(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૨
શોભેશ્વર રોડ પર દારૂનો ધંધો કરતા કાકા સામે પોલીસ કેસ થાય ત્યારે ભત્રીજો પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખી કાકા અને પિતરાઈ સહીત ચાર ઇસમોએ યુવાનને તીક્ષ્ણ હથિયારના ઘા અને બંદુકના ભડાકા કરી મોતને ઘાટ ઉતારી દીધાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને પગલે પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લઈને કાયદેસે કાર્યવાહી હાથ ધરી છે
સુરેન્દ્રનગર સુધારા પ્લોટના રહેવાસી ઈરફાન ગફુર ભટ્ટીએ આરોપીઓ ફારૂક અલારખા ભટ્ટી, રીયાઝ ફારૂક ભટ્ટી, સમીર સૈયદ અને નાઝીમ દિવાન રહે બધા થાનગઢ સુરેન્દ્રનગર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીના કાકા ફારૂકભાઈ અલ્લારખાભાઈ ભટ્ટી ઈંગ્લીશ દારૂનો ગેરકાયદેસર ધંધો કરતા હતા અને જયારે તેના પર પોલીસ કેસ થાય ત્યારે કાકા ફરિયાદીના ભાઈ હનીફને કહેતા મારા ધંધાની પોલીસને તું બાતમી આપી મને પોલીસમાં પકડાવે છે તેવો શક વહેમ રાખી ભાઈ સાથે ઝઘડા કરતો હતો અને જેનો ખાર રાખી કાકા ફારૂક, તેનો દીકરો રીયાઝ અને સાથે કામ કરતા સમીર અને નાઝીમ એમ ચારેય ઇસમોએ ભાઈ હનીફભાઈને તીક્ષ્ણ હથિયારના ઘા મારી તેમજ બંદુકના ભડાકા કરી મોતને ઘાટ ઉતાર્યો હતો
Morbi સીટી બી ડીવીઝન પોલીસે હત્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જેમાં ખાનગી રાહે બાતમી મળી હતી કે હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપી ફારૂક અલ્લારખા અને સમીર બંને થાનગઢ જયારે આરોપી રીયાઝ અને નાઝીમ બંને વાંકાનેર હાઈવે પર શક્તિ ચેમ્બર ખાતે છે જેથી એક ટીમ થાનગઢ રવાના કરી તેમજ એક ટીમ શક્તિ ચેમ્બર મોકલી હતી અને હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપી ફારૂક અલ્લારખા ઉર્ફે બટુક કવાલ ભટ્ટી, સમીર જાકીર પીરજાદા, રીયાઝ ફારૂક ભટ્ટી અને નાઝીમ દિલાવર ઉર્ફે મુનાફ દિવાન રહે ચારેય થાનગઢ વાળાને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે
હત્યાના ગુનામાં સંડોવાયેલ ચારેય ઈસમો રીઢા ગુનેગાર હોવાનું ખુલ્યું છે આરોપી ફારૂક ભટ્ટી વિરુદ્ધ થાનગઢ, જોરાવરનગર, વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશન સહિતના ત્રણ ગુના નોંધાઈ ચૂકયા છે આરોપી સીર વિરુદ્ધ થાનગઢ અને જોરાવરનાગર પોલીસમાં પ્રોહીબીશન અને આર્મ્સ એક્ટ મુજબ, આરોપી રીયાઝ ભટ્ટી વિરુદ્ધ જોરાવરનગરમાં આર્મ્સ એક્ટ તેમજ નિઝામ વિરુદ્ધ જોરાવરનગર પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધાઈ ચુક્યો છે

