Ayodhya તા.7
રામમંદિરમાં દર્શન માટે પ્રવેશ હવે સવારે 6 વાગ્યાથી શરૂ થશે. મંદિર ટ્રસ્ટે ઋતુ પરિવર્તન અને મહાકુંભનાં શ્રધ્ધાળુઓના દ્રષ્ટિગત શ્રીરામ લલાના દર્શનના સમય ગાળામાં વધારો કરાયો છે.
આ વ્યવસ્થા આજથી લાગુ રહેશે.આ ઉપરાંત એનઆરઆઈ શ્રધ્ધાળુ પોતાના પાસપોર્ટથી સીધા કાઉન્ટરથી દર્શન પાસ બનાવી શકશે રામમંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી ડો.અનિલ મિશ્રે ટાઈમ ટેબલ જાહેર કર્યું છે.
નવી વ્યવસ્થામાં સવારે 4 વાગ્યે મંગલા આરતી અને પટ બંધ થશે. ત્યારબાદ સવારે 6 વાગ્યે શૃંગાર આરતી થશે. બિરલા ધર્મશાળા સામે મુખ્ય દ્વારથી દર્શન માટે પ્રવેશ આરંભ થશે.જે રાત્રે 9 વાગ્યા સુધી અવિરત ચાલશે. બપોરે 12 વાગ્યે ભોગ આરતી થશે. સાંજે 7 વાગ્યે સંધ્યા આરતી અને 15 મીનીટ માટે કપાટ બંધ રહેશે.
ડો.મિશ્રાના જણાવ્યા રાત્રે 10 વાગ્યે શયન આરતી અને ત્યારબાદ બાકી રાત્રી માટે કપાટ બંધ થઈ જશે. ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે હવે કોઈપણ એનઆરઆઈ ડાયરેકટ કાઉન્ટર પર પોતાનો પાસપોર્ટ રજુ કરીને પાસ બનાવી શકે છે. રામલલ્લાનાં દર્શન માટે સુગમ અને વિશિષ્ટ વીઆઈપી પાસ અને આરતી પાસની વ્યવસ્થા જાહેર કરાઈ છે.