Morbi તા.૨૦
બરવાળા ગામે આવેલ આશરે ૫૦ લાખની કિમતની જમીન પર બે ઇસમોએ ગેરકાયદે કબજો કરી વાવેતર કરી, ખેતી કરી કબજો ખાલી કરવા પૈસાની માંગણી કરી જમીન પચાવી પાડ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મૂળ આમરણ અને હાલ મોરબીના રવાપર રોડ પર મારૂતિ દર્શન એપાર્ટમેન્ટના રહેવાસી મગનભાઈ થોભણભાઈ ભાલોડીયા નામના વૃદ્ધે આરોપીઓ રણછોડ ઉર્ફે લાલો જીવણ ખાંભલા અને રતાભાઈ દેવાભાઈ ખાંભલા રહે બંને બરવાળા તા. મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીની માલિકીની બરવાળા ગામના સર્વે નંબર ૮૪ પૈકી ૧ હી હેક્ટર ૦૦-૯૨-૦૭ ચો.મી. જેની જંત્રી મ્કુજ્બની કીમત રૂ ૨.૯૦ લાખ જેની હાલની બજાર કીમત રૂ ૫૦ લાખ ગણાય જે કીમતી ખેતીની જમીનમાં આરોપીઓએ તા. ૩૦-૦૬-૨૦૨૨ ના આશરે છએક મહિનાથી તા ૧૯-૧૧-૨૪ સુધી ગેરકાયદે કબજો કરી જમીનમાં વાવેતર કર્યું હતું અને જમીનનો અનઅધિકૃત કબજો રાખી કબજો ખાલી કરવા માટે મગનભાઈ ભાલોડીયા પાસે પૈસાની માંગણી કરી જમીન પચાવી પાડી કબજો ખાલી ના કર્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે