Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે
    • લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી
    • Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો
    • Rajkot: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત ચાર લોકો ડૂબ્યા
    • ગ્લોબલ નબળાઇનો પ્રભાવ : ભારતીય બજારમાં વ્યાપક વેચવાલી…!!!
    • 03 મેનું પંચાંગ
    • 03 મેનું રાશિફળ
    • ગુજરાતના ધારાસભ્યો હવે ‘Vande Bharat’ and ‘Tejas’ માં એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરી શકશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Gondal:પાટીદાર-ક્ષત્રિય સમાજની બેઠકમાં સુખદ સમાધાન
    સૌરાષ્ટ્ર

    Gondal:પાટીદાર-ક્ષત્રિય સમાજની બેઠકમાં સુખદ સમાધાન

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 24, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gondal,તા.24
    ગોંડલમાં સગીરને મારમારવાની ઘટનામાં ગઈકાલે પાટીદાર અને ક્ષત્રીય સમાજના આગેવાનોની મળેલી બેઠકમાં ઘીના ઠામમાં ઘી પડી ગયું છે.દરમિયાન આ બેઠકમાં ઉપસ્થિત જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે આ ઘટનામાં ગોંડલની છબી ખરડાઈ તેવા પ્રયાસો થયા છે પરંતુ ગોંડલની વિધાનસભાની બેઠક માટે કોઈએ લાળ ટપકાવાની જરૂર નથી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા મારા પિતા સમાન છે આ બેઠક પરથી ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે.

    જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરીયાએ વધુમાં જણાવ્યું હતું કે જે લોકો ગોંડલને મિરઝાપુર ગણાવે છે તે આવારા તત્વો છે.ગોંડલમાં પાટીદાર અને ક્ષત્રીય સમાજ હળી મળીને વર્ષોથી સાથે રહે છે અહી રૂ।.85 કરોડના ભાવે એકવીઘો જમીન વેચાઈ છે. ગોંડલ વિકસીત છે તેના પૂર્વમાં જયરાજસિંહ જાડેજાનો પરિવાર રહેશે.

    અલ્પેશભાઈ ઢોલરીયાનું આ નિવેદન સૌરાષ્ટ્રમાં ભારે ચકચારી બન્યું છે. અહી એ ઉલ્લેખનીય છે કે ગોંડલ માં સગીર ને માર મારવાની ઘટનાએ જ્ઞાતિવાદી સ્વરૂપ લેતા એક તબ્બકે પાટીદાર તથા ક્ષત્રીય સમાજ આમને સામને આવી આવેદનપત્રો આપી ગોંડલ બંધ સુધી વાત પંહોચતા ગોંડલ નું વાતાવરણ ડહોળાયું હતું.

    જ્ઞાતિ વૈમેનસ્ય ની આગ લબકારા મારે તે પહેલા પાટીદાર સમાજ નાં પીઢ આગેવાનો તથા ક્ષત્રીય સમાજ ઉપરાંત બન્ને પિડીતો નાં પરીવારોને પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાએ એક મંચ પર લાવતા બન્ને સમાજે સમાધાન માટે હાથ લંબાવતા વિવાદ નો સુખદ અંત આવ્યો હતો.સાથોસાથ ઘટનામાં કુદી પડી વાતાવરણ ને ડહોળનારાં તત્વોને કારણે બન્ને સમાજ ગુમરાહ થયાની પણ સ્પષ્ટતા કરાઇ હતી.

    પાટીદાર સગીર ને માર મારવાની અને ક્ષત્રીય પરીવાર નાં બાળકની સતામણીની ઘટનાએ છેલ્લા એક અઠવાડિયાથી ગોંડલ નો માહોલ ગરમાયો હતો. જેમા ભડકાઉ ભાષણોને કારણે ગોંડલ ની શાંતિ ડહોળાતા જયરાજસિહ જાડેજાએ બન્ને પીડિતો ના પરીવાર તથા પાટીદાર તથા ક્ષત્રીય સમાજ નાં જવાબદાર આગેવોનો ની હાજરીમાં રિવર સાઈડ પેલેસ ખાતે બેઠક કરી સમાધાન ની ભુમીકા ઉભી કરી હતી.પિડીત સગીર નાં પિતા સમીરભાઈ લક્ષ્મણભાઈ સાટોડીયાએ સ્પષ્ટતા કરી કે મારે કોઇ જ્ઞાતિ સાથે ક્યારેય કોઈ જગડો નથી.સમાધાન થી અમને રાજીપો છે.આ વાત હવે અહી પુરી થાયછે.જ્યારે અન્ય પિડીત બાળક નાં મામા પ્રતિપાલસિંહ ગોહિલે પણ સમાધાન સ્વિકારી રાજીપા સાથે વાતને પુરી કરી હતી.

    જયરાજસિહ જાડેજાએ કહ્યુ કે ઘટના દુ:ખદ હતી.પણ કેટલાક પરીબળો દ્વારા મોટો હાઉ ઉભો કરી દેવાયો હતો.ગોંડલ ને બદનામ કરવામાં કોઇ એ પાછુ વાળીને જોયુ નથી.ગોંડલ ની પ્રગતિ ધંધા ઉધ્યોગ આ લોકોથી જોવાતા નથી.બન્ને પક્ષે સમજદારી દાખવી સાચી વાતને સ્વિકારીછે.તે બદલ બન્ને પરીવાર તથા સમાજ નો આભાર વ્યક્ત કરી આપણી શાંતિ સંગઠન કાયમી જળવાઇ રહે તે માટે ઉપસ્થિત તમામ સમાજ ને અપીલ કરી હતી. બેઠક માં ઉપસ્થિત યુવા અગ્રણી ગણેશભાઈ એ કહ્યુ ગોંડલ માં આકસ્મિક કંઈ પણ ઘટના બને તો ગોંડલ ને બદનામ કરવાનો સિલસિલો શરુ થયોછે.ત્યાં સુધીકે ગોંડલ ને મિર્ઝાપુર ગણાવી દિધુ છે.આવા ટપોરીઓ ને કહેવાનું કે અહી અઢારે આલમનાં લોકો વચ્ચે ભાઇચારો છે.એ લોકોનાં વૈમેનસ્ય નાં સપના ક્યારેય પુરા નહી થાય. મનસુખભાઈ સખીયાએ કહ્યુ કે મુઠ્ઠીભર તત્વો વાતાવરણ ડહોળવા પ્રયત્ન કરેછે.તો કેટલાક ટીઆરપી વધારવાં જુઠ્ઠી હકીકતો રજુ કરી રહ્યાછે.પણ આજે બધુ સ્પષ્ટ થઇ ગયુ છે.

    ક્ષત્રીય સમાજ નાં પીઢ આગેવાન કનકસિંહ જાડેજાએ કહ્યુ કે બન્ને પક્ષે કોઇ વેરઝેર નથી.કે નથી પુર્વયોજીત કાવત્રુ. બનાવ માત્ર આવેશ માં બન્યોછે.બધાય થી મોટુ ધન સમાધાન છે.જયરાજસિહ ને મતની પેટીમાં પંહોચી શકતા ના હોય તેવા લોકો સમજણ વગરનું અર્થઘટન કરી વાતાવરણ બગાડી રહ્યાછે.

    રાજપુત ક્ષત્રીય યુવક મંડળનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા હરદિપસિહ જાડેજાએ કહ્યુ કે ગોંડલ માં ભાઇચારો છે.મહારાજા ભગવતસિહ સમયથી પટેલ અને દરબારો નાં સબંધ સુમેળ ભર્યા છે.બનાવ અંગે ખોટુ ચિત્ર રજુ કરનારા બહાર નાં લોકોએ વાસ્તવ માં ગોંડલ આવીને સત્ય જાણવુ જોઈએ.બેઠક માં પાટીદાર આગેવાન કુરજીભાઈ ભાલાળા,અશોકભાઈ પરવડીયા,પિન્ટુભાઈ સાટોડીયા,જીગરભાઈ સાટોડીયા, સામતભાઇ બાંભવા,અમૃતભાઇ મકવાણા,આશીફભાઈ જકરીયા સહીતે જણાવ્યુ કે બન્ને પક્ષોએ સમજુતી દાખવી સમાધાન નો રાહ અપનાવી બનાવ ને ઇશ્યુ બનનાર લેભાગુ તત્વોને કરારો જવાબ આપ્યો છે. બેઠક માં ગોપાલભાઈ શિંગાળા,અગ્રણી ઉધ્યોગપતિ લક્ષ્મણભાઈ પટેલ,અશોકભાઈ પીપળીયા,પ્રફુલભાઈ ટોળીયા, શહેર તાલુકા રાજપૂત ક્ષત્રીય સમાજ ના પ્રમુખ હેમભા ઝાલા, પિન્ટુભાઈ ચુડાસમા, બટુકભાઈ ઠુંમર, યોગેશભાઈ કીયાડા, કચરાભાઇ વૈશ્ર્નવ, વિવિધ જ્ઞાતિઓ નાં આગેવાનો સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

    Gondal Gondal news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Kutch માં સોશિયલ મીડિયા પર આઇએસઆઇએસ વિચારધારા ફેલાવનાર યુવક ઝડપાયો

    May 2, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: Keshodનાં પંચાળા ગામે ગૃહકલેશમાં પતિનો પત્ની ઉપર કુહાડીથી હુમલો

    May 2, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: નવી RTO Officeમાં ઈન્સ્પેકટરે એજન્ટ સામે રિવોલ્વર તાકી લાફા ઝીંકયા

    May 2, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: ટ્રાફિક પોલીસની હેલ્મેટ ડ્રાઈવમાં 4 કર્મીઓ સહિત 10 વ્યકિતઓ દંડાયા

    May 2, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: વિસાવદર લાયન્સ કલબ દ્વારા ગુજરાત સ્થાપના દિવસ ઉજવાયો

    May 2, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: કોયલી ગામ નજીક આધેડનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત

    May 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026

    Rajkot: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત ચાર લોકો ડૂબ્યા

    May 2, 2026

    ગ્લોબલ નબળાઇનો પ્રભાવ : ભારતીય બજારમાં વ્યાપક વેચવાલી…!!!

    May 2, 2026

    03 મેનું પંચાંગ

    May 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.