New Delhi,તા,22
ઈરાન કટોકટી હવે અંત ભણી આગળ વધી રહી છે તેથી આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડતેલના ભાવમાં ઘટાડો થવા લાગ્યો છે અને બ્રેન્ટ ક્રુડ છેક 78-80 ડોલર જેવા ભાવે પહોંચી ગયું છે.
તે પછી સરકારે પેટ્રોલ-ડિઝલના ભાવમાં જે છેલ્લા બે માસમાં રૂા.7.80 પ્રતિલીટર જેવો વધારો કર્યો છે તે કયારે ઘટાડાશે તેનો સસ્પેન્સ છે તે વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી શ્રી હરદીપસિંહ પુરી એ સંકેત આપતા જણાવ્યું કે, એક વખત સસ્તુ ક્રુડ તેલ રિફાઈનરી પહોંચવા લાગશે એટલે પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડાશે.
ઉતરપ્રદેશમાં એક કાર્યક્રમ બાદ પડકારો સાથેની વાતચીતમાં પુરીએ કહ્યું કે, રિફાઈનરીમાં હાલ ઉંચા ભાવનું ક્રુડતેલ પ્રોસેસ કરે છે અને જેવું સસ્તુ ક્રુડતેલ રિફાઈનરી પહોંચવા લાગશે કે તેની અસર ગાહક ભાવમાં અપાશે.
તેઓએ દાવો કર્યો કે, જે રીતે ક્રુડતેલના ભાવ વધ્યા તેટલો ભાવ વધારો ગ્રાહકોના માથે લાદવામાં આવ્યો ન હતો અને સરકારે ઓછામાં ઓછો બોજો ઉપભોકતા પર આવે તે ચિંતા કરી હતી.

