Bengaluru તા.20
માણસ કરતા કૂતરાની કિંમત જાણે વધી ગઈ છે! બેંગ્લુરુનાં એક શ્વાસ પ્રેમી સતીષે વુલ્ફડોગ જાતિનો ખૂબ જ અલભ્ય કૂતરો અધધધ રેકોર્ડબ્રેક 50 કરોડ રૂપિયાની કિંમતે ખરીદયો છે.
આઠ મહિનાની વયનો આ યુનિક ‘વાક ડોગ’ હાઈબ્રિડ છે. તે કોકેશિયન શેફર્ડ અને ખરા વરુનું હાઈબ્રિડ વર્જન આ ડોગ છે. આ શ્વાનને રેડ કાર્પેટ પર લાવવામાં આવ્યો ત્યારે હજારો લોકોએ ઓનલાઈન આ દ્દશ્ય જોયું હતું.
આ વુલ્ફડોગ 7 એકરના ફાર્મમાં રહે છે. ઢગલાબંધ કેરટેકર્સ તેની સેવા કરે છે. આ કૂતરો અલભ્ય હોઈ લોકો તેને જોવા માટે આતુર હોય છે. આ શ્વાને કોઈ ફિલ્મ સ્ટાર જેવું આકર્ષણ પેદા કર્યુ છે. તેઓ તેના માલિક સતીષે દાવો કર્યો છે.