૧૦માં ધોરણ સુધી જૂનું લેંગ્વેજ કોમ્બિનેશન લાગુ રહેશે
New Delhi, તા.૨૬
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ થ્રી લેંગ્વેજ પોલિસી (ત્રિભાષીય ફોર્મ્યુલા) ને લઈને એક મોટો નિર્ણય લીધો છે. સીબીએસઈ દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર, હાલના સમયમાં સીબીએસઈ સંલગ્ન શાળાઓમાં ૭માંથી ૯માં ધોરણમાં ભણી રહેલા સ્ટુડન્ટ્સ પર નવી શિક્ષણ નીતિ (દ્ગઈઁ) ૨૦૨૦ લાગુ થશે નહીં, અને ૧૦માં ધોરણના સ્ટુડન્ટ્સ બે ફોરેન લેંગ્વેજ (વિદેશી ભાષાઓ) સાથે જ બોર્ડની એક્ઝામ આપી શકશે. એટલે કે, ૭માંથી લઈને ૧૦માં ધોરણ સુધીના સ્ટુડન્ટ્સ માટે હાલ પૂરતા ભાષાની પસંદગી અને પરીક્ષાને લઈને જૂના નિયમો જ ચાલુ રહેશે.
હાલના સમયમાં ૭માં, ૮માં અને ૯માં ધોરણમાં ભણી રહેલા સ્ટુડન્ટ્સને નવી શિક્ષણ નીતિ ( NEP) ૨૦૨૦ હેઠળ થ્રી લેંગ્વેજ પોલિસીમાંથી રાહત આપવામાં આવી છે.
આ રાહતના કારણે સીબીએસઈ સંલગ્ન શાળાઓમાં ૭માં, ૮માં અને ૯માં ધોરણમાં ભણતા એવા સ્ટુડન્ટ્સ કે જેમણે થ્રી લેંગ્વેજ પોલિસી હેઠળ બે ફોરેન લેંગ્વેજ પસંદ કરી છે, તેઓ ૧૦માં ધોરણ સુધી તે જ ભાષાઓ સાથે પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકે છે.
નવી શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ હેઠળ અમલમાં આવનારો નવો થ્રી લેંગ્વેજ ફોર્મ્યુલા, જેમાં ઓછામાં ઓછી બે ભારતીય ભાષાઓ ભણવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે, તે માત્ર છઠ્ઠા ધોરણમાં એડમિશન લેનારા સ્ટુડન્ટ્સ પર જ લાગુ થશે. જેમ-જેમ આ ધોરણ આગળ વધશે (એટલે કે વિદ્યાર્થીઓ આગળના ધોરણમાં જશે), તેમ-તેમ તેઓ આ જ લેંગ્વેજ કોમ્બિનેશન સાથે પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકશે. ટૂંકમાં કહીએ તો, સીબીએસઈએ નવી થ્રી લેંગ્વેજ પોલિસીમાંથી અત્યારે ૭માં, ૮માં, ૯માં અને ૧૦માં ધોરણમાં ભણી રહેલા વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે.

