Surendranagar તા.26
ધ્રાંગધ્રા તાલુકા પોલીસે નવલગઢ ગામ નજીકથી એક કારમાંથી 300 લિટર દેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કેસમાં રાજપરના શ્રવણ ઉર્ફે લાખો મનસુખ સજાણીની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસને બાતમી મળી હતી કે નવલગઢ ગામ નજીક એક કારમાં દેશી દારૂની હેરફેર થઈ રહી છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ GJ 13 CD 9691 નંબરવાળી કાર નીકળતા પોલીસે તેનો પીછો કરીને તેને આંતરી લીધી હતી.
કારની તલાશી લેતા તેમાંથી 60,000 રૂપિયાની કિંમતનો 300 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે 3,00,000 રૂપિયાની કિંમતની કાર પણ જપ્ત કરી છે. કુલ 3.60 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના યુવરાજસિંહ સોલંકી, હિતુભા ઝાલા, નિલેશભાઈ પિત્રોડા સહિતના સ્ટાફે આ કાર્યવાહી કરી હતી. પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છ

