(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૬
Morbiની સરતાનપર ચોકડી પાસેથી કારમાં બે મિત્રો જતા હતા અને કાર ચાલકે કાબુ ગુમાવતા આગળ જતા ડમ્પર પાછળ કાર અથડાઈ જતા કારમાં સવાર બંને મિત્રોના કરુણ મોત થયા હતા મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે
Morbiના ખાખરાળા ગામે રહેતા દશરથભાઈ સામતભાઈ અઘારા નામના યુવાને કાર જીજે ૩૬ એઆર ૬૧૩૧ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૨૫ ના રોજ ફરિયાદીના મોટાભાઈ મહેશભાઈ અને તેના મિત્ર અરવિંદભાઈ જેસિંગભાઈ ઉડેચા રહે સરતાનપર વાળાની પંચ ગાડી જીજે ૨૬ એઆર ૬૧૩૧ લઈને જતા હતા સરતાનપર રોડ, સરતાનપર ચોકડી પાસે પહોંચતા અરવિંદભાઈએ પોતાની કાર પુરઝડપે ચલાવી ડમ્પર જીજે ૦૩ સયું ૮૯૧૩ પાછળના ભાગે અથડાવી અકસ્માત કર્યો હતો
જે અકસ્માતમાં કાર ચાલક અરવિંદભાઈ ઉડેચાને અને ફરિયાદીના મોટાભાઈ મહેશભાઈ અઘારા બંનેને માથા અને પગમાં ગંભીર ઈજા પહોંચતા બંનેના મોત થયા હતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતના બનાવ મામલે ફરિયાદ નોધી તપાસ ચલાવી છે

