New Delhi,તા.6
કપાસમાં ન્યુનતમ સમર્થન મુલ્ય (એમએસપી)માં વધારાથી તેની ખેતી કરનાર ખેડુતોને નિશ્ચિત રીતે ફાયદો થશે. પરંતુ કોટનથી બનનારા કપડાં મોંઘા થવાની આશંકા જાહેર કરાઈ રહી છે. આ વધારાથી ટેકસટાઈલની નિકાસને પણ અસર થવાની આશંકા છે.
ટેકસટાઈલમાં યાર્ન, ફેબ્રીક અને ગારમેન્ટ ત્રણેયનો સમાવેશ થાય છે. ભારત આ ત્રણે વસ્તુઓની અલગ અલગ નિકાસ કરે છે. જો કે તેમાંથી ગાર્મેન્ટ નિર્માથી સૌથી વધુ રોજગારનું સર્જન થાય છે. હાલમાં જ સરકારે આગામી કોટન સીઝન (ઓકટોબર-સપ્ટેમ્બર) માટે તેના એમએસપીમાં 7 ટકાનો વધારો કર્યો છે.
લોંગ કોટનના એમએસપીને હાલમાં 7521 કિવંટલથી વધારીને 8110 તો મીડીયમ કોટનના એમએસપીને 7121 થી વધારીને 7710 રૂપિયા દર કિવન્ટલે કરી દેવાયા છે.
ગુજરાત અને પંજાબના ગામેન્ટ વ્યાવસાયિકોનું માનવું છે કે, કોટનના ન્યુનતમ સમર્થન મૂલ્ય વધવાથી કોટન ફેબ્રિકથી બનનાર ગારમેન્ટમાં પાંચ ટકાનો વધારો થઈ શકે છે. કારણ કે કોટનના ભાવ વધવાથી યાર્ન, ફેબ્રિક બધુ મોંઘુ થઈ જશે.