Morbi,તા.16
મહાનગરપાલિકા દ્વારા વન વિક વન રોડ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેમાં રોડ પરના દબાણો દુર કરવામાં આવતા હોય છે આજે મચ્છીપીઠ વિસ્તારમાં ડીમોલીશન કરી દબાણો દુર કરવામાં આવ્યા હતા
મોરબી મ્યુનીસીપલ કમિશ્નર સ્વપ્નીલ ખરેના માર્ગદર્શન હેઠળ વન વિક વન રોડ અંતર્ગત આજે મચ્છીપીઠ વિસ્તારમાં દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મચ્છીપીઠમાં ઘર પાસે કરેલ ઓટલા, છાપરા અને અન્ય ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવ્યા હતા મ્યુનીસીપલ કમિશ્નરની ઉપસ્થિતિમાં દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી મચ્છીપીઠ સહિતના અનેક વિસ્તારમાં અગાઉ નગરપાલિકા તંત્રએ દબાણો હટાવ્યા હતા પરંતુ ફરી દબાણો ખડકી દેવામાં આવ્યા હોય તેવું જોવા મળ્યું હતું ત્યારે હવે મનપાએ હટાવેલા દબાણો મામલે શું ફરી દબાણો ખડકી દેવામાં આવશે કે કેમ તે મોટો સવાલ છે