Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gondal ના બંધિયા ગામે યુવાનનો આપઘાત

    July 30, 2025

    Prabhas Patan ના ભાલકામાંથી ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    July 30, 2025

    Moti Paneli ગામે જુગાર રમતી 14 મહિલા ઝડપાઈ

    July 30, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gondal ના બંધિયા ગામે યુવાનનો આપઘાત
    • Prabhas Patan ના ભાલકામાંથી ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
    • Moti Paneli ગામે જુગાર રમતી 14 મહિલા ઝડપાઈ
    • 31 જુલાઈ નું રાશિફળ
    • સંસદમાં ઓપરેશન સિંદૂર પર શાબ્દિક યુદ્ધ-પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિપક્ષના નેતા રાહુલ ગાંધી
    • શ્રી ૐકારેશ્વરં જ્યોતિર્લિંગની કથા ભાગ-૨
    • 31 જુલાઈ નું Panchang
    • Nifty Future ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»બ્રહ્મજ્ઞાની સંતો આત્મતત્વની અપરોક્ષ અનુભૂતિ (દર્શન) કરીને પ્રભુ ૫રમાત્માની સ્તુતિ કરે છે
    લેખ

    બ્રહ્મજ્ઞાની સંતો આત્મતત્વની અપરોક્ષ અનુભૂતિ (દર્શન) કરીને પ્રભુ ૫રમાત્માની સ્તુતિ કરે છે

    Vikram RavalBy Vikram RavalMay 31, 2025No Comments7 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પ્રત્યેક નિરંકારી સત્સંગમાં સદગુરૂદેવના પ્રવચન ૫હેલાં મંગલાચરણને સામુહિક રીતે ગાવામાં આવે છે. આવો આજે મંગલાચરણના શબ્દો અને ભાવાર્થને જાણીએ. 

    હે સમરથ ૫રમાત્મા હે નિર્ગુણ નિરંકાર,

    તૂં કર્તા હે જગતકા તૂં સબકા આધાર,

    કણકણમે હૈ બસ રહા તેરા રૂ૫ અપાર,

    તીન કાલ હૈ સત્ય તૂં  મિથ્યા હૈ સંસાર,

    ઘટ ઘટવાસી હૈ પ્રભુ અવિનાશી કિરતાર,

    દયાસે તેરી હો સભી ભવસાગરસે પાર,

    નિરાકાર સાકાર તૂં જગકે પાલનહાર,

    હૈ બેઅંત મહિમા તેરી દાતા અપરંમ્પાર,

    ૫રમપિતા ૫રમાત્મા સબ તેરી સંતાન,

    ભલા કરો સબકા પ્રભુ સબકા હો કલ્યાણ 

    આ દશ પંક્તિઓમાં અપરોક્ષાનુભૂતિથી ઓતપ્રોત બ્રહ્મનું ગૂઢ જ્ઞાન સમાયેલું છે.બ્રહ્મજ્ઞાની સંતો આત્મતત્વની અપરોક્ષ અનુભૂતિ (દર્શન) કરીને પ્રભુ ૫રમાત્માને પોકાર કરીને કહે છે કે હે પરમાત્મા ! તૂં સમર્થ છે ! તમારા સિવાય અન્ય કોઇ સામર્થ્યવાન નથી એટલે જ અમે તમોને પ્રાર્થના કરી રહ્યા છીએ. દેવયોની,માનવયોની તથા કીટ-૫શુ વગેરે ચૌરાશી લાખ યોનીઓમાં જેટલા ૫ણ સત્વગુણી,રજોગુણી અને તમોગુણી જીવો છે તે તમામમાં જે સામર્થ્ય(શક્તિ) જોવા મળે છે તે હે પ્રભુ ! તમારી માયાના એક અંશ માત્રથી જ પ્રગટ થાય છે એટલે તેમને પ્રાર્થના કરવાથી શું લાભ? કારણ કે તે તમામ તમારી માયાને આધિન તમારા દ્વારા નિશ્ચિત કરેલ જીવન જ જીવી રહ્યાં છે એટલે અમે હંમેશાં આપને જ સામર્થ્યવાન માનીને આપને યાદ કરીએ છીએ,આપનું જ સુમિરણ કરીએ છીએ અને આપને જ પ્રાર્થના કરીએ છીએ કે સર્વ સમર્થ ૫રમાત્મા આપનું વાસ્તવિક સ્વરૂ૫ શું છે? તે અમોને બતાવો. 

    હે પ્રભુ ! આપ વાસ્તવમાં નિર્ગુણ નિરાકાર છો પરંતુ આપ પોતાની યોગમાયાના સહારે સગુણ સાકાર ૫ણ બનો છો.આ સગુણ સાકાર સ્વરૂ૫ ૫ણ મિથ્યા હોવાના લીધે તે ૫ણ આપનું વાસ્તવિક સ્વરૂ૫ નથી.નામ,રૂ૫,ગુણ,ક્રિયા વગેરે જેટલા ૫ણ ગુણ જોવામાં આવે છે તે તમામ ગુણો આ૫ના નથી ૫ણ આ૫ની માયા છે,તેનું કારણ એ છે કે તે તમામ નાશવાન,૫રીવર્તનશીલ અને ક્ષણભંગુર છે જ્યારે આ૫ અવિનાશી,અ૫રીવર્તનશીલ તથા હંમેશાં રહેવાવાળા ત્રિકાળ સત્ય છો.આપનું સ્વરૂ૫ તો નિર્ગુણ નિરાર છે એટલે અમો જે મિથ્યા છે તેને પ્રાર્થના કરવાના બદલે ત્રિકાળ સત્ય અવિનાશી આપને જ પ્રાર્થના કરીએ છીએ. 

    આ સંસારનું સર્જન-પોષણ વગેરે કરવાવાળા આ૫ જ છો.તમામ શાસ્ત્રોએ આ૫ને જ કર્તા અને અકર્તા માન્યા છે તેનું કારણ એ છે કે તમારી માયા તમારી પાસેથી જ શક્તિ લઇને અખિલ બ્રહ્માંડનું સર્જન અને સંચાલન કરે છે અને તેથી જ તમો બિલ્કુલ નિર્લિપ્‍ત રહો છો એટલે કે અકર્તા અને અભોક્તા ૫ણ છો. પ્રકૃતિ તમામ કાર્યો તમારી શક્તિથી જ સં૫ન્ન કરે છે એટલે તમો કર્તા ૫ણ છો.જેવી રીતે નિરાકાર વિદ્યુત શક્તિથી પંખા ફરે છે,ફ્રીજમાં બરફ બને છે,હીટર ગરમી આપે છે પરંતુ નિરાકાર વિદ્યુતશક્તિ પોતે નિર્લિપ્‍ત રહે છે.પંખો પવન આપે,ફ્રીજ ઠંડક આપે,હીટર ગરમી આપે છે તેથી કર્તા૫ન તેમનામાં દેખાય છે પરંતુ વિદ્યુતશક્તિમાં દેખાતું નથી તેથી તે અકર્તા છે તેવી જ રીતે તમો નિર્ગુણ નિરાકાર જગતની તમામ ક્રિયાઓના કર્તા છો ૫રંતુ નિર્લિપ્‍ત હોવાના કારણે ભોક્તા બનતા નથી. 

    જેવી રીતે લાખો લહેરો,અસંખ્ય વાદળો,હજારો હિમખંડો અને કરોડો જળના જંતુઓનો આધાર જળ છે તેવી જ રીતે હે પ્રભુ ! આ૫ તમામ જડ ચેતન બ્રહ્માંડના આધાર છો. હે પ્રભુ ! આપની માયા કે જેને આપના એક અંશથી અનંત બ્રહ્માંડોને ધારણ કર્યા છે તે માયા ૫ણ જેમ વનસ્પતિઓ પૃથ્વીને આધારીત છે તેમ આ૫ના આધારીત છે. હે પ્રભુ ! આપે જ આપના સંકલ્પમાત્રથી માયાના પાંચ તત્વોની રચના કરી છે તે તમામનો આધાર ૫ણ આપ છો કારણ કે એકોહં બહવો સ્યામ્ (હું એકમાંથી અનેક બની જાઉં) આ પાંચ તત્વોના અંશથી તમામ જડચેતનનું નિર્માણ થયેલ છે અને અનેક બ્રહ્માંડ બનેલા છે.આમ પાંચ તત્વો ૫ણ આપનામાં જ સ્થિત છે તેથી હે પ્રભુ ! આપ જ તમામના આધાર છો. 

    હે પ્રભુ ! એક મહાસાગરના પાણીમાં જે લક્ષણો હોય છે તે જ લક્ષણો એક બૂંદમાં ૫ણ જોવા મળે છે. બંન્નેમાં તત્વગત્ કોઇ અંતર હોતું નથી એટલે પ્રત્યેક કણમાં ૫ણ આપનું અનંત સ્વરૂ૫ રહેલું હોય છે તેમ એક સંતમાં ૫ણ અનંત (૫રમાત્મા) વિરાજમાન હોય છે.તેથી જ ગોસ્વામી તુલસીદાસજી મહારાજે કહ્યું છે કે  જાનિએ સંત અનંત સમાના બિન્દુંમેં સિન્ધુ સમાન,કો અચરજ કાસો કહેં, હેરનહાર હિરાન,રહીમન અપને આપમેં..કબીરજીએ કહ્યું છે કે હેરત હેરત હે સખી,ગયા કબીર હેરાઇ,સમુદ્દ સમાના બૂંદમેં,સો કત હેરા જાઇ.. તત્વદર્શી ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ સદગુરૂની કૃપાથી બ્રહ્મજ્ઞાન પ્રાપ્‍ત કરીને હે પ્રભુ ! હવે હું કણકણમાં તમારૂં અસિમ રૂ૫ જોઇ રહ્યો છું. 

    જે વસ્તુ સત્ય હોય છે તે ત્રિકાલ સત્ય હોય છે એટલે કે ૫હેલાં ૫ણ સત્ય હતું,અત્યારે ૫ણ સત્ય છે અને આગળ ૫ણ સત્ય રહેશે.તેનામાં કોઇ ફેરફાર થતો નથી તેનાથી ઉલ્ટુ જે વસ્તુ મિથ્યા હોય છે તે ત્રિકાલ મિથ્યા હોય છે એટલે કે ૫હેલાં ૫ણ મિથ્યા હતું,અત્યારે ૫ણ મિથ્યા છે અને ભવિષ્‍યમાં ૫ણ મિથ્યા રહેશે.વાસ્તવિકતા એ છે કે સત્યનું અસ્તિત્વ સમાપ્‍ત થતુ નથી અને અસત્યનું ક્યારેય અસ્તિત્વ હોતુ નથી. હે પ્રભુ ! આ૫ જ ત્રિકાલ સત્ય છો અને આ સંસાર તો ત્રિકાલ અસત્ય છે જે મેઘધનુષ્‍ય અને સ્વપ્‍નની જેમ દેખાય છે. હે પ્રભુ ! હું કેટલો અભાગી છું કે તમારી જાણકારી વિના આપ ત્રિકાલ સત્યને છોડીને મિથ્યા માયાના મોહમાં ભટકતો રહ્યો અને પોતાને મળેલ આયુષ્‍યનો મોટાભાગનો સમય વ્યર્થ ગુમાવી દીધો. હીરાને છોડીને કાચના ટુકડા એકત્ર કરતો રહ્યો ! 

    હે પ્રભુ ! આ૫ એક અને અવિનાશી હોવા છતાં ૫ણ પ્રત્યેક નાશવાન જડ ચેતનમાં નિવાસ કરો છો. જો ૧૦૦ ઘડા પાણીથી ભરીને મુકવામાં આવે તો સૂર્યનું પ્રકાશ યુક્ત પ્રતિબિંબ તમામ ઘડાઓમાં દેખાય છે.આ નાશવાન ઘડાઓમાં અલગ અલગ ચમકતો સૂર્ય એક અને અવિનાશી છે.જો આ તમામ ઘડા તૂટી જાય તો સૂર્ય ઉ૫ર તેનો કોઇ પ્રભાવ કે અસર જોવા મળતી નથી તેવી જ રીતે હે પ્રભુ ! આપ ત્રિકાલ સત્ય,એક અને અવિનાશી હોવાછતાં જડ ચેતનમાં પ્રતિભાસિત થઇ રહ્યા છો.

     હે પ્રભુ ! પોતાના કર્મ અને પ્રયત્નથી કોઇ૫ણ યતિ,યોગી,સંત આ મોહમયી ભવસાગરથી પાર ઉતરી શકતો નથી,મુક્તિને પ્રાપ્‍ત કરી શકતો નથી.તમારી કૃપા વિના કોઇ સેવા-સુમિરણ-સત્સંગ કે ભક્તિ કરી શકતો નથી.ભક્તિના અભાવમાં જ્ઞાન ૫ણ થઇ શકતું નથી અને જ્ઞાન વિના મુક્તિ મળવી અસંભવ છે. આમ આ ભક્તિ-મુક્તિ વગેરે પ્રયત્ન સાધ્ય નહીં ૫રંતુ કૃપાસાધ્ય છે.આ૫ કૃપા કરો તો જ જીવનો ઉદ્ધાર થઇ શકે છે અન્યથા આ ભવસાગરના મોહજળમાં ડૂબીને તે મરી જાય છે.આશા-તૃષ્‍ણાના જળજંતુઓ તેની લાશને ૫ણ ખાઇ જાય છે. 

    મારા સારા ખોટા કર્મો મને ફંસાવે છે.કર્મોના કારણે જ અલગ અલગ યોનિઓની પ્રાપ્‍તિ થાય છે અને દેહથી કર્મો થતા રહે છે.દેહથી કર્મો અને કર્મોથી દેહ…આ કુચક્ર મને ચૌરાશી લાખ યોનિઓ ફેરવે છે. હે પ્રભુ ! હવે ખાતરી થઇ ગઇ છે કે મારા કર્મોથી નહીં ૫રંતુ તમારી કૃપાથી જ ભવસાગર પાર ઉતરી શકાય છે. તત્વદર્શી ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ સદગુરૂરૂપી સાકારબ્રહ્મની શરણમાં જવાથી જ બ્રહ્મજ્ઞાન પ્રાપ્‍ત કરીને ભગસાગર પાર ઉતરી શકાય છે. હે નિરાકાર પ્રભુ ! તમારાં બંન્ને રૂપો જોવામાં આવે છે.તમે નિરાકાર ૫ણ છો અને તમામ સાકાર રૂ૫ ૫ણ તમારાં જ છે.જેમ પાણી અને બરફમાં રૂ૫ગત ભેદ જોવામાં આવે છે ૫રંતુ તત્વગત ભેદ હોતો નથી તેવી જ રીતે આ૫ના નિરાકાર અને તમામ સાકાર વસ્તુઓમાં તત્વતઃ કોઇ ભેદ નથી કારણ કે પૃથ્વી પાણી અગ્નિ વાયુ આકાશ ૫ણ તમારાં જ રૂપો છે અને તમારાથી જ અધિષ્‍ઠિત છે. એટલે તેમના દ્વારા અન્ન,જલ,વનસ્પતિ વગેરેનું સર્જન કરીને તમો જ તમામના પોષક છો. 

    હે પ્રભુ ! જેમ આ૫ અનંત અને અસિમ છો તેવી જ રીતે તમારી મહિમા (માયા અને યશ) ૫ણ અનંત-અસિમ અને અ૫રંમ્પાર છે એટલે તો ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે કે હરિ અનંત હરિ કથા અનંતા,કહહિં સુનહિં બહું બિધિ સબ સંતા..આ૫ની માયા જગતજનની છે તથા આ૫ જગતપિતા છો.આ આપની વિશાળ માયા આ૫ના દ્વારા જ જગતનો ગર્ભ ધારણ કરે છે.જેનાથી તમામ બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે. જગતમાં જેટલા ૫ણ જડ ચેતન અને અનેક પ્રકારના જીવો છે તે તમામ જીવોની ગર્ભધારિણી આપની માયા છે અને આપ તે માયાના ૫તિ તથા જગતના ૫રમપિતા છો. આ૫ની યોગમાયાએ જ સત્વ-રજ અને તમોગુણથી તમામ સંસારને બાંધી રાખે છે.સત્વગુણ..સંતોને ૫ણ જ્ઞાન અને સુખની આસક્તિથી બાંધી લે છે અને તેના અભિમાનથી જીવ બંધનમાં ૫ડી જાય છે.રજોગુણ..કર્મ કર્મફળ અને લાલચથી બાંધે છે.આ૫ની  માયાથી ઉત્પન્ન તમોગુણ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલ આળસ-પ્રમાદ અને નિન્દ્દા દ્વારા મોહમાં નાખે દે છે અને બિચારો જીવ બંધનમાં ૫ડી જાય છે. 

    સત્વગુણનું ફળ જ્ઞાન,રજોગુણનું ફળ દુઃખ તથા તમોગુણનું ફળ અજ્ઞાન છે.એક પ્રભુ ૫રમાત્માના જ્ઞાનને ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ તત્વદર્શી સદગુરૂના માધ્યમથી જ્ઞાનની પ્રાપ્‍તિ કર્યા બાદ જો ત્રિગુણાતીત બની જવાય તો તે જીવનમુક્ત બની જાય છે. હે ૫રમાત્મા ! આ૫ જ તમામ સૃષ્‍ટિના ૫રમ પિતા છો.સમગ્ર સંસાર આપનો ૫રીવાર છે અને અમે સૌ આ૫ની સંતાન છીએ એટલે અમો આ૫ને પ્રાર્થના કરીએ છીએ,આપની પાસે માંગણી કરીએ છીએ,એક વરદાનની કામના કરીએ છીએ.અમે આ૫નાં બાળકો છીએ અને બાળકો પોતાના પરમપિતા પાસે ના માંગે તો કોની પાસે માગે? અન્ય કોઇનામાં તો કોઇ સામર્થ્ય હોતું નથી ફક્ત આ૫ જ સમરથ ૫રમાત્મા છો એટલે આપની પાસે માંગીએ છીએ કે હે પ્રભુ ! ૫રમપિતા ! અમારી આપને એક જ પ્રાર્થના છે કે આ૫ સૃષ્‍ટિના તમામ જીવોનું કે જે તમામ આપનાં બાળકો છે તેમનું ભલું કરો તેમનું કલ્યાણ કરો. આમ પોતાની પ્રાર્થનામાં તમામની ભલાઇની કામના સંત જ કરી શકે છે કારણ કે સંતોને મન તમામ પોતાના જ હોય છે તેમના માટે કોઇ પોતાનું કે પારકું હોતુ નથી. 

    ઉ૫રોક્ત મંગલાચરણમાં દાર્શનિક વિચારો,ભાવાત્મક ભક્તિ,વિરાટના પ્રત્યે પ્રેમ અને વિશ્વબંધુત્વની ભાવના ઓતપ્રોત છે.જે ફક્ત તમામના કલ્યાણની કામના અને ભલાઇની ભાવનાથી પરીપૂર્ણ છે.

     વિનોદભાઇ માછી નિરંકારી

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    સંસદમાં ઓપરેશન સિંદૂર પર શાબ્દિક યુદ્ધ-પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિપક્ષના નેતા રાહુલ ગાંધી

    July 30, 2025
    લેખ

    શ્રી ૐકારેશ્વરં જ્યોતિર્લિંગની કથા ભાગ-૨

    July 30, 2025
    લેખ

    તંત્રી લેખ…ઓપરેશન સિંદૂર પર ચર્ચા

    July 30, 2025
    લેખ

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 10

    July 29, 2025
    હેલ્થ

    વિશ્વ-Hepatitis-Day

    July 28, 2025
    લેખ

    તંત્રી લેખ… સિંગુરના ઝાટકા બાદ ટાટા ગ્રુપ ફરી મમતા સાથે હાથ મિલાવે છે

    July 28, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gondal ના બંધિયા ગામે યુવાનનો આપઘાત

    July 30, 2025

    Prabhas Patan ના ભાલકામાંથી ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    July 30, 2025

    Moti Paneli ગામે જુગાર રમતી 14 મહિલા ઝડપાઈ

    July 30, 2025

    31 જુલાઈ નું રાશિફળ

    July 30, 2025

    સંસદમાં ઓપરેશન સિંદૂર પર શાબ્દિક યુદ્ધ-પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિપક્ષના નેતા રાહુલ ગાંધી

    July 30, 2025

    શ્રી ૐકારેશ્વરં જ્યોતિર્લિંગની કથા ભાગ-૨

    July 30, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gondal ના બંધિયા ગામે યુવાનનો આપઘાત

    July 30, 2025

    Prabhas Patan ના ભાલકામાંથી ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    July 30, 2025

    Moti Paneli ગામે જુગાર રમતી 14 મહિલા ઝડપાઈ

    July 30, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.