Rajula,તા.24
રાજુલા પોલીસ સ્ટેશનના મોટરસાઇકલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મોટરસાઇકલ સાથે ઇસમને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી વિગતો અનુસાર ગત તા.૨૦/૦૩/૨૦૨૫ ના રોજ રાજુલા ટાઉનમા હીરો કંપનીની બ્લુ કલરના પટ્ટાવાળી સ્પ્લેન્ડર પ્લસ ગાડી જેના રજીનં. GJ-14-88-8175 વાળી ગાડીને કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ગયેલ હોય જેથી આ બનાવને ગંભીરતા થી લઇ રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઇ એ.ડી.ચાવડાનાઓ તથા ઇન્ચાર્જ પીઆઇ પી.વી.પલાસનાઓએ સદરહુ અનડીટેક્ટ બાઇક ચોરીના ગુન્હાને ડીટેકટ કરવા સુચના આપેલ હોય જે અન્વયે રાજુલા પો.સ્ટે ની સર્વેલન્સ ટીમ દ્વારા ટેકનીકલ તથા ઇ-પોકેટ કોપ તથા હયુમ્ન સોર્સ આધારે ઉપરોક્ત મોટરસાયકલ બાબતે પેટ્રોલીંગ દરમ્યાન સદરહુ બાઇક સાથે એક ઇસમ દેવશીભાઇ ઉર્ફે દીવ્યેશ રાઘવભાઇ ઢોલા રહે, રાજુલાને પકડી પાડી અને ગુન્હામાં ગયેલ મોટરસાયકલને શોધી કાઢેલ અને આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કામગીરીમાં રાજુલાના પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર એ.ડી.યાવડા તથા ઇન્ચાર્જ પો.ઇન્સ પી.વી પલાસના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ મધુભાઇ પોપટ, હે.કોન્સ. હરપાલસિંહ ગોહિલ, હે.કોન્સ હરેશભાઇ વાળા, હે.કોન્સ મનુભાઇ માંગાણી, પો.કોન્સ ધનશ્યામભાઇ હસમુખભાઇ તથા એ.એસ.આઇ. જગદીશભાઇ રાઠોડ, હે.કોન્સ મુકેશભાઇ ગાજીપરા દ્વારા કરવામાં આવેલ છે