(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૨
Morbi તાલુકા જેતપર ગામે ખેડૂતો વળતર સહિતની માંગ સાથે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે જેમાં મહિલાઓ અને બાળકો પણ જોડાઈ ગયા છે જેતપર ગામે પ્રતિદિન અલગ અલગ કાર્યક્રમો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જેમાં ગત રાત્રીના જેતપર ગામે હકાભા ગઢવીના ડાયરામાં વિશાળ જનમેદની ઉમટી પડતા જગ્યા ઓછી પડી ગઈ હતી હજારોની ભીડ ડાયરામાં જોવા મળી હતી
જેતપર ગામે ઉપવાસ આંદોલનમાં અગાઉ એક આંદોલનકારીની તબિયત લથડી હતી તો આજે આંદોલનના પાંચમાં દિવસે નીલેશ એરવાડિયાની તબિયત લથડી હતી જેથી તેને તુરંત સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો તો ખાનગી કંપનીની દાદાગીરી હજુ પણ જોવા મળી રહી છે કંપની દ્વારા ખેડુતના ખેતરમાં ક્રોન્ક્રિત માલનો ગોળો ઠાલવવામાં આવી રહ્યો છે જેના વિડીયો ખેડૂતોએ જાહેર કરી ખંગની કંપનીની દાદાગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી
હાસ્ય કલાકાર હકાભા ગઢવી ખેડૂતોના સમર્થનમાં, તમામ ડાયરા ફ્રીમાં કરવાની જાહેરાત
જેતપર ગામે જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીનો ડાયરો યોજાયો હતો જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા મંચ પરથી હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ ખેડૂતોને સમર્થન જાહેર કરી ખેડૂતો માટે જેટલા ડાયરા કરવા પડે તે તમામ ડાયરા ફ્રી કરશે તેમ જણાવ્યું હતું હકાભા ગઢવીએ ખેડૂતોને સરકાર યોગ્ય વળતર આપે અને ખેડૂતોનો અવાજ સાંભળે તેવી રજૂઆત કરી હતી તેમજ પક્ષમાં હોય તે બોલી સકતા નથી તેવો કટાક્ષ કર્યો હતો

