Junagadh તા.2
ટ્રાફીક નિયમનો ખુલ્લાઆમ ભંગ કરનારા સામે પોલીસે ગઈકાલે 1 મેથી સઘન ચેકીંગની કામગીરી હાથ ધરી છે. જુનાગઢ સરકારી કચેરીઓ સહિતના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવેલ. જેમાં ચાર કર્મીઓ સહિત 10 વાહન ચાલકો દંડાયા હતા. 1 મેથી 31 મે અક માસ સુધી રાજયવ્યાપી હેલ્મેટ ડ્રાઈવનો પ્રારંભ થયો છે.
રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા એસપી સુબોધ ઓડેદરાની સૂચનાથી ટ્રાફીક પીએસઆઈ એસ.એન. જાડેજા, પી.કે. ઝાલાની ટીમે ગઈકાલે સરકારી કચેરીઓ આસપાસ હેલ્મેટ ડ્રાઈવ ગોઠવી ચાર કર્મીઓ સહિત 10 વાહન ચાલકોને હેલ્મેટ વગર પકડી રૂા.5000નો દંડ વસુલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ હેલ્મેટ ડ્રાઈવ 31 મે સુધી ચાલુ રહેશે દરેક વાહન ચાલકો ટુ વ્હીલરએ હેલ્મેટનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

