Junagadh તા.2
જુનાગઢ નવી આરટીઓ ઓફીસમાં આરટીઓ ઈન્સ. પંચાલએ રિવોલ્વર બતાવી માફી મંગાવી લાફા માર્યાની અને આરટીઓમાં ન આવવા અપમાનીત કર્યાની ફરીયાદ નોંધાઈ હતી.
ઝાંઝરડા રોડ પર રહેતા અને આરટીઓ ઓફીસમાં એજન્ટ તરીકે કામ કરતા મીનીલ ઉર્ફે ધર્મેશભાઈ બાબુભાઈ રાઠોડની ફરીયાદ અનુસાર આરટીઓ ઓફીસ ખાતે ગત નવેમ્બર માસમાં અસીલને ડ્રાઈવીંગ ટેસ્ટ સમજાવવા ગયા હતા ત્યારે આરટીઓ ઈન્સ. પંચાલએ અહીં કેમ આવ્યો છે તેમ કહી વાળ પકડી ઓફીસમાં લઈ ગયા હતા ત્યાં ચારેક ઝાપટો મારી પોતાની પાસેની રિવોલ્વર બતાવી ધમકાવી જ્ઞાતિપ્રત્યે હડધૂત કરી માફી મંગાવી વીડિયો ઉતાર્યો હતો. ફોન ઉપર પણ ધમકી આપી કચેરીમાં બોલાવી હવે કયારેય અહીં કચેરીમાં નહી આવવું તેવું લખાણ કરાવી લીધાની ફરીયાદ નોંધાવતા ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે તપાસ હાથ ધરી છે.

