London
તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દરરોજ બે કપ Tea પીવાથી મહિલાઓમાં સગર્ભા બનવાની તકો વધી જાય છે. બ્રિટનના જાણિતા અખબાર અભ્યાસ સાથે સંકળાયેલા સંશોધકોને ટાંકીને આ મુજબનો ધટસ્ફોટ કર્યો છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે દરરોજ બે કપ Tea પીનાર મહિલામાં સગર્ભા બનવાની તકો ૨૭ ટકા વધુ રહેલી છે. Tea નહીં પીનાર મહિલાઓની સરખામણીમાં નિયમિત રીતે Tea પીનાર મહિલાઓમાં સગર્ભા બનવાની તકો વધી જાય છે. બીજી બાજુ આજ સંશોધનમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે દરરોજ બે કોલા સ્ટાઇલના ડ્રીંક પીવાથી મહિલાઓની ક્ષમતા ધટી જાય છે. Colaને દરરોજની ટેવ નહીં બનાવવાની સલાહ પણ આમા આપવામાં આવી છે. અભ્યાસમાં સાફ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે દિવસમાં ઓછામાં ઓછા બે વખત soft drinks પીનાર મહિલાઓમાં સગર્ભા બનવાની તક ૨૦ ટકા સુધી ધટી જાય છે. Coffee પીનાર મહિલાઓ માટે સગર્ભા માટેની તકો પર કોઈ અસર થતી નથી.
બાળક માટે ઇચ્છુક ૩૬૦૦ મહિલાઓને આવરી લઇને કરવામાં આવેલા અભ્યાસ બાદ આ મુજબની બાબત સપાટી ઉપર આવી છે. અભ્યાસના લેખક અને અમેરિકામાં બોસ્ટન યુનિર્વસિટીના પ્રોફેશર એલિજાબેથ હચે કહ્યું છે કે Tea પીવાથી સગર્ભા બનવાની તકોમાં ચોક્કસપણે વધારો થાય છે. અલબત્ આ વિષય ઉપર વધુ અભ્યાસની જરૂર છે. પરંતુ પરિણામો પ્રોત્સાહનજનક છે. આ અભ્યાસના ભાગરૂપે મહિલાઓના જુદા જુદા વર્ગ બનાવવામાં આવ્યા હતા. આમા જાણવા મળ્યુ કે એક દિવસમાં બે અથવા ત્રણ વખત Tea પીનાર મહિલાઓમાં સગર્ભા બનવાની તક ૨૭ ટકા વધી જાય છે. અભ્યાસમાં દૂધના પ્રમાણને લઇને કોઈ વાત કરવામાં આવી નથી. બ્રિટનમાં કરાયેલા અભ્યાસવા તારણો સાથે કેટલાક લોકો સહમત છે અને કેટલાક સહમત દેખાઇ રહ્યા નથી.
Trending
- Shubman Gill ની ઈંગ્લેન્ડમાં ધમાકેદાર ઈનિંગ પર મેન્ટોર યુવરાજ સિંહ ખુશખુશાલ
- Porbandar જિલ્લા પંચાયત કચેરી ખાતે તમામ કુલરો ભંગાર હાલતમાં
- Vanthali-Manavadar માર્ગમાં છકડો રિક્ષા પલ્ટી: ચાલકનું મોત
- તાજીયાના ઝુલુસમાં ત્રણ DCP સહિત 1892 પોલીસ જવાન બંદોબસ્તમાં ખડેપગે રહેશે
- Amreli ના ધારી ખોડિયાર ડેમમાંથી અજાણ્યા વ્યક્તિનો મળ્યો મૃતદેહ
- Surendranagar: રોડ પર કારને આંતરી 3 વ્યક્તિ પર ધોકા-ધારિયા વડે હુમલો
- Gir Somnath જિલ્લામાં ગત વર્ષ કરતા જુન મહિના સુધીમાં 60 ટકા વધુ વરસાદ પડ્યો
- Palitanaમાં સરકારની ઉદાસીનતાનો ભોગ બન્યો માસૂમ રાજદીપ