Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jetpur ના રણુજા ધામ મંદિરના મહંતનો આપઘાત

    June 29, 2026

    Amreli: લાઠી-અમરેલી હાઈવે પર ટોડા નજીકના કોઝવે પર રેલિંગનો અભાવ

    June 29, 2026

    Amreli: લાઠીના ભુરખિયામાં ધાર્મિક વિધિના નામે ઠગાઈ કરનારા બે શખ્સો ઝડપાયા

    June 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jetpur ના રણુજા ધામ મંદિરના મહંતનો આપઘાત
    • Amreli: લાઠી-અમરેલી હાઈવે પર ટોડા નજીકના કોઝવે પર રેલિંગનો અભાવ
    • Amreli: લાઠીના ભુરખિયામાં ધાર્મિક વિધિના નામે ઠગાઈ કરનારા બે શખ્સો ઝડપાયા
    • Amreli: વાંકિયા ગામમાં પશુનું મારણ કરનાર દીપડો આખરે પાંજરે પુરાયો
    • Amreli: ખાંભા બાદ સાવરકુંડલાના ગ્રામ્ય પંથકોમાં વરસાદનું આગમન
    • Amreli: લાઠી અને કુકાવાવ રોડ પરથી 100 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરાયા
    • Surat નાસીરનગર મેગા ડિમોલિશન:કોઈ પણ સત્તાધીશની મંજૂરી વિના દબાણ તોડી પડાયાની સરકારની કોર્ટમાં કબૂલાત
    • Vadodara: વાઈબ્રન્ટ સમિટ માટે VCMના કર્મચારીઓને લઈ જવા 35 બસ મુકાતા અનેક રૂટ રદ કરાતા વિવાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Assam-Arunachal Pradesh માં મેઘતાંડવ, રોડ-રસ્તા ડૂબ્યા, બ્રિજ ધરાશાયી, જનજીવન ઠપ
    રાષ્ટ્રીય

    Assam-Arunachal Pradesh માં મેઘતાંડવ, રોડ-રસ્તા ડૂબ્યા, બ્રિજ ધરાશાયી, જનજીવન ઠપ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 29, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.29

    પૂર્વોત્તર ભારતમાં ચોમાસાની શરૂઆત થતાં જ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અરુણાચલ પ્રદેશ અને અસમમાં થઈ રહેલા અવિરત મુસળધાર વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલને ભારે તબાહી મચાવી છે. પૂરના કારણે અસમના 100 થી વધુ ગામો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. જેના લીધે હજારો લોકો પ્રભાવિત થયા છે. અરુણાચલ પ્રદેશમાં આ કુદરતી આપત્તિના કારણે અત્યાર સુધીમાં 3 લોકોના મોતના અહેવાલછે. જ્યારે અનેક લોકો ગુમ છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં વાયુસેના અને SDRF ની ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે.અરુણાચલ પ્રદેશમાંથી આવતા પૂરના પાણીના પ્રચંડ પ્રવાહને કારણે અસમના ધેમાજી જિલ્લામાં સ્થિતિ સૌથી વધુ વણસી છે. 28 જૂનના રોજ ધેમાજીમાં કેમી નદી પર બનેલો 300 મીટર લાંબો વિશાળ લોખંડનો પુલ પૂરના ધસમસતા પ્રવાહમાં પત્તાની જેમ વહી ગયો હતો. આ પુલ તૂટી પડવાના કારણે કેમી-પુરાના જેલોમ વિસ્તાર અને જોનાઈ સદર વચ્ચેનો માર્ગ સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે. આ કનેક્ટિવિટી તૂટવાથી હજારો લોકો અટવાઈ પડ્યા છે અને તેમને જીવનજરૂરી ચીજવસ્તુઓ, દવાઓ અને હોસ્પિટલ સુધી પહોંચવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત, ધેમાજીમાં સિમેન નદી પર આવેલો રેલવે બ્રિજ પણ આંશિક રીતે ક્ષતિગ્રસ્ત થયો છે.અસમ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રધિકરણના જણાવ્યા અનુસાર, ધેમાજી જિલ્લામાં 20,000 થી વધુ લોકો પૂરથી સીધા પ્રભાવિત થયા છે. અસમ-અરુણાચલ બોર્ડરના જોનાઈ વિસ્તારમાં નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે. અહીની બહીર ચિલે પંચાયતના 40 ગામો અને બહીર જોનાઈ પંચાયતના 60 થી વધુ ગામો પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સેંકડો એકર જમીનમાં ઉભેલો પાક નાશ પામ્યો છે, જ્યારે અનેક પશુઓ પણ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા છે. રાજ્ય સરકારે નીચાણવાળા વિસ્તારોમાં હાઈ-એલર્ટ જાહેર કર્યું છે.

    અરુણાચલ પ્રદેશના લોઅર સિયાંગ જિલ્લાના સિજી વિસ્તારમાંથી ભૂસ્ખલનનો એક કંપાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં પહાડનો એક મોટો હિસ્સો ધરાશાયી થતાં એક બાઈક સવાર તે કાટમાળ સાથે નીચે ખીણમાં વહી જતો જોવા મળે છે. સદનસીબે તે બાઈક સવારનો આબાદ બચાવ થયો છે.

    આ ભયાનક આપત્તિ વચ્ચે કેન્દ્ર સરકાર પણ એક્શન મોડમાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે અસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા સાથે ટેલિફોનિક વાતચીત કરીને પૂરની સ્થિતિ અને નુકસાનની વિગતો મેળવી હતી. ઉપરાંત કેન્દ્ર તરફથી તમામ સંભવિત મદદની ખાતરી આપી છે. સીએમ સરમાએ જણાવ્યું કે રાજ્ય સરકાર તમામ સંસાધનોનો ઉપયોગ કરીને પ્રભાવિત પરિવારોની સુરક્ષા માટે કામ કરી રહી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં હજુ પણ ભારે વરસાદની ચેતવણી આપી હોવાથી તંત્રને વધુ સતર્ક રહેવા જણાવાયું છે.

    Arunachal Pradesh Assam Meghtandav
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ભારત ધીરે ધીરે Arunachal ગુમાવી રહ્યું છે! સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો

    June 29, 2026
    રાષ્ટ્રીય

    Ram temple માં સરકારી નોકરશાહીની કોઈ જ દખલગીરી મંજૂર નહીં, CEO ની નિમણૂક પહેલા સંતો ભડક્યા

    June 29, 2026
    આંતરરાષ્ટ્રીય

    શાંતિ મંત્રણા ઠેરની ઠેર : Kuwait, Bahrain પર ઇરાનનો હુમલો : અમેરિકાને ચેતવણી આપી

    June 29, 2026
    રાષ્ટ્રીય

    ખેડૂતોને રાસાયણિકના બદલે પ્રાકૃતિક ખેતી તરફ વળવા Mann Ki Baat માં મોદીની સલાહ

    June 29, 2026
    આંતરરાષ્ટ્રીય

    Saudi Arabia માં હેલિકોપ્ટર અને France માં વિમાન ક્રેશ : કુલ 25 લોકોનાં મોત

    June 29, 2026
    અન્ય રાજ્યો

    હિન્દુ નામથી ડોક્ટર બની યુવતીઓને ફસાવનાર મુસ્લિમ યુવકની Arrested

    June 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jetpur ના રણુજા ધામ મંદિરના મહંતનો આપઘાત

    June 29, 2026

    Amreli: લાઠી-અમરેલી હાઈવે પર ટોડા નજીકના કોઝવે પર રેલિંગનો અભાવ

    June 29, 2026

    Amreli: લાઠીના ભુરખિયામાં ધાર્મિક વિધિના નામે ઠગાઈ કરનારા બે શખ્સો ઝડપાયા

    June 29, 2026

    Amreli: વાંકિયા ગામમાં પશુનું મારણ કરનાર દીપડો આખરે પાંજરે પુરાયો

    June 29, 2026

    Amreli: ખાંભા બાદ સાવરકુંડલાના ગ્રામ્ય પંથકોમાં વરસાદનું આગમન

    June 29, 2026

    Amreli: લાઠી અને કુકાવાવ રોડ પરથી 100 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરાયા

    June 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jetpur ના રણુજા ધામ મંદિરના મહંતનો આપઘાત

    June 29, 2026

    Amreli: લાઠી-અમરેલી હાઈવે પર ટોડા નજીકના કોઝવે પર રેલિંગનો અભાવ

    June 29, 2026

    Amreli: લાઠીના ભુરખિયામાં ધાર્મિક વિધિના નામે ઠગાઈ કરનારા બે શખ્સો ઝડપાયા

    June 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.