(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧
શહેરના ત્રાજપર ગામમાં ઓરીએન્ટલ બેંક વાળી શેરીમાં પ્રેમ સંબંધ મામલે ઝઘડો થયો હતો જેમાં પાંચ ઇસમોએ મારામારી કરી ફાયરીંગ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે તો સામાપક્ષે પણ પોલીસ ફરિયાદ નોંધાવતા બી ડીવીઝન પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદને આધારે વધુ તપાસ ચલાવી છે
Morbiના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા ચિરાગ રણજીતભાઈ સનુરા (ઉ.વ.૨૬) નામના યુવાને આરોપીઓ નિરંજન બિંદ, નિરંજનભાઈના પત્ની મંજુબેન બિંદ, નીરંજનનો દીકરો હિમાંશુ, નિરંજનનો ભાણેજ ચંદન અને નિરંજનનો ભાણેજ મોહન રહે બધા મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી ચિરાગને આરોપી નિરંજનની દીકરી સાથે પ્રેમસંબંધ હોય અને તેના ઘર પાસે આવજા કરતો હોવાનો ખાર રાખી ત્રાજપર ગામમાં ઓરીએન્ટલ બેંક વાળી શેરીમાં ફરિયાદી ચિરાગ અને મોટા બાપુજી દિનેશભાઈ વેરશીભાઈ સનુરા બેઠા હતા ત્યારે આરોપીઓએ આવી મારામારી કરી હતી અમારા ઘર પાસેથી નીકળે છે અને દીકરી આભાને ઈશારા કરે છે કહીને મારામારી કરી ગાળો આપી હતી અને હવે નીકળીશ તો ઠામ પતાવી દઈશ કહીને પથ્થર વડે ફૈબાના દીકરા રાહુલને માથામાં ઘા મારતા લોહી નીકળવા લાગ્યું હતું અને આરોપી મોહને પેન્ટના નેફામાંથી રિવોલ્વર જેવું હથિયાર કાઢી ફરિયાદીને મારી નાખવાના ઈરાદે રિવોલ્વર સામે તાકી એક રાઉન્ડ જમીનમાં ફાયરીંગ કર્યું હતું જે મારામારીમાં ફૈબાના દીકરા રાહુલને ઈજા પહોંચી હતી જેથી હોસ્પિટલ ખસેડાયો હતો
સામાપક્ષે હિમાંશુ નિરંજનકુમાર બિંદ આરોપીઓ ચિરાગ સનુરા, રાહુલ અને કરણ રહે બધા મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ઘર પાસે આરોપી ચિરાગ ચારેક મહિનાથી આંટા મારતો હતો અને ઘર પાસ આવી ખોટા અવાજો કરતો હતો જેથી ફરિયાદીએ આરોપીને ફોન કરતા ત્રણેય ઈસમોએ ત્રાજપર ગામ ઓરીએન્ટલ બેંક વાળી શેરીમાં ફરિયાદીને બોલાવ્યા હતા જ્યાં આરોપીઓએ ફરિયાદી હિમાંશુ અને તેના પિતાને ગાળો આપી મુંઢ માર માર્યો હતો મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

