Ayodhya,તા,22
શ્રીરામ જન્મભૂમિમાં રામલલ્લાનાં ચડાવામાં ગોટાળાની તપાસ માટે ગઠિત એસઆઈ આજે સોમવારે પ્રારંભીક રિપોર્ટ શાસનને સોંપી શકે છે. આ ટીમ રવિવારે પણ પુરી સક્રિયતાથી કામ કરતી રહી હતી.
સુત્રો જણાવે છે કે, શાસનના પુનઃનિર્દેશ પર આગળની કાર્યવાહી નિશ્ચિત થઈ જશે. જેમાં પ્રથમ દ્રષ્ટિએ દોષસિધ્ધિના આધારે સંબંધિતોની સામે દોષસિધ્ધિના આધારે એફઆઈઆર કરવામાં આવશે.
ટ્રસ્ટના સભ્ય નૃપેન્દ્ર મિશ્રાએ પણ કહ્યું હતું કે સામાન્ય ભકતોની જેમ વડાપ્રધાન મોદી પણ ઘટનાથી ચિંતીત છે. તેમણે ગૃહ મંત્રાલયેથી પણ વસ્તુ સ્થિતિની માહીતી મેળવી હશે.બીજી બાજુ નૃપેન્દ્રનાં નિવેદનથી આરોપીના પિંજરામાં આવેલા ટ્રસ્ટીઓ અસહજતા અનુભવી રહ્યા છે.
બીજી બાજુ ઉતર પ્રદેશનાં ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય રામમંદિરમાં ચડાવા પ્રકરણમાં કહ્યું છે કે તપાસ રિપોર્ટનાં આધારે નિયમાનુસાર કાર્યવાહી થશે.આસ્થા સાથે સંકળાયેલા વિષયો પર સરકાર પુરી ગંભીરતાથી કામ કરી રહી છે.
બીજી બાજુ એસઆઈટી રામમંદિરમાં ચડાવામાં હેરાફેરીનો આરોપ લગાવનારાઓની પણ પૂછપરછ કરશે.મહિપાલ, દીનાનાથ, આચાર્ય વિનોદ મિશ્રા, શશીચરણ શર્મા સહીત અનેકની પૂછપરછ થશે.

