ચાર વર્ષથી ચાલી રહેલા આ યુદ્ધમાં યુક્રેનના ૧૬,૦૦૦થી વધુ નાગરિકોનાં મોત થયા છે અને સંખ્યાબંધ માળખાકીય સુવિધાઓને ક્ષતિ પહોંચી છે
Ukraine, તા.૩૦
યુક્રેન પર રશિયાએ ભીષણ ડ્રોન-મિસાઈલ હુમલા કર્યા હતા. જેમાં ૮ મોત થયા હતા અને ૩૫ વ્યક્તિ ઘાયલ થયા હતા. યુક્રેનના પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સ્કીએ રશિયના આ પ્રહારને ભયંકર હુમલા તરીકે ઓળખાવ્યા હતા. રસિયાએ ચાર વર્ષ પહેલા યુક્રેન પર હુમલા શરૂ કર્યા હતા. ચાર વર્ષથી ચાલી રહેલા આ યુદ્ધમાં યુક્રેનના ૧૬,૦૦૦થી વધુ નાગરિકોનાં મોત થયા છે અને સંખ્યાબંધ માળખાકીય સુવિધાઓને ક્ષતિ પહોંચી છે. ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પર જણાવ્યુ હતું કે, ડીનિપ્રો શહેરના ઈન્ળાસ્ટ્રક્ચર પર રશિયન મિસાઈલ ત્રાટકી હતી. જેમાં ૫ વ્યક્તિનાં મોત થયા હતા અને ૨૯ ઘાયલ થયા હતા. રશિયન ડ્રોન્સે ઝાપોરિઝાઝિયા શહેરમાં મિનીબસને ટાગ્રેટ બનાવતાં ત્રણ મોત થયા હતા અને છ ઘાયલ થયા હતા. યુક્રેનમાં અન્ય છ વિસ્તારોમાં પણ રશિયાએ હુમલા કર્યા હતા. યુક્રેનના ૮ પ્રાંતમાં રશિયાના હુમલા બાદ વીજપુરવઠો ખોરવાયો હતો. રશિયાએ ભયંકર હુમલો કર્યા પછી ઝેલેન્સ્કીએ યુરોપના દેશોને મદદ માટે અપીલ કરી છે. રશિયાના મિસાઈલ હુમલા ખાળવા માટે એર ડિફેન્સ સુવિધા સ્થાપવાની કામગીરી ઝડપી બનાવવા કહ્યું છે. યુક્રેન પાસે એન્ટિ-બેલાસ્ટિક મિસાઈલ સીસ્ટમની જરૂરિયાત પર ભાર મૂકતા ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, યુરોપના દેશોએ સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ. યુક્રેને તાજેતરમાં રશિયા પર ડ્રોન હુમલા વધાર્યા હોવાથી રશિયામાં ઓઈલ રીફાઈનરીઓને નુકસાન થયું છે અને રશિયામાં ઈંધણની અછત સર્જાી છે. યુક્રેનમાં પૂર્વ અને દક્ષિણ મોરચે લડી રહેલા રશિયન સૈન્યની સપ્લાય લાઈન નબળી પડી છે.યુક્રેનના લાંબી રેન્જના ડ્રોન હુમલાના કારણે રશિયાની ઓઈલ ફેસિલિટીને નુકસાન થયું છે અને ઈંધણી અછત સર્જાી છે. રશિયાન પ્રમુખ વ્લાદિમિર પુતિને ઈંધણની અછત હોવાનું સ્વીકાર્યું છે. આ સાથે રશિયામાં પેટ્રોલ-ડીઝલ મેળવવા લાંબી લાઈનોલાગી રહી છે અને નાગરિકોમાં નારાજગી વધી રહી છે. પુતિને ઓઈલ ઉત્પાદન વધારવાનું આશ્વાસન આપ્યું છે, પરંતુ યુક્રેન પરના હુમલા ઘટાડવાની શક્યતા નકારી છે. પુતિને દાવો કર્યો હતો કે, કામચલાઉ પછડાટ મળી છે, પરંતુ આ યુદ્ધમાં આખરે રશિયાનો જ વિજય થવાનો છે. યુક્રેન બાબતે રશિયાનું વલણ અફર છે અને યુદ્ધના મોરચે રશિયન સેનાઓ આગેકૂચ કરી રહી છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, રવિવારે મોડી રાત અને સોમવારે વહેલી સવાર દરમિયાન યુક્રેનના ૨૦૯ ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા. યુક્રેન એરફોર્સે રશિયાના ૮૨ ડ્રોન તોડ્યા હતા.

