કેરળના હાઈકોર્ટ કહ્યું કે સ્ત્રીના શરીરના બંધારણને “સારું” કહેવું એ પ્રથમદર્શી જાતીય સતામણી છે
Kerala, તા.૮
જો તમે કોઈ મહિલાના શરીરને જોઈને ‘ફાઈન’ કે ‘સુંદર’ જેવી કોમેન્ટ કરો છો તો હવેથી સાવધાન રહેવું પડશે. કેમ કે હવે કોઈ પણ મહિલાના શરીરની સુંદરતાને જોઈને જો તમે ‘ફાઈન’ કે ‘સુંદર’ જેવી કોમેન્ટ કરી તો તેને જાતીય સતામણી માનવામાં આવશે. હાં, તમે બિલકુલ સાચું સાંભળ્યું, કેરળ હાઈકોર્ટે સોમવારના રોજ જાહેર કર્યું કે જો કોઈ પણ મહિલાના શરીરની સુંદરતાને જોઈને ‘ફાઈન’ કે ‘સુંદર’ જોવી કોમેન્ટ કરવાને જાતીય સતામણી માનવામાં આવશે. આના આધારે હાઈકોર્ટે એક અરજદાર વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર રદ કરવાનો પણ ઇનકાર કરી દીધો હતો.
કેરળના હાઈકોર્ટમાં જસ્ટિસ એ બદરુદ્દીને અરજદારની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા પ્રમાણે ધારા અને કેરળ પોલીસ અધિનિયમ, ૨૦૧૧ (અધિનિયમ)ની ધારા ૧૨૦ સહિતના ગુનાઓ માટે અરજદાર સામે શરૂ કરવામાં આવેલી ફોજદારી કાર્યવાહીને રદ કરવાનો ઇનકાર કર્યો હતો. ધારા ૩૫૪છમાં જાતીય સતામણી, અભદ્ર કોમેન્ટ માનવામાં આવ્યા છે. તો ધારા ૫૦૯માં સ્ત્રીની નમ્રતાનું અપમાન કરવાના આશયથી કરવામાં આવેલ કૃત્ય માનવામાં આવશે. કેરળ પોલીસ અધિનિયમની ધારા ૧૨૦માં ઉપદ્રવ ફેલાવવા અને જાહેર વ્યવસ્થાનું ઉલ્લંઘન કરવા માટે સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે.
લાઈવ લોના સમાચાર પ્રમાણે મહિલાએ કહ્યું કે જ્યારે તે કેરળ રાજ્યના વીજ બોર્ડ લિમિટેડના ઇલેક્ટ્રિક સેક્શનમાં કામ કરી રહી હતી, ત્યારે આરોપીએ તેના શરીરને જોઈને ‘ફાઈન’ કોમેન્ટ કરી હતી. તેની આ કોમેન્ટ જાતીય હતાશાથી ભરેલી હતી. તેને હેરાન કરવામાં આવી હતી. મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેના મોબાઈલ પર અશ્લીલ મેસેજ પણ મોકલવામાં આવતા હત. જોકે આરોપીએ આ વાતનો વિરોધ કર્યો હતો. તેણે દલીલ કરતા કહ્યું કે કોઈપણના શરીરની સુંદરતાને જોઈને તેના ‘સુંદર’ કહેવું તે કોઈ જાતી સતામણી નથી હોતી. ની ધારા અથવા ૫૦૯ અથવા કેરળ પોલીસ અધિનિયમના કાયદા પ્રમાણે આ કોઈ અપરાધ નથી કહેવાતો. તમામ દલીલો બાદ હાઈકોર્ટે પહેલા આ તમામ ગુનાહો પર વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી. પછી ધારા ૫૦૯નો ઉલ્લેખ કરતા કોર્ટે પોતાના અગાઉના નિર્ણય ઠઠઠઠ બનામ કેરળ રાજ્ય, (૨૦૨૪) નો ઉલ્લેખ કર્યો. આ કેસમાં કોર્ટે ધારા ૫૦૯ હેઠળ આવરી લેવાયેલા ગુનાઓની ચર્ચા કરી હતી.
‘જો કોઈ મહિલાનું અપમાન કરવા અથવા તેની ગોપનીયતામાં દખલ કરવાના ઈરાદાથી કંઈ પણ કહે, કોઈ અવાજ કરે, ઈશારા કરે અથવા કંઈ પણ વસ્તુ બતાવે, તો તે ૈંઁઝ્રની કલમ ૫૦૯ હેઠળ ગુનો ગણાશે.’
ફરિયાદ પક્ષના આરોપોને ધ્યાનમાં રાખીને, ૈંઁઝ્રની કલમ ૫૦૯ હેઠળના ગુનાના પાસાઓ પ્રાથમિક દૃષ્ટિએ બનાવવામાં આવ્યા છે. કલમ ૩૫૪છને લઈને કોર્ટે આ વાત પર પ્રકાશ પાડ્યો હતો કે કોઈ પણ મહિલા પર જાતીય રંગીન ટિપ્પણી કરે છે તે જાતીય સતામણીના ગુના માટે દોષિત માનવામાં આવશે. આના પર, કોર્ટે અરજદારની દલીલને નકારી કાઢી અને કહ્યું, ‘કેસના તથ્યોને જોયા પછી, એ સ્પષ્ટ છે કે ફરિયાદી પક્ષનો કેસ પ્રાથમિક દ્રષ્ટિએ કથિત ગુનાઓને આકર્ષવા માટે બનાવવામાં આવ્યો છે.’
એટલું જ નહીં કોર્ટે કલમ ૧૨૦ના સંબંધમાં એમ પણ કહ્યું કે વારંવાર અથવા અનિચ્છનીય અથવા અનામી ફોન, પત્રો, મેસેજ, ઈ-મેઇલ અથવા તો કોઈ પણ સોશિયલ મીડિયાના અન્ય માધ્યમો દ્વારા કોઈને અસુવિધા અથવા હેરાનગતિ કરવી એ આ કાયદા હેઠળ ગુનો ગણાશે. તમામ બાબતોને ધ્યાનમાં લેતા કોર્ટે કહ્યું કે આ કલમ હાલના કેસના તથ્યો પર સંપૂર્ણ રીતે લાગુ થશે.