(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૨
Morbiના દલવાડી સર્કલ નજીક આવેલ વાડી વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ડમ્પિંગ સાઈટ બનાવવા હિલચાલ ચાલી રહી છે જેનો અગાઉ સ્થાનિકોએ વિરોધ કરી ડમ્પિંગ સાઈટ રહેણાંક વિસ્તારમાં નહિ બનાવવા માંગ કરી હતી અને રવિવારે મંત્રી કાન્તિલાલ અમૃતિયાને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી હતી
Morbiના દલવાડી સર્કલ નજીક આવેલ વાડી વિસ્તારના રહીશોએ મંત્રી કાન્તિલાલ અમૃતિયાના નિવાસસ્થાને રૂબરૂ રજૂઆત કરી હતી મંત્રીને રૂબરૂ મળીને ડમ્પિંગ સાઈટ બનાવવા સામે વાડી વિસ્તારના રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો સરકારી જગ્યામાં ડમ્પિંગ સાઈટને બદલે રહેણાંક વિસ્તાર હોવાથી સ્કૂલ અથવા બગીચો બનાવાય તેવી સ્થાનિકોએ માંગ કરી હતી

