New York, તા. 22
વર્લ્ડ કપની પોતાની પ્રથમ જ મેચને યાદગાર બનાવનાર નોર્વેના ઇર્લિંગ હાલેન્ડ સેનેગલ સામેની બીજી મેચની તૈયારીઓમાં જોરશોરથી લાગી ગયાં છે. આ સ્ટાર સ્ટ્રાઈકરે રવિવારે પ્રેકિ્ટસની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતાં લખ્યું, ‘મિશન ચાલું છે’. નોર્વેની નજર સતત બીજી જીત મેળવીને અંતિમ-32માં સ્થાન પાકું કરવા પર છે.
હાલેન્ડે ઈરાક સામે 43 મિનિટમાં જ બે ગોલ કરીને ઈતિહાસ રચી દીધો હતો. તેઓ એક મેચમાં બે ગોલ કરનાર નોર્વેના પ્રથમ ખેલાડી છે. તે પોતાનું શાનદાર પ્રદર્શન ચાલું રાખીને ટીમને ત્રીજી વખત નોકઆઉટમાં પહોંચાડવા ઈચ્છશે.
નોર્વેએ ક્વોલિફિકેશન દરમિયાન 100 ટકા જીતનો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે, વર્લ્ડ કપ પહેલાં રમાયેલી ચાર પ્રેકિ્ટસ મેચોમાં તેઓ માત્ર એક જ જીત મેળવી શક્યાં હતાં. મેચ ભારતીય સમય પ્રમાણે મંગળવાર સવારે 5ઃ30 વાગ્યાથી શરૂ થશે

