંકા ‘Varanasi’ ઉપરાંત એન્જલિના જોલી સાથે પણ સહયોગ કરશે
    • મહિનાઓની ડેટિંગ પછી Dhanush and Mrunal Thakur છૂટા પડયા
    • Anil Kapoor ની પુત્રી રિયાના 1.35 કરોડના ડાયમંડ ઇયરરિંગ્સ ચોરી
    • 80 વર્ષની ઉંમરે એકલવાયું જીવન જીવે છે ટીવી જગતની આ ફેમસ અભિનેત્રી Ushan Nadkarni
    • ‘Salman Khan કોઈ ભગવાન નથી જે મને રોકે!’, ફિલ્મ કાલા હિરનના ડિરેક્ટરે બાંયો ચડાવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»FIFA World Cup ભારતની અસલી સમસ્યા વર્લ્ડ કપ કરતાં પણ મોટી છે
    ખેલ જગત

    FIFA World Cup ભારતની અસલી સમસ્યા વર્લ્ડ કપ કરતાં પણ મોટી છે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 22, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા,22

    આપણને વર્લ્ડ કપ રમવાનાં સપના જોવાની લાલચ થાય તે સ્વાભાવિક છે. પરંતુ એનાથી પણ મોટો સવાલ આપણી ઘરઆંગણે રમાતી ટૂર્નામેન્ટનો છે. ભારત 2027ના એશિયન કપ માટે પણ ક્વોલિફાય કરી શક્યું નથી, જેમાં એશિયાની ટોચની 24 ટીમો રમે છે. આ એક જ વાત બતાવવા માટે કાફી છે કે ભારતીય ફૂટબોલની હાલત અત્યારે કેવી છે.

    વર્લ્ડ કપમાં 48 ટીમો થવાનાં કારણે ફેન્સને લાગ્યું કે હવે ભારત માટે રસ્તો સરળ થઈ ગયો છે. પરંતુ હકીકત એ છે કે તે મોટા સ્ટેજ સુધી પહોંચતા પહેલાં ભારતે હજુ ઘણું અંતર કાપવાનું બાકી છે.

    ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ કલ્યાણ ચૌબેએ પણ ફેન્સને ખોટા સપના વેચવાનું ટાળ્યું છે. પદ સંભાળતી વખતે જ તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ કોઈ ખોટી સમયમર્યાદા આપીને વર્લ્ડ કપના સપના નહીં વેચે, પણ રમતને પાયાથી સુધારવા પર ધ્યાન આપશે. તેમની આ વાત આજે પણ સાચી સાબિત થઈ રહી છે.

    ભારતીય ફૂટબોલની સમસ્યાઓ ઘણી ઊંડી છે. ઇન્ડિયન સુપર લીગનું ભવિષ્ય હજુ સ્પષ્ટ નથી. રાજ્યોની લીગ મેચો, જેમાંથી અસલી ખેલાડીઓ બહાર આવવા જોઈએ, તેની હાલત ખરાબ છે. નાના બાળકો માટેનાં પ્રોગ્રામ્સ માત્ર કાગળ પર કે વચનો પૂરતા મર્યાદિત દેખાય છે, અને ખેલાડીઓની ઉંમરમાં થતી હેરાફેરી જેવી મુશ્કેલીઓ હજુ પણ ચાલું જ છે.

    આપણે ત્યાં હંમેશા શોર્ટકટ શોધવાની ટેવ છે-કોચ બદલી નાખો, ટીમની સ્ટાઇલ બદલો કે ખેલાડીઓ બદલો. આ બધું કરવું સહેલું છે કારણ કે તેનાથી લોકોને લાગે કે કંઈક કામ થઈ રહ્યું છે. પણ માત્ર કોચ બદલવાથી વર્ષો જૂની સિસ્ટમની ખામીઓ દૂર નહીં થાય.

    જોકે, બધું જ નકારાત્મક નથી. પૂર્વ કેપ્ટન સુનિલ છેત્રીએ હંમેશાં કહ્યું છે કે આપણે નાની શરૂઆત કરવી જોઈએ. છેત્રીએ કહ્યું હતું કે, “આપણે એક-એક ડગલું આગળ વધવું પડશે. પહેલા આપણે એશિયાની ટોચની 15-20 ટીમોમાં જગ્યા બનાવવી પડશે, ત્યાર પછી જ વર્લ્ડ કપ વિશે વિચારી શકાય.”

    આ હિસાબે જોઈએ તો હજુ બહુ લાંબી સફર બાકી છે. અત્યારે વિદેશમાં રહેતાં ભારતીય મૂળનાં  ખેલાડીઓને ટીમમાં સામેલ કરવાની ચર્ચા ચાલી રહી છે, જેનાથી ટીમ થોડી મજબૂત થઈ શકે છે. પરંતુ આ કોઈ કાયમી ઉકેલ નથી. વિદેશી ખેલાડીઓ મદદ કરી શકે, પરંતુ તેઓ આપણાં દેશનાં યુવા વિકાસ, સારા કોચિંગ અને સ્થાનિક ફૂટબોલની જગ્યા ન લઈ શકે.

    FIFA World Cup
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    FIFA World Cup Norway star Erling હાલેન્ડે લખ્યું – મિશન ચાલું છે

    June 22, 2026
    ખેલ જગત

    FIFA World Cup જલવો બતાવવા માટે તૈયાર ફ્રાન્સનાં કેપ્ટન Kylian Mbappe

    June 22, 2026
    ખેલ જગત

    FIFA World Cup માં એશિયાના દેશો ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યા છે : અનેક ટીમોનો દબદબો

    June 22, 2026
    ખેલ જગત

    ફાઈનલમાં તોફાની ઈનિંગ બાદ ટીકાકારો પર વરસ્યો Vaibhav Suryavanshi

    June 22, 2026
    ખેલ જગત

    England પર ICC ની ચાબુક, WTC પોઈન્ટ કાપવાની સાથે ભારે દંડ પણ ફટકાર્યો

    June 22, 2026
    ખેલ જગત

    ‘હું જે ઇચ્છતો હતો, તે કરી શક્યો નહીં…’ :Vaibhav Sooryavanshi

    June 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પતિ સિદ્ધાર્થ અને પત્ની કિયારા બોક્સ ઓફિસ પર ટકરાશે

    June 22, 2026

    Vikram Bhatt નવી હોરર સાથે 1920 ફ્રેન્ચાઈસી ફરી શરૂ કરી

    June 22, 2026

    Aamir Khan-Gauri ધૂમધામની બદલે સાદગીથી લગ્ન કરશે

    June 22, 2026

    પ્રિયંકા ‘Varanasi’ ઉપરાંત એન્જલિના જોલી સાથે પણ સહયોગ કરશે

    June 22, 2026

    મહિનાઓની ડેટિંગ પછી Dhanush and Mrunal Thakur છૂટા પડયા

    June 22, 2026

    Anil Kapoor ની પુત્રી રિયાના 1.35 કરોડના ડાયમંડ ઇયરરિંગ્સ ચોરી

    June 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પતિ સિદ્ધાર્થ અને પત્ની કિયારા બોક્સ ઓફિસ પર ટકરાશે

    June 22, 2026

    Vikram Bhatt નવી હોરર સાથે 1920 ફ્રેન્ચાઈસી ફરી શરૂ કરી

    June 22, 2026

    Aamir Khan-Gauri ધૂમધામની બદલે સાદગીથી લગ્ન કરશે

    June 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.