Pavagadh,તા.30
ગિરનારની લીલી પરિક્રમાની જેમ પાવાગઢની પરિક્રમાનો પ્રારંભ થયો છે. આજથી બે દિવસ માટે શરૂ થયેલી પરિક્રમામાં હજારો માઈ ભક્તો જોડાયા હતા.
પાવાગઢ ખાતે મહાકાળી માતાના મંદિરે 500 વર્ષ બાદ ધ્વજા રોહણ અને જીર્ણોદ્ધાર થયા બાદ ભક્તોનો ભારે ઘસારો શરૂ થયો છે. માઈ ભક્તો દ્વારા છેલ્લા નવ વર્ષથી પાવાગઢની 44 કિલોમીટરની પરિક્રમાનો પ્રારંભ પણ કરવામાં આવ્યો છે.
આજે પાવાગઢની તળેટીમાં આવેલા વાઘેશ્વરી માતાના મંદિરેથી તાજપુરા આશ્રમના પૂ.લાલ બાપુ, રામજી મંદિરના રામ શરણ બાપુ તેમજ અન્ય સાધુ સંતો અને ધારાસભ્ય સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં બે દિવસની 9મી પરિક્રમાનો પ્રારંભ થયો હતો.
પરિક્રમામાં વડોદરા પંચમહાલ તેમજ આસપાસના જિલ્લામાંથી સેંકડો ભક્તો જોડાયા હતા. વહેલી સવારથી ઠેર ઠેર સંઘો ભજન મંડળીઓ સાથે પરિક્રમામાં સામેલ થયા હતા અને રસ્તામાં ભક્તો માટે મહાપ્રસાદ તેમજ ચા નાસ્તાની સેવાઓ પણ કરવામાં આવી હતી. પરિક્રમાવાસીઓ સાંજે તાજપુરા ખાતે નારાયણ ધામમાં રોકાણ કરશે અને આવતીકાલે સવારે પરિક્રમા સંપન્ન થશે.

