Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gujarat ના રક્ષકોના શૌર્યનું સન્માન,રાજ્યના 118 પોલીસ અધિકારી-કર્મચારીઓને મેડલ એનાયત

    August 4, 2025

    Prayagraj માં રસ્તા, ઘર અને ઘાટ ડૂબી ગયા,યુપીના 17 જિલ્લાઓમાં પૂર

    August 4, 2025

    Tejashwi Yadav પાસે બે મતદાર ઓળખકાર્ડ? એકથી વધુ કાર્ડમાં જેલ સજા-દંડની જોગવાઈ

    August 4, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gujarat ના રક્ષકોના શૌર્યનું સન્માન,રાજ્યના 118 પોલીસ અધિકારી-કર્મચારીઓને મેડલ એનાયત
    • Prayagraj માં રસ્તા, ઘર અને ઘાટ ડૂબી ગયા,યુપીના 17 જિલ્લાઓમાં પૂર
    • Tejashwi Yadav પાસે બે મતદાર ઓળખકાર્ડ? એકથી વધુ કાર્ડમાં જેલ સજા-દંડની જોગવાઈ
    • Airport પર ચાર કર્મચારીઓને નિર્દયતાથી માર મારનાર આર્મીમેનની મુશ્કેલી વધી
    • ખેડૂતો માટે ખાતર અંગેની ફરિયાદ-રજૂઆત માટે રાજ્યભરમાં Control Room શરૂ
    • Bihar માં મહાદેવને જળાભિષેક કરવા જતા કાવડિયાનું વાહન નદીમાં ખાબકયું
    • Siraj ની ભૂલ ભારે પડી! અંતિમ ટેસ્ટ ‘થ્રિલર’?
    • સવારે Dwarka માં અર્ધો ઇંચ વરસાદ,કલ્યાણપુર-ખંભાળિયામાં માત્ર હળવા ઝાપટા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»૫રમાત્માનું જ્ઞાન પ્રાપ્‍ત કર્યા બાદ જ ભક્તિની શરૂઆત થાય છે
    લેખ

    ૫રમાત્માનું જ્ઞાન પ્રાપ્‍ત કર્યા બાદ જ ભક્તિની શરૂઆત થાય છે

    Vikram RavalBy Vikram RavalJune 3, 2025No Comments7 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    હે જીવ ! તને પાછળના જન્મોમાં જે દુઃખ પડેલું તે કેમ ભૂલી ગયો? અને પુનઃ ગર્ભવાસમાં પડવાની દશા લઈને કેમ પેદા થયો? તું રાત-દિવસ,ક્ષણે ક્ષણે અને પળે પળે પ્રભુ સુમિરણ કરજે. આ જીવ સંસારની મોહમાયાના કામકાજમાં પડી ગયો અને કાળના માર્ગે જવા લાગ્યો અને માનવ જન્મમાં જે ભક્તિ, સત્કર્મ કરવાનું હતું તે થઈ શક્યું નથી. આ જીવ જન્મમરણના સુખ-દુઃખની પીડામાં પડી ગયો પણ તેને જે ભગવદભક્તિનું કાર્ય કરવાનું હતું તે કર્યા વગર જગતમાં ભમ્યા કરે છે. જીવાત્માથી ભગવદભક્તિનું કાર્ય પાર પડ્યું નથી અને ભક્તિના કાર્ય ઉપર તે લાગ્યો નથી તેથી તેનાથી જો ભક્તિનું કાર્ય પાર નહિ પડે તો ભક્તિના કાર્ય વગર તેને ભગવદધામની પ્રાપ્તિ થશે નહીં. જે જીવ દેહ ધારણ કરે છે તેને આત્મજ્ઞાન થશે તો તેને પુનઃ દેહ ધારણ કરવો નહી પડે અને તે પરમાત્મા સ્વરૂપ થઈ જશે.

    સદગુરૂના માધ્યમથી ૫રમાત્માનું જ્ઞાન પ્રાપ્‍ત કર્યા બાદ જ ભક્તિની શરૂઆત થાય છે.બ્રહ્મજ્ઞાન ભક્તિનું સાધ્ય નહી પરંતુ સાધન છે. ભગવાનને જાણ્યા ૫છી જ આપણામાં દૈવી ગુણોનો પ્રવેશ થાય છે.  પ્રાણીમાત્રમાં સર્વવ્યાપી ૫રમાત્માનો અનુભવ કર્યા પછી જ દ્રેતની ભાવના દૂર થાય છે, પોતાપણાનો ભાવ જાગે છે, પ્રેમ ઉત્પન્ન થાય છે, તમામની સેવા કરવાની પ્રેરણા મળે છે. સર્વ શક્તિમાન પરમાત્માને અંગસંગ જાણ્યા બાદ જ અહમ્ ભાવ દૂર થાય છે, દાસ ભાવનાનો જન્મ થાય છે, નમ્રતા જીવનનું અંગ બને છે. કર્તાની જાણકારી પછી જ સંતુષ્‍ટિનો ભાવ આવે છે.

    કોઈ પણ પ્રકારની આકાંક્ષાથી સગુણ-સાકાર ભગવાનની ભક્તિ કરવી પરંતુ મોહમાયામાં ફંસાઇ છળ-કપટ રાખી ભક્તિ કરશો નહિ.નિર્ગુણ નિરાકાર પરમાત્માથી જ સમગ્ર જગત બન્યું છે અને છેવટે બધું જ તેમાં સમાઈ જવાનું છે. સંસારમાં એકલા જ આવનાર અને એકલા જ જનાર જીવની સાથે રહીને તેને માર્ગદર્શન આપનાર તેનો સાચો સાથીદાર સદગુરૂ છે પણ જો તેમને આપેલ જ્ઞાનને ભૂલી જાય તો સંસારરૂપી વનમાં એકલો પડી જવાથી એકલો જ દુઃખથી આક્રંદ કરે છે. સદગુરૂના માધ્યમથી પરમાત્માને પ્રાપ્ત કર્યા વગર તેનાં દુઃખનું નિવારણ થશે નહિ. જેમ નાનું બાળક પોતાની માતાથી છૂટું પડી જવાથી રડે છે અને તેની માતાને મેળવ્યા વગર છાનું રહેતું નથી તેમ આ જીવને સદગુરૂ-સંત અને ભગવાન મળ્યા વગર તેનું દુઃખ મટશે નહિ.

    ૫રમાત્માની જાણકારી ક્ષૌત્રિય બ્રહ્મનિષ્‍ઠ બ્રહ્મવેત્તા મહાત્માની કૃપાથી જ સંભવ છે કે સ્વંયમ્ જે ૫રમાત્માને જાણતા હોય, શરીરધારી સદગુરૂની કૃપા વિના બ્રહ્માનુભૂતિ સંભવ નથી. સદગુરૂ વસ્તુતઃ નિર્ગુણ બ્રહ્મની જ સગુણ સત્તા હોય છે, જે એક શરીરના માધ્યમથી કાર્ય કરે છે. આદિકાળથી સદગુરૂ આ ધરતી ઉ૫ર અવતરીત થાય છે અને બ્રહ્મજ્ઞાનના માધ્યમથી માનવમાત્રનો ઉધ્ધાર કરે છે. બ્રહ્મનિષ્‍ઠ બ્રહ્મશ્રુત પૂર્ણ સદગુરૂ બ્રહ્મજ્ઞાન પ્રદાન કરીને પાપીઓનો ઉધ્ધાર કરીને મુક્ત કરે છે. જે ઢોંગી ગુરૂ હરિ મિલન માટે જિજ્ઞાસુઓને જપ-તપ-મંત્ર..વગેરે બતાવે છે પરંતુ અંગ સંગ પ્રભુ પરમાત્માની ઓળખાણ ના કરાવે તો સમજવું જોઇએ કે તે પૂર્ણ સંત નથી. પૂર્ણ સદગુરૂ તો એ છે કે જે બ્રહ્મનાં સાક્ષાત દર્શન-અપરોક્ષાનુભૂતિ કરાવી દે. પાપી ૫ણ બ્રહ્મજ્ઞાનથી પવિત્ર થઇ જાય છે કારણ કે બ્રહ્મજ્ઞાનથી અધિક પવિત્ર કરનાર ૫તિત પાવન વસ્તુ સંસારમાં બીજું કાંઇ નથી..

    તદ્દન શાંત-નિર્જન સ્થાનમાં રહેનાર,કોઈપણ સંગી વગર અસંગી રહેનાર અત્યંત સુખી હોય છે અને તેવા વ્યક્તિ માટે તેનો બીજો સાથી સદગુરૂ હોય છે અને ત્રીજો સાથી ભગવાન હોય છે તેવા વ્યક્તિએ ભગવદ નામસ્મરણથી મોજ મજા કરવી જોઇએ. જળ વગર જેમ માછલી ટળવળે છે અને તે જળને મેળવ્યા વગર સુખી થતી નથી એમ જો આત્મા પરમાત્માને પ્રાપ્ત કરી લે તો તેના કલ્યાણનું કાર્ય પાર પડી જાય છે. હે પ્રભુ ! જગતમાં ભગવદતત્વ રૂપે તમે જ બોલી રહ્યા છો અને તમે જ સાંભળો છો, વળી તમે જ ભગવદતત્વ રૂપે જુઓ છો. તમે જ જગતમાં એક માત્ર પરમાત્મા-પરબ્રહ્મ વિગેરે નામોવાળા ભગવાન વિષ્ણુ નારાયણ છો. બ્રહ્મ જ સુગંધ લે છે, બ્રહ્મ જ જુએ છે અને બ્રહ્મ જ સાંભળે છે એવું શ્રુતિ કહે છે.

    હે જીવ ! તું સાચું સમજ્યા વગર આ માયાના કામકાજમાં કેમ લાગી ગયો છે? તું પોતે પ્રારબ્ધ કરતાં વધારે કે ઓછું પ્રાપ્ત કરી શકવાનો નથી.ભગવાન રાખે તેમ રહીને ભગવાનનું ભજન કર. જગતમાં આખરી સર્વશક્તિમાન એવું જે તત્વ છે કે જેના ગુણોની પ્રશંસાનો અંત આવે તેમ નથી. જગતમાં ભગવદનામ વિના જીવ ઘણો જ રીબાઈને દુઃખી થાય છે. જે ભગવાનના પરમધામને જાણતો નથી અને જગતની માયા, ભૌતિક સુખ-સુવિધાઓ પાછળ લાગેલો રહે છે તેને કામાદિ કાંટા રડાવે છે અને ચીરી નાખે છે માટે પહેલેથી જ સારા વિચારો કરો. હે જીવ..તું તારી લુચ્ચાઈવાળી ખરાબ બુદ્ધિથી નવાં કર્મના બંધનો કરીશ નહીં અને જો ભક્તિ કરીશ તો ભગવાને તને તારૂં પાલન-પોષણ કરીને શરણે રાખવાનું જે વચન આપ્યું છે તેમના વચનની અવજ્ઞા કરીશ નહીં. જો તૂં ભગવાનના આદેશનું ઉલ્લંઘન કરશે તો તે ધણી વગરના ઢોર જેવો અનાથ થઈ જશે અને પછી તારી દુર્દશા થશે.

    જો માનવમાં પ્રેમ સત્કાર નથી તો ભક્તિમાર્ગમાં ક્યારેય આગળ વધી શકતો નથી. જ્ઞાની હોવા છતાં ૫ણ તેનું ૫તન થાય છે. સાચા સાધુ સંત હરિના એક જ વાત સમજાવે છે કે જ્ઞાની ૫ણ જો ભક્તિ છોડે તો તે અંત સમયમાં ૫છતાય છે એટલે માનવે જ્ઞાનની સાથે સાથે ભક્તિને ૫ણ સમાનરૂ૫થી પોતાના આચરણમાં લાવવી જોઇએ જેથી જ્ઞાન રસ્તો બતાવે અને ભક્તિમય જીવન જીવવાથી આપણે મુક્તિનો આનંદ મેળવી આલોક અને ૫રલોક સુખી કરી શકીએ.

    જે કોઈ ભગવાનની ભક્તિ છોડી દે છે તો તેને માટે તેને અંગીકાર કરવા માટે ભગવાને જાહેર કરેલ વચન લુપ્ત થઈ જશે અને બીજા અવળા માર્ગે જવાથી તેની સદ્‌ગતિ થશે નહિ. જેની ભગવદભક્તિ સાચી હશે તેને અંગીકાર કરવાનું ભગવાનનું વચન પણ સાચું થશે. તે સિવાય કપટ કરશે તો બધું જ નાશ પામશે. જીવને ગુપ્ત રીતે લાચારીથી ફરજીયાત પેદા થવું પડે છે તેમછતાં પણ તે નાશ પામે છે માટે તેને માટે તો નરક જ ભોગવવું પડશે એવું ફરમાન કરવામાં આવ્યું છે. સર્જનહાર નિત્ય છે, કાયમ સૃષ્ટિમાં સર્જન કરે છે અને તેનો નાશ કરે છે એવા સમર્થ ભગવાનની ભક્તિ પડતી મૂકીને તું કોની ભક્તિ કરીશ. તું માયાના કાર્યમાં લાગી ગયો અને સર્જનહાર ભગવાનને ભૂલી ગયો તો પછી તને આ સંસારના ગંદા નરકમાંથી કોણ બચાવશે? ભલે તું ગમે તેવા આધ્યાત્મિક દર્શનશાસ્ત્રોને અનુસરીશ કે તદ્દઅનુસાર ધાર્મિક ક્રિયાઓને પાળીશ તો પણ ભગવાનની અચળ એક નિષ્ઠાવાળી ભક્તિ વગર તે બધી પ્રતિક્રિયા દ્વારા પ્રાપ્તિઓનો નાશ થશે.

    તું અનેક પ્રકારના જીવાત્માના રૂપે પેદા થયો હતો અને હજુ પણ શું તારી એવા જીવાત્મા બનવાની ભાવના રહી ગઈ છે? તને માનવ જન્મથી ભગવદભક્તિ રૂપી અમૃતરસનું પાન કરવાનો અવસર મળ્યો છે ત્યારે તું શા માટે આળસ રાખીને આ ભક્તિરૂપી રસામૃતને ઢોળી નાખે છે? આવો ભક્તિનો હરિરસ જેવો બીજો કોઈ રસ નથી. કાચ જેવી મામુલી ચીજ જેવી મિથ્યા માયાને મેળવવા માટે રત્નમણિ જેવી ભારે કિંમતી ભક્તિ કરવાને બદલે શા માટે તું તારા હાથમાં આવેલી કિંમતી ભક્તિરૂપી ચીજને ગુમાવે છે? વિષયોના ક્ષણિક સુખને માટે ભગવદપ્રાપ્તિ જેવા અત્યંત સુખને શા માટે ત્યજી દે છે? પૃથ્વીના રાજા હોવાનું અભિમાન કરીશ નહિ અને ભક્તિરૂપી ધન વગરનો કંગાળ છે માટે ધન-દોલત વગરના નમ્ર ભક્તો પર ચિડ ના કરીશ.

    ભક્તિરૂપી ઘીના બદલામાં કર્મકાંડરૂપી તેલ લઈને આવ્યો હોય તેવી એક અનિચ્છનીય એવી ખરાબ હકીકત બની ગઈ છે કે આયુષ્યનો ત્રીજો ભાગ પસાર થઈ ગયો છે. આવો સુંદર ભગવદભક્તિ કરવાનો વખત હતો તેમાં તું બાકાત રહી ગયો અને કામ, ક્રોધ, મદ, લોભ જેવા વિષયોમાં તેં તારૂં મન લગાડ્યું છે. તમે ભગવદભક્તિ કરી નથી માટે જાણે તેં ઘી વગર લૂખું ભોજન ખાધું હોય તેવું થયું છે. આમ તારી જિંદગી માયાના ખેલમાં પસાર થઈ ગઈ છે. આવી એક અનિચ્છનીય ખરાબ હકીકત બની ગઈ છે કે તું ભક્તિ રૂપી ઘીના બદલે માયારૂપી તેલ લઈ આવ્યો હોય તેવી તારી ભૂંડી હાલત થઈ છે.

    યમસદનના માર્ગે જતાં પ્રચંડ સૂર્યની ગરમી તથા તેનાથી ગરમ બનેલી ધરતીને લીધે ક્ષુધા અને તૃષાવાળો જીવ પાણી પીવા તડપે છે.જીવ વિશાળ સ્વર્ગલોકના સુખો ભોગવી પુણ્ય ખૂટે છે ત્યારે ફરીથી મનુષ્ય લોકને પામે છે. રાજાઓનું રજવાડી સુખ કે શ્રીમંતોના વૈભવનું સુખ તેમજ નાના બારીક જીવજંતુઓ પણ તેમના પ્રમાણમાં જે સુખ અનુભવે છે તે બધી જ જાતના સુખો એક સરખાં જ છે કેમકે જે કોઈપણ જીવ પોતે પોતાના મનથી જેને સુખ સમજે છે તે સુખ નરક સમાન જ છે, ભલેને પછી તે સુખ સ્વચ્છ કે મળ જેવી ગંદકીમાંથી મળતું હોય પણ આવા જીવોને માટે તો તેમના મનમાં નર્ક જેવી ભાવના રહેતી નથી.

     વિનોદભાઇ માછી નિરંકારી

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    તંત્રી લેખ…સરકારે ટ્રમ્પની ગુંડાગીરી સામે ઝૂકવું ન જોઈએ

    August 2, 2025
    મહિલા વિશેષ

    1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ, “’World Breastfeeding Week

    August 1, 2025
    ધાર્મિક

    Shiva ના બાર જ્યોતિર્લિંગની કથા અને મહત્વ

    August 1, 2025
    લેખ

    World ફેફસાંનું કેન્સર દિવસ ૧ ઓગસ્ટ ૨૦૨૫ – તમાકુ મુક્ત જીવન

    August 1, 2025
    લેખ

    તંત્રી લેખ…ગુનો કોણે કર્યો

    August 1, 2025
    લેખ

    ભારતમાં,બાળકો- વૃદ્ધો હડકવાથી સંક્રમિત રખડતા કૂતરાઓના કરડવાનો ભોગ બની રહ્યા છે

    August 1, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gujarat ના રક્ષકોના શૌર્યનું સન્માન,રાજ્યના 118 પોલીસ અધિકારી-કર્મચારીઓને મેડલ એનાયત

    August 4, 2025

    Prayagraj માં રસ્તા, ઘર અને ઘાટ ડૂબી ગયા,યુપીના 17 જિલ્લાઓમાં પૂર

    August 4, 2025

    Tejashwi Yadav પાસે બે મતદાર ઓળખકાર્ડ? એકથી વધુ કાર્ડમાં જેલ સજા-દંડની જોગવાઈ

    August 4, 2025

    Airport પર ચાર કર્મચારીઓને નિર્દયતાથી માર મારનાર આર્મીમેનની મુશ્કેલી વધી

    August 4, 2025

    ખેડૂતો માટે ખાતર અંગેની ફરિયાદ-રજૂઆત માટે રાજ્યભરમાં Control Room શરૂ

    August 4, 2025

    Bihar માં મહાદેવને જળાભિષેક કરવા જતા કાવડિયાનું વાહન નદીમાં ખાબકયું

    August 4, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gujarat ના રક્ષકોના શૌર્યનું સન્માન,રાજ્યના 118 પોલીસ અધિકારી-કર્મચારીઓને મેડલ એનાયત

    August 4, 2025

    Prayagraj માં રસ્તા, ઘર અને ઘાટ ડૂબી ગયા,યુપીના 17 જિલ્લાઓમાં પૂર

    August 4, 2025

    Tejashwi Yadav પાસે બે મતદાર ઓળખકાર્ડ? એકથી વધુ કાર્ડમાં જેલ સજા-દંડની જોગવાઈ

    August 4, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.