(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧
કોયલી કાંસા ગામે આવેલ ડેમમાં ડૂબી જતા ૬૦ વર્ષીય વૃદ્ધાનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી તપાસ ચલાવી છે મોરબીના કોયલી કાંસા ગામે રહેતા અમુબેન રાયધનભાઈ જારીયા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધા ગત તા. ૩૦ જુનના રોજ કોયલી ગામે આવેલ ડેમમાં ડૂબી જતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે જોકે વૃદ્ધાએ આપઘાત કર્યો છે કે અકસ્માતે ડેમમાં પડી ગયા તે સ્પષ્ટ થયું નથી મોરબી તાલુકા પોલીસે હાલ અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

