ઘરમાં ધુશી છરી બતાવી બે સંતાનોને મારી નાખવાની ધમકી આપી અવાર નવાર શિકાર બનાવી ‘તી
Jasdan,તા.08
જસદણ ગ્રામ્ય પંથકની પરણીતાને છરીની દેખાડી બે પુત્રોને જાનથી મારી નાખવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ ગુજારનાર વડોદ ગામના હવસખોરના શખ્સને પોલીસે સકંજામાં લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગત મુજબ જસદણ ગ્રામ્ય પંથકની પરણીતા ને છરી બતાવી અને સંતાનોને મારી નાખવાની ધમકી આપી અવાર નવાર વડોદ ગામના માલા ભકા ચાવડા નામના શખ્સે દુષ્કર્મ આચાર્ય અંગેની જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પરણીતા પોતાના ઘરે એકલા હતા ત્યારે વડોદ ગામના માલા પકા ચાવડા નામનો ઘરમાં ધુશી છરી બતાવી તેણીના બંને પુત્રોને જાનથી મારી નાખવાની ધમકી આપી તેના ઘરે અવાર નવાર દુષ્કર્મ ગુજારીયા ની પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે માલા ભક્કા ચાવડા સામે દુષ્કર્મ, ધમકી સહિત ની કલમો હેઠળ ગુનો નોંધી પીઆઇ ટીબી જાની અને રાઇટર અરૂણભાઇ સહિતના સ્ટાફે માલા ભકા ચાવડા ની અટકાયત કરી ધોરણસર ની કાર્યવાહી હાથ છે.