(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧
Morbi સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં રાહત આપવા માટે રાજ્ય મંત્રી કાન્તિલાલ અમૃતિયાએ મુખ્યંત્રીને પત્ર લખ્યો છે મંત્રી કાન્તીભાઈ અમૃતિયાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે મોરબી સિરામિક ઉદ્યોગ એસોસીએશન દ્વારા નેચરલ ગેસના વર્તમાન ભાવમાં રાહત આપવા બાબતે મૌખીક રજૂઆત પ્રાપ્ત થઇ છે તાજેતરના ખાડી દેશોના યુધ્ધને લઈને ઉત્પાદન ખર્ચ વધારે અને વૈશ્વિક માંગ તદન ઓછી હોવાથી સિરામિક ઉદ્યોગ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે યુદ્ધ સમાપ્ત થતા પુનઃ નિર્માણના કાર્યો શરુ થશે એ સંભાવના ધ્યાને લઈને સિરામિક ઉદ્યોગ બેઠા થાય તે માટે ગેસના ભાવમાં મહત્તમ રાહત આપવા જરૂરી કાર્યવાહી કરવા માંગ કરી છે

