મોંગલા પોર્ટને લઈને હવે બાંગ્લાદેશે ચીન સાથે હાથ મિલાવ્યા છે, ભારત માટે આ ખૂબ મહત્વપૂર્ણ બંદર હતું
Dhaka, તા.૨૬
તીસ્તા નદી પ્રોજેક્ટ પછી બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાને ચીન સાથે વધુ એક એવી ડીલ કરી છે, જેને ભારત માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. મોંગલા પોર્ટને લઈને હવે બાંગ્લાદેશે ચીન સાથે હાથ મિલાવ્યા છે, ભારત માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ બંદર હતું. તેનું નિર્માણ પણ મૂળભૂત રીતે ઈન્ડિયન ઈકોનોમિક ઝોન માટે સૂચિત જમીન પર કરવામાં આવશે. બેઇજિંગમાં આ સમજૂતી પત્ર (ર્સ્ેં) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
બેઇજિંગમાં બાંગ્લાદેશ ઇકોનોમિક ઝોન ઓથોરિટીએ (૨૫ જૂન) ના રોજ તારિક રહેમાનની હાજરીમાં ચીનની સરકારી સિવિલ એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન સાથે ચીન-બાંગ્લાદેશ મોંગલા પોર્ટ આર્થિક ક્ષેત્ર માટે એક સમજૂતી પત્ર (ર્સ્ેં) પર હસ્તાક્ષર કર્યા છે. તેને બાગેરહાટમાં મોંગલા પોર્ટને અડીને આવેલી ૧૧૦ એકર જમીન પર વિકસાવવામાં આવશે.
-બાંગ્લાદેશ વચ્ચેની દ્વિપક્ષીય પહેલ હેઠળ આ જમીન પહેલા ઈન્ડિયન ઈકોનોમિક ઝોનને આપવામાં આવી હતી, પરંતુ તેના પર નિર્ધારિત સમયમાં કામ શરૂ ન થઈ શકવાનું કારણ આપીને મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારે ઓક્ટોબર ૨૦૨૫માં આ પ્રોજેક્ટને લિસ્ટમાંથી હટાવી દીધો હતો. બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાન ચીનની મુલાકાતે છે. તેમની રોકાણની વ્યૂહરચનાના સંદર્ભમાં આ નિર્ણયને એક મોટા ફેરફાર તરીકે જોવામાં આવી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે બાંગ્લાદેશ વધુ ચીની રોકાણને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ રોકાણમાં મોંગલા કરાર પણ સામેલ છે, જેના પર તારિક રહેમાનની ચીન યાત્રા દરમિયાન આર્થિક સહયોગને મજબૂત કરવા માટે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, બાંગ્લાદેશ ઇકોનોમિક ઝોન્સ ઓથોરિટીએ ચટ્ટગ્રામના અનવારામાં ચીની આર્થિક અને ઔદ્યોગિક ક્ષેત્ર માટે ચાઇના રોડ એન્ડ બ્રિજ કોર્પોરેશન સાથે પણ એક વિકાસ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
આ પહેલા, બાંગ્લાદેશ અને ચીન તીસ્તા નદી પરિયોજના પર સહયોગ કરવા માટે સંમત થયા છે. ચીને કહ્યું કે, બાંગ્લાદેશને જળ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં ચીનના અનુભવથી ફાયદો થઈ શકે છે. બાંગ્લાદેશની સરકારી ન્યૂઝ એજન્સી મ્જીજી અનુસાર, આ સહમતિ ચીનના જળ સંસાધન મંત્રી લી ગુઓયિંગની બેઇજિંગમાં હાજર બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાન સાથેની મુલાકાત દરમિયાન બની હતી.

