Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ayodhya રામ મંદિરમાં ચોરીનો દાવોઃ ’ચંપત રાયને અયોધ્યા છોડી દેવું જોઈએ,’ ફૈઝાબાદ બાર એસોસિએશન ચેતવણી આપી

    June 29, 2026

    Morbi: ૧૦૦ ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર પહોંચ્યા, ખેડૂત આંદોલનને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈઓનું સમર્થન મળ્યું

    June 29, 2026

    Ahmedabad:મેટ્રિમોનીયલ સાઇટથી રોકાણની લાલચ આપી રૂ.૨.૩૦ કરોડની સાયબર ઠગાઈ

    June 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ayodhya રામ મંદિરમાં ચોરીનો દાવોઃ ’ચંપત રાયને અયોધ્યા છોડી દેવું જોઈએ,’ ફૈઝાબાદ બાર એસોસિએશન ચેતવણી આપી
    • Morbi: ૧૦૦ ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર પહોંચ્યા, ખેડૂત આંદોલનને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈઓનું સમર્થન મળ્યું
    • Ahmedabad:મેટ્રિમોનીયલ સાઇટથી રોકાણની લાલચ આપી રૂ.૨.૩૦ કરોડની સાયબર ઠગાઈ
    • Amreli: ધારી ગીર પૂર્વમાં સિંહબાળનું રહસ્યમય મોત, ઇલેક્ટ્રિક શોકની આશંકા; વનવિભાગે તપાસ તેજ કરી
    • CM Bhupendra Patel વિવિધ જિલ્લાઓમાં ૮ નવી જીઆઇડીસીની સ્થાપનાની જાહેરાત કરી
    • Surat: ગુજરાતના રાજ્યકક્ષાના રમતગમત મંત્રી ડૉ. જયરામ ગામીતને હાર્ટ એટેક આવ્યો
    • Ahmedabad: ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા; ૧૬મીએ રથયાત્રા
    • volatility અને નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે બજાર પર દબાણ….!!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Trump ૧.૬ અબજ ડોલરની ડીલ દ્વારા દીકરાઓને બમ્પર કમાણી કરાવતા હોબાળો
    આંતરરાષ્ટ્રીય

    Trump ૧.૬ અબજ ડોલરની ડીલ દ્વારા દીકરાઓને બમ્પર કમાણી કરાવતા હોબાળો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 29, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કઝાકિસ્તાન સાથે થયેલો આ સોદો અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યાપારી વ્યૂહનીતિની દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વનો માનવામાં આવે છે

    Washington તા.૨૯

    અમેરિકાના રાજકારણમાંથી આ સમયે એક બહુ મોટો વિવાદ સામે આવી રહ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવાર અને તેમની સરકારના મંત્રીઓ પર સરકારી ડીલના બહાને પોતાના ખિસ્સા ભરવાના ગંભીર આક્ષેપો થયા છે. એક મીડિયા રિપોર્ટમાં થયેલા ખુલાસા પ્રમાણે, અમેરિકન સરકારે તાજેતરમાં એક એવી મોટી ડીલ કરી છે જેનાથી ટ્રમ્પના દીકરાઓને અબજો રૂપિયાનો ફાયદો થવા જઈ રહ્યો છે. આ નફાકારક ડીલમાં ટ્રમ્પ પરિવારની સાથે અમેરિકાના વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિકનું નામ પણ સામે આવ્યું છે, જેના કારણે હવે ટ્રમ્પ પ્રશાસનની ‘અમેરિકા ફર્સ્ટ’ની નીતિ સામે મોટા સવાલો ઊભા થયા છે.એક મીડિયા રિપોર્ટ બાદ આ આખો વિવાદ શરૂ થયો છે. આ અહેવાલ મુજબ, અમેરિકાએ તાજેતરમાં કઝાકિસ્તાન સાથે દુનિયાના સૌથી મોટા દુર્લભ ખનિજ ‘ટંગસ્ટન’ના ભંડારને વિકસાવવા માટે ૧.૬ અબજ ડોલર એટલે કે આશરે ૧૩,૫૦૦ કરોડ રૂપિયાની સરકારી ડીલ કરી છે. ચોંકાવનારી વાત એ છે કે આ સરકારી સોદાથી સીધેસીધો આર્થિક ફાયદો ડોનાલ્ડ ટ્રમ્પના દીકરાઓ અને તેમના વાણિજ્ય મંત્રીના પરિવારને થવાનો છે.કઝાકિસ્તાન સાથે થયેલો આ સોદો અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યાપારી વ્યૂહનીતિની દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વનો માનવામાં આવે છે. હાલમાં વૈશ્વિક ટંગસ્ટન માર્કેટ પર ચીનનો સંપૂર્ણ કબજો છે અને ચીન સતત આ દુર્લભ ખનિજના એક્સપોર્ટ પર પ્રતિબંધો વધારી રહ્યું છે. ટંગસ્ટનનો ઉપયોગ મિસાઇલ વોરહેડ્‌સ, ફાઈટર જેટ્‌સ, સેમિકન્ડક્ટર્સ અને કટોકટીના સમયની એડવાન્સ સૈન્ય ટેન્કોલોજીમાં થાય છે. અમેરિકા આ ડીલ દ્વારા ચીન પરની પોતાની નિર્ભરતા ખતમ કરવા માગે છે, પરંતુ હવે ટંગસ્ટન કરતાં વધુ ચર્ચા તે ચહેરાઓની થઈ રહી છે જેમની તિજોરીઓ આ સરકારી સોદાથી ભરાવાની છે.દસ્તાવેજો અનુસાર, સરકારી ડીલની વાતચીત દરમિયાન જ ટ્રમ્પ અને તેમના મંત્રીઓના પરિવારો આ સોદામાં ભાગીદારી ખરીદી રહ્યા હતા. સપ્ટેમ્બર ૨૦૨૫માં ન્યૂયોર્કની સેન્ટ રેજિસ હોટેલમાં વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિક અને કઝાકિસ્તાનના પીએમ વચ્ચે બેઠક થઈ, જેમાં ટ્રમ્પે પોતે ફોન કોલ કરીને કઝાકિસ્તાનને રાજી કર્યું હતું.આ મીટિંગના થોડા જ અઠવાડિયામાં, ટ્રમ્પ ટાવરથી ચાલતી ‘ડોમિનારી સિક્યોરિટીઝ’ નામની ઇન્વેસ્ટમેન્ટ ફર્મે આ પ્રોજેક્ટની મુખ્ય કંપનીના શેર ખરીદી લીધા, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને એરિક ટ્રમ્પની ૨૦% હિસ્સેદારી છે. બીજી તરફ, વાણિજ્ય મંત્રીના દીકરાઓની કંપની ‘કેન્ટર ફિટ્‌ઝગેરાલ્ડ’ ઇન્વેસ્ટમેન્ટ બેંકે પણ આ પ્રોજેક્ટ માટે ૨૧૦ મિલિયન ડોલરનું ફંડ એકઠું કરી લીધું હતું.રિપોર્ટ મુજબ આ કોઈ એકમાત્ર કિસ્સો નથી; ટ્રમ્પ અને લુટનિક પરિવારની કંપનીઓ સરકાર સમર્થિત આવા ઓછામાં ઓછા ૧૪ માઇનિંગ પ્રોજેક્ટ્‌સમાં હિસ્સો ધરાવે છે. આ કંપનીઓ અમેરિકન સરકાર પાસેથી અંદાજે ૮.૯ અબજ ડોલરનું ફેડરલ ફંડિંગ, લોન કે મંજૂરી મેળવવાની રેસમાં સૌથી આગળ છે.આ મામલે અમેરિકન સાંસદ મેક્સિન ડેક્સ્ટરે આકરો વાંધો ઉઠાવતા કહ્યું કે, સંસદે એ જોવું પડશે કે ટેક્સદાતાઓના પૈસા દેશહિતમાં વપરાય, નહીં કે ટ્રમ્પ પરિવારના ખિસ્સા ભરવા. બીજી તરફ, વ્હાઇટ હાઉસના પ્રવક્તા કુશ દેસાઈએ આક્ષેપો નકારીને સ્પષ્ટતા કરી છે કે, નિર્ણયો પાછળ માત્ર જનતાનું હિત અને સપ્લાય ચેનની સુરક્ષા જ અમેરિકન પ્રમુખની પ્રાથમિકતા છે.

    $1.6 billion deal Donalad-Trump Washington
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Colorado-Utah Border પરના જંગલોમાં ભયાનક આગઃ ૩નાં મોત, ૨ ઘાયલ

    June 29, 2026
    આંતરરાષ્ટ્રીય

    America and Iran વચ્ચે હુમલા બંધ થઈ ગયા છે, આ અઠવાડિયે દોહામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે

    June 29, 2026
    આંતરરાષ્ટ્રીય

    Pakistan અફઘાનિસ્તાન સરહદ પર હુમલો કર્યો, ૨૯ લોકો માર્યા ગયા

    June 29, 2026
    સૌરાષ્ટ્ર

    Somnath બન્યું યાત્રિકોનું પ્રથમ પસંદગીનું તીર્થસ્થાન ’ઇન્ડિયા ટુડે’ દ્વારા બેસ્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશનનો એવોર્ડ એનાયત

    June 29, 2026
    રાષ્ટ્રીય

    ભારત ધીરે ધીરે Arunachal ગુમાવી રહ્યું છે! સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો

    June 29, 2026
    રાષ્ટ્રીય

    Assam-Arunachal Pradesh માં મેઘતાંડવ, રોડ-રસ્તા ડૂબ્યા, બ્રિજ ધરાશાયી, જનજીવન ઠપ

    June 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ayodhya રામ મંદિરમાં ચોરીનો દાવોઃ ’ચંપત રાયને અયોધ્યા છોડી દેવું જોઈએ,’ ફૈઝાબાદ બાર એસોસિએશન ચેતવણી આપી

    June 29, 2026

    Morbi: ૧૦૦ ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર પહોંચ્યા, ખેડૂત આંદોલનને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈઓનું સમર્થન મળ્યું

    June 29, 2026

    Ahmedabad:મેટ્રિમોનીયલ સાઇટથી રોકાણની લાલચ આપી રૂ.૨.૩૦ કરોડની સાયબર ઠગાઈ

    June 29, 2026

    Amreli: ધારી ગીર પૂર્વમાં સિંહબાળનું રહસ્યમય મોત, ઇલેક્ટ્રિક શોકની આશંકા; વનવિભાગે તપાસ તેજ કરી

    June 29, 2026

    CM Bhupendra Patel વિવિધ જિલ્લાઓમાં ૮ નવી જીઆઇડીસીની સ્થાપનાની જાહેરાત કરી

    June 29, 2026

    Surat: ગુજરાતના રાજ્યકક્ષાના રમતગમત મંત્રી ડૉ. જયરામ ગામીતને હાર્ટ એટેક આવ્યો

    June 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ayodhya રામ મંદિરમાં ચોરીનો દાવોઃ ’ચંપત રાયને અયોધ્યા છોડી દેવું જોઈએ,’ ફૈઝાબાદ બાર એસોસિએશન ચેતવણી આપી

    June 29, 2026

    Morbi: ૧૦૦ ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર પહોંચ્યા, ખેડૂત આંદોલનને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈઓનું સમર્થન મળ્યું

    June 29, 2026

    Ahmedabad:મેટ્રિમોનીયલ સાઇટથી રોકાણની લાલચ આપી રૂ.૨.૩૦ કરોડની સાયબર ઠગાઈ

    June 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.