Mumbai,તા,22
ફ્રાન્સનાં કેપ્ટન કિલિયન એમબાપે પોતાની 100મી મેચમાં શાનદાર પ્રદર્શન કરવા માટે તૈયાર છે. સેનેગલ સામેની પ્રથમ મેચમાં બે ગોલ કરીને ટીમને જીત અપાવનાર આ ફોરવર્ડ ખેલાડી આ મેચને યાદગાર બનાવવા માટે કોઈ કસર બાકી રાખવા માંગશે નહીં. ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સની ટીમ ઈરાક સામે જીત મેળવીને આગામી રાઉન્ડમાં પોતાનું સ્થાન પાકું કરવા ઈચ્છશે.
ફ્રાન્સની નજર સતત ચોથા વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ બે મેચ જીતવા પર છે. આ પહેલાં તેમણે 2014, 2018 અને 2022માં પોતાની શરૂઆતની બંને મેચો જીતી હતી.
મેચ ભારતીય સમય પ્રમાણે આજે રાત્રે : 2ઃ30 વાગ્યે આવશે.

