(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૪
કાલાવડ તાલુકાના ટોડા ગામે એક શ્રમિકનું કૂવામાં પડી જતાં અકસ્માતે મૃત્યુ નીપજ્યાનો બનાવ સામે આવ્યો છે.મૂળ દાહોદ જિલ્લાના ભુવેરા ગામના અને હાલ ટોડા ગામે ખેતીમજૂરી કરતા દસુભાઈ બીજ્યાભાઈ પરમાર (ઉંમર ૪૦ વર્ષ)નું મૃત્યુ થયું હતું. તેમના ભાઈ મુકેશભાઈ બીજ્યાભાઈ પરમારે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં જાણ કરી હતી.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે દસુભાઈને છેલ્લા ચાર વર્ષથી વાઇ આવવાની તકલીફ હતી. બનાવના દિવસે સવારે તેમને વાઇનો હુમલો આવતાં નજીક આવેલા કૂવામાં પડી ગયા હતા. જેના કારણે માથાના ભાગે ગંભીર અઇજા પહોંચતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.કાલાવડ ગ્રામ્ય પોલીસે બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ હેઠળ અકસ્માત મૃત્યુ અંગે નોંધી કરી વધુ તપાસ હાથ ધરી છે.

