(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૬
મોરબી શહેરમાં આવતી જીલ્લા પંચાયત હસ્તકની તમામ પ્રાથમિક શાળાને મહાનગરપાલિકા હસ્તક લેવાની માંગ સાથે મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા મેયરને લેખિત રજૂઆત કરવામાં આવી છે
રજૂઆતમાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર-ગુજરાતની તમામ મહાનગરપાલિકામાં જીલ્લા પંચાયતની પ્રાથમિક શાળા જે ચાલે છે તે તેના હસ્તક લઇ લીધી છે હાલ મોરબીમાં વર્ષોથી બાલમંદિર બંધ થઇ ગયા છે કોઈ શિક્ષણ સંસ્થા ચાલતી નથી છતાં શૈક્ષણિક ટેક્ષ ઉઘરાવવામાં આવે છે હાલ ખાનગી શાળા દ્વારા ચાલતા બાલમંદિરમાં ઘણી ઉંચી ફી લેવામાં આવે છે જે ગરીબ અને મધ્યમ વર્ગને પોસાય તેમ નથી એક કુટુંબમાં ત્રણ બાળકો ભણતા હોય છે તો ગરીબ પરિવારનું બજેટ ખોરવાઈ જતું હોય છે હવે સમય આવી ગયો છે કે મોરબી મહાનગરપાલિકા હદમાં આવતી તમામ પ્રાથમિક શાળા જે જીલ્લા પંચાયત હસ્તક ચાલે છે તે મહાનગરપાલિકા હસ્તક લેવામાં આવે તો તેમાં બાલમંદિરની વ્યવસ્થા થઇ સકે

