Amreliતા.09
અમરેલી જિલ્લામાં જુદા જુદા બનેલા બનાવોમાં ઝેરી દવા પી લેવાના કારણે બે મહિલાઓના મૃત્યુ નીપજ્યા છે. જયારે રખડતા આખલાએ કુંકાવાવના અનીડા ગામના બાઈકચાલક આખલા સાથે અથડાઈ જતા મોત નીપજવાની ઘટના બની છે. આ ઉપરાંત સાવરકુંડલાનો એક યુવાન ટ્રેનની ટકકરે મોતને ભેટયો છે. જાફરાબાદ તાલુકાના ઘેસપુર ગામના યુવાનના બાઈક સાથે અન્ય બાઈક અથડાઈ જતાં યુવાનને ઈજા થવાની ઘટના બની છે.
અમરેલી જિલ્લામાં સામાન્ય વાતમાં મહિલાઓ મોતને મીઠું કરતા હોવાના બનાવો બનવા પામ્યા છે. પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ લાઠી તાલુકાના હરસુરપુર દેવળીયા ગામે રહેતા દિલીપભાઈ બાબુભાઈ ભીમાણીના પત્ની રસીલાબેને કોઈ અગમ્ય કારણોસર ઘઉંમાં નાખવાના ટીકડા પી લેતા સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતુ જયારે બાબરાના વાવડી ગામે રહેતા જયાબેન જીતુભાઈ સાડમીયા નામની મહિલાએ પણ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા .જયા તેમનું મોત થયુ હતુ.