(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૬
Wankaner નેશનલ હાઈવે પરથી આધેડ બાઈક લઈને ઘરે જતા હતા ત્યારે રોંગ સાઈડમાં ડમ્પર ચાલકે પુરઝડપે ચલાવી બાઈકને ઠોકર મારી હતી જે અકસ્માતમાં આધેડનું મોત થયું હતું અકસ્માત સર્જી ડમ્પર ચાલક ડમ્પર લઈને નાસી ગયો હતો વાંકાનેર તાલુકા પોલીસે બનાવ મામલે ફરિયાદ નોંધી છે
ચોટીલા તાલુકાના ખેરડી ગામે રહેતા વિપુલભાઈ રમેશભાઈ ગોયલ (ઉ.વ.૨૩) વાળાએ ડમ્પર જીજે ૩૯ ટીબી ૬૫૦૭ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પિતા રમેશભાઈ ગોયલ ગત તા. ૨૧ જુનના બપોરના બે વાગ્યાના અરસામાં પોતાનું બાઈક જીજે ૧૩ બીડી ૪૪૫૨ લઈને ખીજડીયા ગામેથી પોતાના ઘરે ખેરડી ગામ જતા હતા ત્યારે રાજકોટ ચોટીલા નેશનલ હાઈવે રોડ પર ભલગામ પેટ્રોલ પંપ નજીક પહોંચતા સામેથી રોંગ સાઈડમાં ડમ્પર ચાલકે પુરઝડપે ચલાવી આવ્યો હતો અને બાઈકને સામેથી ટક્કર મારી હતી
જે અકસ્માતમાં બાઈક ચાલક ફરિયાદીના પિતા રમેશભાઈ પડી જતા માથામાં અને શરીરે તેમજ પગમાં ગંભીર ઈજાઓ પહોંચતા મોત થયું હતું ડમ્પર ચાલક ડમ્પર લઈને નાસી ગયો હતો વાંકાનેર તાલુકા પોલીસે ફરાર ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

