New Delhi,તા,22
દેશમાં ગઈકાલે લેવાયેલી રી-નીટ પેપર લીક વગર હેમખેમ પુરી તો થઈ છે. પરંતુ બિહારની કુખ્યાત પેપર-સોલ્વીંગ ગેંગ સક્રીય હતી અને બહાર આવ્યુ છે તથા વિવિધ પરિક્ષા કેન્દ્ર પર બેસેલા `ડમી’ સહિત 30 લોકોની ધરપકડ કરી છે.
નીટમાં પ્રવેશ માટે બાયોમેટ્રીક સહિતની સુવિધા હતી પણ જે વિદ્યાર્થીઓના ડેટા ચોકકસ રીતે મેચ થતા ન હતા. તેઓને પરિક્ષા આપવા દેવાયા હતા પણ તુર્તજ તેઓની ચકાસણી કરવામાં આવી હતી.
બિહારના લખીસરાઈની સ્કુલ તથા કેન્દ્રીય વિદ્યાલય હસનપુર વિદ્યાલયની નવ ડમીને ઝડપી લેવાયા હતા. જેમાં એકલા કેન્દ્રીય વિદ્યાલયના જ 7 ડમી પરિક્ષા આપી રહ્યા હતા અન્ય 21 હજુ શંકાસ્પદ છે. તેઓએ પરિક્ષા આપી છે છતાં તેઓની તપાસ થશે.
આ તમામને બાયોમેટ્રીક મેચ થતા ન હતા અને તેથી તેઓની તપાસ થઈ હતી. ડમીઓની સામે કાનુની કાર્યવાહી થશે તથા મુળ પરીક્ષાર્થી પણ બ્લેક લીસ્ટેડ થશે. બિહારમાં વિવિધ પરિક્ષાઓમાં આ રીતે ડમી મારફત પેપર આપી પાસ કરાવવા માટે એક વ્યવસ્થિત ગેંગ ચાલે છે જે કોચીંગ સેન્ટર- સ્કુલોમાં સક્રીય છે અને જંગી નાણા લઈને આ પ્રકારે `પાસ’ કરી દેવાય છે.

