Gandhinagar તા.૩૦
ગુજરાતમાં ST Departmentમાં કામ કરતાં કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે એસટી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ જાહેરાત કરી છે. એસટી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ૫૫ ટકાથી વધારી ૫૮ ટકા કરવામાં આવ્યું છે. સરકારની આ જાહેરાત બાદ એસટી કર્મચારીઓને ૨૪ કરોડથી વધુનો ફાયદો થશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ કરી આ માહિતી આપી છે. હર્ષ સંઘવીએ લખ્યુ- રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં એસટી નિગમના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય. કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હવે કર્મચારીઓને ૫૫ ટકાની જગ્યાએ ૫૮ ટકા મોંઘવારી ભથ્થું મળશે. આ અંગે વિગતવાર આદેશો ટૂંકમાં જાહેર થશે

