(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૪
ધ્રોલ તાલુકાના દેડકદડ ગામની સીમમાં આવેલી વાડીમાં ખેતી કામ દરમિયાન એક બુઝુર્ગનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ દેડકદડ ગામના રહેવાસી મુળજીભાઈ નરશીભાઈ ઝીંઝુવાડીયા (ઉ.વ. ૬૫) રાજેન્દ્રસિંહ જાડેજાની ખેતીની જમીનમાં મજૂરી કામ કરતા હતા. દરમિયાન તા. ૨૨ જૂનના રોજ રાત્રે ૧૦.૦૦ વાગ્યા અગાઉ કોઈપણ સમયે તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે તેમના પુત્ર રઘુભાઈ મુળજીભાઈ ઝીંઝુવાડીયાએ ધ્રોલ પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

