Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વૈશ્વિક અસ્થિરતા સાથે વધેલી વોલેટિલિટીથી બજારમાં સાવચેતીનો માહોલ…!!!

    July 14, 2026

    Chhattisgarh વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર ઉગ્ર બોલાચાલી જોવા મળી

    July 14, 2026

    15 જુલાઈનું પંચાંગ

    July 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વૈશ્વિક અસ્થિરતા સાથે વધેલી વોલેટિલિટીથી બજારમાં સાવચેતીનો માહોલ…!!!
    • Chhattisgarh વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર ઉગ્ર બોલાચાલી જોવા મળી
    • 15 જુલાઈનું પંચાંગ
    • 15 જુલાઈનું રાશિફળ
    • “ભારત હંમેશા અમારો મિત્ર છે, અફઘાન લોકો પાકિસ્તાનને જવાબ આપે છે, અફઘાન કાર્યકર્તા
    • Rajkot: ધોરાજીમાં પતિ-પત્નીની રહસ્યમય સંજોગોમાં હત્યા, બે મહિના પહેલા જ લગ્ન થયા હતા
    • ચન્ની વિરુદ્ધ રાજા લડાઈ પંજાબથી દિલ્હી પહોંચી ગઈ છે, શું Rahul Gandhi કોઈ મોટો નિર્ણય લેશે?
    • Surat સુમુલ ડેરી ચૂંટણી ૨૦૨૬ઃ ૯ બેઠકો પર મતદાન ૧૫ જુલાઈએ, ૧૭ જુલાઈએ પરિણામ; ભાજપે પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સિદસર મહોત્સવમાં માઁ ઉમિયાના દિવ્ય દર્શનનો લાભ લેતા Bhai Shri Rameshbhai Ojha
    ગુજરાત

    સિદસર મહોત્સવમાં માઁ ઉમિયાના દિવ્ય દર્શનનો લાભ લેતા Bhai Shri Rameshbhai Ojha

    Vikram RavalBy Vikram RavalDecember 30, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Sidsar,તા30
    આલેચ પર્વતમાળાની ગોદમાં વેણું નદીના તટ પર આવેલા કડવા પાટીદારના કુળદેવી માઁ ઉમિયાના સાનિધ્યમાં યોજાયેલ શ્રી 1ા શતાબ્દી મહોત્સવમાં ત્રણ દિવસમાં લાખો પાટીદારોએ વિવિધ સંમેલનો, પ્રદર્શનો, યજ્ઞ અને માં ઉમીયાના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આજે ચોથા દિવસે કર્મયોગી સંમેલનમાં સનદી અધિકા2ીઓ સમાજ વિકાસ થકી રાષ્ટ્રીય વિકાસમાં સહભાગી થવાનો સુર વ્યક્ત ર્ક્યો હતો.

    માઁ ઉમિયાની આરાધના થકી સરસ્વતીની સાધના ના સુત્ર સાથે યોજાયેલા શ્રી 1ા શતાબ્દી મહોત્સવમાં આજે શનિવારે સવારના સત્રમાં કર્મયોગી સંમેલનમાં ગુજરાતભરના સનદી અધિકારી, સૈારાષ્ટ્રભરના પાટીદાર શિક્ષકો, સરકારના વિવિધ ખાતામાં ઉચ્ચ હોદા પર ફરજ બજાવતાં કર્મચારી અધિકારીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. શ્રી ઉમિયા માતાજી મંદિર-સિદસરની વિવિધ સમાજલક્ષી યોજનામાં પ્રત્યેક કે પરોક્ષ સહયોગ આપવાની ભાવના સાથે કર્મયોગી સંમેલન યોજાયું હતું.

    કર્મયોગી સંમેલનમાં પોરબંદર સાંદિપની આશ્રમના ભાગવતચાર્ય રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતુ કે, ઉમિયા માતાજી મંદિર-સિદસર દ્વારા કડવા પાટીદાર સમાજના ઉત્થાન માટે થતા સામાજિક વિકાસના કાર્ય એ જ માઁ ઉમિયાની સાચી આરાધના છે. પાટીદાર સમાજમાં કર્મશીલતા જોવા મળે છે. માનવદેહ દેવતાઓ માટે દુલર્ભ છે. સમાજમાં પદ, પૈસા, પ્રતિષ્ઠા પામ્યા હોય ત્યારે પ્રમાણિક રીતેે સામાજને પાર્ટનર ગણી પરત આપવામાં પાછીપાની કરવી ન જોઈએ. તેવી શીખ આપી હતી.

    ઓઝાએ સંમેલનમાં પાટીદારોને સંબોધતા કહયુ હતું કે, ઈશ્વરે આપેલી ભુમીકા નિષ્ઠાથી અદા કરી કર્મયોગી બની રાષ્ટ્રીય નિમાર્ણમાં સહભાગી થવું જોઈએ. સમાજમાં બુધ્ધિશાળી ઘનપતિઓએ છેવાડાના પીડીત માણસની પણ ચિંતા-ચિંતન કરવું જોઈએ. સ્વાર્થપુર્તીતા સાથે દેશ ક8યાણ ન થઈ શકે. વ્યક્તિઓનો સમુહ નહિ પરંતુ સમજયુક્ત સમાજ રાષ્ટ્રીયનિર્માણ કરી શકે.

    ઉમિયા માતાજી મંદિર-સિદસર દ્વારા પાટીદાર સમાજના ઉત્થાન માટે અમલી બનાવાયેલ 499 ક2ોડની ઉમિયા સમુધ્ધિ યોજના-3 ના ચેરમેન તથા કર્મયોગી સંમેલન ના અધ્યક્ષની બી.એચ.ધોડાસરા(પૂર્વ કલેકટર)એ જણાવ્યું હતું કે, દાતાઓના દાન અને કર્મયોગીના પુરૂષર્થ થકી શ્રી ઉમીયા સમૃધ્ધિ યોજના-3 માં રાજકોટ અને અમદાવાદમાં શૈક્ષણિક ભવનો નિમાર્ણ પામશે. પાટીદાર સમાજની આવનારી પેઢી શિક્ષિત બની આત્મનિર્ભર ભારતના નિમાર્ણમાં પોતાનું યોગદાન આપે તેવી નેમ વ્યક્ત કરી હતી. કર્મયોગી સંમેલનમાં સમૃધ્ધિ યોજના-2 અને સમૃધ્ધિ યોજના-3 માં દાનઆપનર 2 દાતાઓનું સન્માન કરવામાં આવ્યુ હતું.

    કર્મયોગી સંમેલનમાં સી.જે.પટેલે જણાવ્યુું હતું કે, પાટીદાર સમાજના યુવાનો વધુ ને વધુ સંખ્યામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉતીર્ણ થઈ સનદી અધિકારીઓ બની છેવાડાના માનવીને ઉપયોગી થઈ ખરા અર્થમાં કર્મયોગી બને તેવી નેમ વ્યક્ત કરી હતી. મહિલા ડી.વાય.એસ.પી. તેજલબેન પટેલે શ્રી ઉમિયા માતાજી મંદિર દ્વારા ચાલતા આઈ.એ.એસ. ટ્રેનીંગ સેન્ટર થકી પોતાના સહીત અનેક યુવાનોની કારકીર્દી માટે ઉપયોગી બન્યું છે. ત્યારે સમાજના ૠણી હોવાનું જણાવ્યું હતું.

    સમરસતા સંમેલનમાં અધ્યક્ષ તરીકે ઉમિયા સમુધ્ધિ યોજના-2 ના મહાપદમ દાતા ધનજીભાઈ પટેલ, મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સેવક સંધ નાગપુરના અખીલ ભારતીય સહસંયોજક રવિન્દ્ર કિરકોડેએ પાટીદાર સમાજના મહોત્સવના આયોજનને બિરદાવતા જણાવ્યું હતું કે, દાતાઓ, સ્વયંસેવકોની શ્રધ્ધા વિચાર અલગ હોય પરંતુ અંતે તેઓ સમાજ નવનિર્માણ અને રાષ્ટ્રીય નિર્માણ માટે કામ કરી રહયા છે. ભારત બદલી રહયુ છે ત્યારે એક વ્યક્તિ એક સમાજના બદલે તમામ સમાજ રાષ્ટ્રીય નો વિચાર થવો જોઈએ.

    એક સમયે ખેડુતોની ફસલ, વિશ્વકર્મા સમાજનું હુન્નર અને તમામ સમાજ સમુદાયે ભારતને સોને કી ચીડીયા બનાવવામા સહભાગી થયા હતાં અત્યારે પણ ભારત દેશને નવી ઉંચાઈ પર લઈ જવા તમામ સમાજની સમરસતા જરૂરી છે. સમાજ વિચાર, પાછળ રહી ગયેલા લોકોને આગળ લાવવા પુરા હિન્દુ સમાજનો વિચાર  અને પર્યાવરણ અંગે તેમણે વાત કરી હતી.

    ઉમિયાધામ શ્રી 1ા શતાબ્દી મહોત્સવના સ્વયંસેવક સમિતિના પ્રભારી અને જુનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ વ્યક્તિથી મોટો સમાજ, સમાજથી મોટું રાષ્ટ્રીય ની ભાવના સાથે તમામ સમાજો પોતાના સમાજના દુષ્ણો દુર કરી સમરસતાનો સમન્વય કરે તો રાષ્ટ્રીયનો વિકાસ થશે તેવું જણાવ્યુ છે.

    જયંતીભાઈ ભાડેશીયા તથા જામનગર ના રધુવંશી અગ્રણી તુભાઈ લાલ તેમજ જૈન સમાજના અગ્રણી ચાર્ટડ એકાઉન્ટન્ટ જે.એમ઼શાહ એ પ્રાસંગીક ઉદબોધન ર્ક્યા હતા. મુખ્યમહેમાન તરીકે ગોંડલ સ્ટેટના જયોર્તિમયસિંહજી જાડેજા, રાષ્ટ્રીય સેવક સંધના મહેશભાઈ જીવાણી અતિથિ વિશેષ્ તરીકે જામનગર  દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, જામજોધપુરના ધા2ાસભ્ય હેમંત ખવા, વિશ્વ હિન્દુ પરીષદ સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી ભુપતભાઈ ગોવાણી તથા સર્વ સમાજના સમગ્ર સૌરાષ્ટ્રના સમાજ શ્રષ્ઠી તથા સામાજીક અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

    શનિવારે ઉમિયાધામ ખાતે કર્મયોગી સંમેલનમાં અતિથિ વિશેષ તરીકે પૂર્વ કલેકટર સી.જે. પટેલ, રમેશભાઈ માકડીયા, આઈ.પી.એસ. એડીશ્નલ ડી.જી. પિયુષ્ભાઈ પટેલ, આઈ.એ.એસ. કલેકટર એસ.ડી.ધાનાણી, પ્રેસ કાઉન્સીલ ઈન્ડીયાના સેક્રેટરી ધીરજભાઈ કાકડીયા, આઈ.એ.એસ. કલેકટર અનિલ ધામેલિયા, યાત્રાધામ વિકાસના સચિવ રમેશભાઈ મેર:, આઈ.એ.એસ. જિલ્લા વિકાસ અધિકારી ચંન્દ્રકાંત પટેલ, ડેપ્યુટી ડાય2ેકટર માહીતી અને પ્રસારણ વિભાગના ડો. ચિરાગ ભાલોડીયા, આઈ.એ.એસ. કાર્તિક જીવાણી, આઈ.આર.એસ. મનિષ્ અજુડિયા, એડીશ્નલ કલેકટર કિશોર ભાલોડીયા, નિલેશ ગોવાણી, જીતેન્દ્ર ભોરણીયા, ભરત પટેલ, ધર્મેશ પટેલ, ડી.વાય.એસ.પી. કે.ટી. કામરીયા, આર.પી. ધરસંડીયા, તેજલબેન પટેલ, પી.ડી. મણવર, એચ.એમ઼ કણસાગરા, હાર્દિક માકડીયા, સી.ઈ.જી.ઈ.ટી.સી.ઓ. એસ.જી.કાંવ્યા, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સીનીયર સાયન્ટિસ્ટ ડો. કાંતિલાલ પી. બારૈયા, બાગાયત વિભાગના સંયુક્ત નિયામક રમણીક એચ. લાડાણી, એસ.ટી. નિગમના મેનેજર પી.એમ઼ પટેલ, સિનીયર ડેપો મેનેજર શૈલેષ કલોલા ઉપસ્થિત રહયા હતા.

    બપોરબાદ યોજાનાર ઉદ્યોગપતિ વ્યાપારી સંમેલનમાં સમારોહના અધ્યક્ષ તરીકે મહોત્સવના મુખ્ય યજમાન જગદીશભાઈ કોટડીયા, મુખ્ય મહેમાન મહાપદમ દાતા જયસુખભાઈ ઓ. પટેલ, અતિથિ વિશેષ તરીકે ભોપાલના રાજનભાઈ પરસાણીયા, સ્પીડવેલ એબ્રેસિવના દિલીપભાઈ ધરસંડીયા, મહાલમી ગુ્રપના અબજાભાઈ ધોળુ, વિશ્વાસ ગુ્રપ સુરતના હરેશભાઈ પરવાડીયા, રોયલ ટચ લેમિનેટના જીતુભાઈ પટેલ, સિમ્પોલો ગ્રુપ  મોરબીના જીતુભાઈ અધારા, પાણ એગ્રી ગ્રુપ ના મનસુખભાઈ પાણ, મેકો કોર્પોરેશન કલક્તાના નાગેશભાઈ ટીલવા, એપલ બેસનના સંજયભાઈ કોરડીયા, વરમોરા ગ્રુપના પ્રકાશભાઈ વરમોરા, ઓરબીટ બેરીંગના વિનેશભાઈ ટીલવા, ઈટાલિકા ગ્રુપના મોરબી ના શૈલેષ્ભાઈ વૈશ્વનાળી, ગોપાલ સ્નેક્સના બીપીનભાઈ હદવાણી, ગોકુલ નમકીન પ્રફુલભાઈ હદવાણી, ઈરોઝ સેનેટરી કરશનભાઈ આદ્રોજા હાઈબોન્ડ સિમેન્ટ રાજનભાઈ વડાલીયા, અમદાવાદના વિનુભાઈ રબારા, હાઈપાવર એન.જી. ના જેન્તીભાઈ ગુડલિયા, મુરલીધર ગ્રુપના રમેશભાઈ રાણીપા, રાજકોટના ધરમશીભાઈ સિતાપરા, ગૌતમભાઈ ધમસાણીયા, રમણભાઈ વરમોરા, દાવત બેવરેજીસના ચંદુભાઈ ખાનપરા, સનફોર્જના રાજેશભાઈ કાલરીયા, એન્જલ પમ્પના કિરીટભાઈ આદ્રોજા રાજકોટના અરવિંદભાઈ પાણ, સફર ગ્રુપના પરેશભાઈ ભાલોડીયા, મોટા ગ્રુપ મોરબીના મહેન્દ્રભાઈ ફેફર  ઉપસ્થિત રહેશે.

    પંચ દિવસીય મહોત્સવમાં દિવસ-રાત શ્રમદાન આપનાર સ્વયંસેવકોએ ડાયરાની મોજ માણી
    જામજોધપુર તાલુકાના સિદસર ખાતે યોજાયેલા પાંચ દિવસીય શ્રી 1ા શતાબ્દી મહોત્સવમાં શ્રમદાન-સમયદાન આપનાર 6500થી વધુ સ્વયંસેવકોના મનોરંજન માટે યોજાયેલા સાગર પટેલ સહીતના કલાકા2ોના ડાયરાની રંગત સ્વયંસેવકોએ માણી હતી.

    સિદસર ખાતે શ્રી1ા શતાબ્દી મહોત્સવમાં છેલ્લા દોઢ મહિનાથી વિવિધ કામગીરીથી જોડાયેલા 6500 થી વધુ સ્વયંસેવકો માટે ગઈકાલે શુક્રવારે રાત્રે 8 વાગે યોજાયેલા માં અમે તૈયાર છીએ ફેઈમ લોકપ્રિય કલાકાર સાગર પટેલ, યોગીતાબેન પટેલ, જોય પટેલ અને સુરેશ પટેલ ઉસ્તાદ સહીતના કલાકા2ોનો ડાયરો યોજાયો હતો.

    મહોત્સવ સ્થળે વિશાળ સભા મંડપમાં યોજાયેલ ડાયરામાં શ્રમદાન-સમયદાન આપી મહોત્સવને ચારચાંદ લગાવનાર સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લઈ રંગત માણી હતી. કલાકારો દ્વારા રજુ કરાયેલા વિવિધ કૃતિઓના સથવારે સ્વયંસેવકોએ મહોત્સવની વિવિધ કામગીરીમાંથી સમય કાઢી હળવાશની પળો માણી હતી. 

    મહોત્સવમાં સૌરાષ્ટ્રની 39 સંસ્થાના 499 વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કલાકૃતિ રજુ થઈ
    વેણું નદીનાં કાંઠે બિરાજમાન પાટીદારોના કુળદેવી માં ઉમીયાના પ્રાગટયના 12પ વર્ષની ઉજવણી પ્રસંગે યોજાતા શ્રી 1ા શતાબ્દી મહોત્સવમાં પાંચ દિવસ દરમ્યાન યોજાતા વિવિધ સંમેલનોની સાથે સૌરાષ્ટ્રની 39 જેટલી પાટીદાર સમાજની શૈક્ષ્ણિક સંસ્થાના 400થી વધુ વિદ્યાર્થીઓ દ્રારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા  કલાકૃતિ જોવા મળી રહી છે.

    જેમાં સિદસરનાં વિજાપુરા વિદ્યા સંકુલ, કેશોદ, ગોંડલ, ધ્રાંગ્રધા, લાઠીદળ, ટંકારા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, જામજોધપુર,ધ્રોલ, જામનગરની સંસ્થાઓ દ્વારા પ્રાર્થના નૃત્ય, સ્વાગત ગીત, મ્યુઝીકલ કૃતિ, રજુ કરવામાં આવી રહી છે. અમે તો પાટીદાર જીવું માં ઉમિયાના સહારે, મારી માડીનો મહિમાં છે ભારે, જય હો પાટીદાર, વંદન ગુજરાતને, મેરે દેશ કી ધરતી, યે દેશ હે વીરો કા, સહીતની વિવિધ કલાકૃતિઓએ કાર્યક્રમમાં ભારે જમાવટ કરી હતી.

    sidsar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: ધોરાજીમાં પતિ-પત્નીની રહસ્યમય સંજોગોમાં હત્યા, બે મહિના પહેલા જ લગ્ન થયા હતા

    July 14, 2026
    સુરત

    Surat સુમુલ ડેરી ચૂંટણી ૨૦૨૬ઃ ૯ બેઠકો પર મતદાન ૧૫ જુલાઈએ, ૧૭ જુલાઈએ પરિણામ; ભાજપે પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો

    July 14, 2026
    ગુજરાત

    Mehsana: અંબાલાલની ફરીથી આગાહીની જાહેરાતને લઇને ખેડૂતો ખુશખુશાલ, લોકોએ ’કાકા’ને ભગવાનનો દરજ્જો આપ્યો!

    July 14, 2026
    અમદાવાદ

    રથયાત્રા માટે Ahmedabad સજ્જ, ૩૦ હજારથી વધુ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત; એઆઇ, ડ્રોન અને ૧૦૦૦ બોડી કેમેરાથી નજર રહેશે

    July 14, 2026
    રાજકોટ

    Pm Modi ૧૭ જુલાઈએ Rajkotના ભક્તિનગર રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે

    July 14, 2026
    વડોદરા

    Vadodara: પિતાએ ૧૭ વર્ષના દિકરાની હત્યા બાદ ખાધા સોંગદ, વડોદરામાં ધંધાની હરિફાઈમાં ખેલાયો ખૂની ખેલ

    July 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વૈશ્વિક અસ્થિરતા સાથે વધેલી વોલેટિલિટીથી બજારમાં સાવચેતીનો માહોલ…!!!

    July 14, 2026

    Chhattisgarh વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર ઉગ્ર બોલાચાલી જોવા મળી

    July 14, 2026

    15 જુલાઈનું પંચાંગ

    July 14, 2026

    15 જુલાઈનું રાશિફળ

    July 14, 2026

    “ભારત હંમેશા અમારો મિત્ર છે, અફઘાન લોકો પાકિસ્તાનને જવાબ આપે છે, અફઘાન કાર્યકર્તા

    July 14, 2026

    Rajkot: ધોરાજીમાં પતિ-પત્નીની રહસ્યમય સંજોગોમાં હત્યા, બે મહિના પહેલા જ લગ્ન થયા હતા

    July 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વૈશ્વિક અસ્થિરતા સાથે વધેલી વોલેટિલિટીથી બજારમાં સાવચેતીનો માહોલ…!!!

    July 14, 2026

    Chhattisgarh વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર ઉગ્ર બોલાચાલી જોવા મળી

    July 14, 2026

    15 જુલાઈનું પંચાંગ

    July 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.