Morbi,તા.26
માણેકવાડા ગામની સીમમાંથી એસઓજી ટીમે ગેરકાયદે જામગરી બંદુક સાથે એક ઈસમને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માણેકવાડા ગામની સીમમાં તળાવ પાસે એક ઇસમ ગેરકાયદે બંદુક સાથે આંટાફેરા કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં સ્થળ પરથી આરોપી શોહીલ ઉર્ફે બાડો સુલતાન સુમરા (ઉ.વ.૨૩) રહે સુમરા સોસાયટી, વિજયનગર મોરબી વાળાને ઝડપી લઈને આરોપીના કબજામાંથી ગેરકાયદે હાથ બનાવટની જામગરી બંદુક નંગ ૦૧ કીમત રૂ ૩૦૦૦ અને મોબાઈલ કીમત રૂ ૨૦૦૦ સહીત કુલ રૂ ૫૦૦૦ નો મુદામાલ કબજે લઈને આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ ચલાવી છે