પશ્ચિમ બંગાળની પેટાચૂંટણી અને TMC માં ભંગાણથી ૧૬૪નો જાદુઈ આંકડો પણ શક્ય બનશે
West Bengal,તા.૩૦
દેશના રાજકારણ અને સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાંથી એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. સોમવારે નવા ચૂંટાયેલા રાજ્યસભા સાંસદોએ શપથ લીધાની સાથે જ ગૃહનું આખું ગણિત બદલાઈ ગયું છે. હવે ભારતીય જનતા પાર્ટી (NDA)ના નેતૃત્વવાળા TMC ગઠબંધનનું પલ્લું રાજ્યસભામાં પહેલાં કરતાં ઘણું વધારે મજબૂત થઈ ગયું છે. આ ફેરબદલને કારણે મોદી સરકાર માટે રાજ્યસભામાં બે-તૃતીયાંશ (૨/૩) બહુમતી મેળવવાની એક સુવર્ણ તક ઊભી થઈ છે.
જો સરકાર આગામી સમયમાં લોકસભાની બેઠકો વધારવા અથવા આગામી સામાન્ય ચૂંટણીથી મહિલાઓ માટે ૩૩% અનામત બેઠકો લાગુ કરવા જેવા મોટા બંધારણીય સુધારાના બિલ પસાર કરાવવા માંગતી હશે, તો રાજ્યસભાનું આ નવું સમીકરણ સરકાર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
વર્તમાન સમયમાં ૨૪૨ સભ્યોની સંખ્યા ધરાવતી રાજ્યસભામાં એનડીએના પોતાના સાંસદોની સંખ્યા વધીને ૧૪૧ થઈ ગઈ છે. આ ઉપરાંત, સરકારને ૧૦ નોમિનેટેડ અને અપક્ષ સાંસદોના સમર્થન પર પણ પૂરો ભરોસો છે. આ બંનેને મેળવતાં એનડીએની પાકી સંખ્યા ૧૫૧ સુધી પહોંચી જાય છે, જે સદનમાં સામાન્ય બહુમતી માટે જરૂરી આંકડા કરતાં ઘણી વધારે છે. જોકે, બે-તૃતીયાંશ બહુમતી મેળવવા માટે એનડીએ હજુ પણ જરૂરી આંકડાથી ૧૧ બેઠક દૂર છે.
સંસદના આ નવા સમીકરણમાં બે પ્રાદેશિક પક્ષો- ઓડિશાની બીજુ જનતા દળ (મ્ત્નડ્ઢ- ૫ સાંસદ) અને આંધ્રપ્રદેશની વાયએસઆર કોંગ્રેસ પાર્ટી (રૂજીઇઝ્રઁ- ૪ સાંસદ) કિંગમેકરની ભૂમિકામાં આવી ગયા છે. આ બંને પક્ષો ન તો એનડીએનો ભાગ છે અને ન તો વિપક્ષી ’ૈંદ્ગડ્ઢૈંછ’ બ્લોક સાથે જોડાયેલા છે. પરંતુ ઈતિહાસ સાક્ષી છે કે આ બંને પાર્ટીઓએ ભૂતકાળમાં પણ સરકારના ઘણા મોટા કાયદાકીય એજન્ડાનું ખુલ્લેઆમ સમર્થન કર્યું છે. જો આ ૯ સાંસદોનું સમર્થન પણ સરકારને મળી જાય, તો રાજ્યસભામાં એનડીએનો આંકડો ૧૬૦ પર પહોંચી જશે.
પશ્ચિમ બંગાળની ૩ બેઠકોઃ આગામી સમયમાં પશ્ચિમ બંગાળની ત્રણ ખાલી રાજ્યસભા બેઠકો પર પેટાચૂંટણી થવાની છે. રાજ્ય વિધાનસભામાં ભાજપની મજબૂત સંખ્યાને જોતાં આ ત્રણેય બેઠકો પર ભાજપની જીત લગભગ નક્કી મનાય છે, જેનાથી એનડીએનો આંકડો ૧૬૩ થઈ જશે.
માં મોટી તૂટનો દાવોઃ તૃણમૂલ કોંગ્રેસ )ના બળવાખોર જૂથોનો દાવો છે કે આવનારા દિવસોમાં પાર્ટીના કેટલાક વધુ રાજ્યસભા સાંસદો રાજીનામું આપી શકે છે. જો આવું થશે, તો ૨૪૫ સભ્યોની કુલ ક્ષમતાવાળી રાજ્યસભામાં બે-તૃતીયાંશ બહુમતી માટે જરૂરી ૧૬૪નો જાદુઈ આંકડો મેળવવો એનડીએ માટે ખૂબ જ સરળ બની જશે.
રાજ્યસભામાં ભલે સરકારનો રસ્તો સાફ દેખાઈ રહ્યો હોય, પરંતુ અસલી અને મોટી ચેલેન્જ હજુ પણ લોકસભામાં છે. જોકે, વિપક્ષી ખેમામાં મચેલી ભાગદોડે એનડીએની આશાઓને પાંખો આપી દીધી છે. ૨૮ સાંસદો સાથે સંસદનો ચોથો સૌથી મોટો પક્ષ ગણાતી તૃણમૂલ કોંગ્રેસ ની અંદર મોટો બળવો થઈ ચૂક્યો છે, તો બીજી તરફ તમિલનાડુમાં ડ્ઢસ્દ્ભ કોંગ્રેસથી અલગ થવાના સમાચારોએ વિપક્ષી ’ૈંદ્ગડ્ઢૈંછ’ ગઠબંધનને નબળું પાડ્યું છે.
સાંસદોના ’નેશનલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા’ (દ્ગઝ્રૈઁં) સાથેના વિલયને અને શિવસેના ેંમ્ના ૬ બળવાખોર સાંસદોના એકનાથ શિંદે જૂથવાળી શિવસેનામાં વિલયને લીલી ઝંડી આપી દે છે, તો લોકસભામાં એનડીએની તાકાત અણધારી રીતે વધી જશે. આમ છતાં, ૫૪૦ સભ્યોની સંખ્યા ધરાવતી લોકસભામાં બંધારણ સુધારા માટે જરૂરી ૩૬૦ના આંકડા સુધી પહોંચવું એનડીએ માટે અત્યારે પણ એક કઠિન કામ સાબિત થશે.

