New Delhi,તા.૧૩
ફિન એલન મેજર લીગ ક્રિકેટ ૨૦૨૫ હાલમાં સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન અને વોશિંગ્ટન ફ્રીડમ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં વોશિંગ્ટન ફ્રીડમના કેપ્ટન ગ્લેન મેક્સવેલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ પછી, બેટ્સમેનોના જોરદાર પ્રદર્શનને કારણે, સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન ટીમે ૨૬૯ રનનો વિશાળ સ્કોર બનાવ્યો. ફિન એલને ટીમ માટે જોરદાર બેટિંગ કરી અને વિરોધી ટીમના બોલરોને ધક્કો માર્યો.
ફિન એલન સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન ટીમ માટે ઓપનિંગ કરવા આવ્યો અને ઇનિંગની શરૂઆતથી જ તેણે ઝડપી સ્ટ્રોક ફટકાર્યા. વોશિંગ્ટન ફ્રીડમના બોલરો તેની સામે ટકી શક્યા નહીં. તેણે ૫૧ બોલમાં ૧૫૧ રન બનાવ્યા, જેમાં ૫ ચોગ્ગા અને ૧૯ છગ્ગાનો સમાવેશ થાય છે. તેના સિવાય, ટીમ માટે બીજો સૌથી વધુ સ્કોર ૩૮ રન હતો, જે હસન ખાન દ્વારા બનાવવામાં આવ્યો હતો. સંજય કૃષ્ણમૂર્તિએ ૩૬ રન બનાવ્યા. આ ખેલાડીઓના કારણે જ ટીમ મોટો સ્કોર બનાવવામાં સફળ રહી.
પોતાની ઇનિંગમાં ૧૯ છગ્ગા ફટકારીને, ફિન એલન ટી ૨૦ ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે ક્રિસ ગેલ અને સાહિલ ચૌહાણનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. ગેલે ૨૦૧૭માં બાંગ્લાદેશ પ્રીમિયર લીગ મેચમાં રંગપુર રાઇડર્સ તરફથી રમતી વખતે ઢાકા ડાયનામાઈટ્સ સામે ૧૮ છગ્ગા ફટકાર્યા હતા. સાહિલે ૨૦૨૪માં એસ્ટોનિયા તરફથી રમતી વખતે સાયપ્રસ સામે ૧૮ છગ્ગા ફટકાર્યા હતા. હવે એલન ્૨૦ ઇનિંગ્સમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે.
ટી ૨૦ ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા મારનારા બેટ્સમેનઃ
બાસમેને કઈ ટીમ સામે છગ્ગા ફટકાર્યા વર્ષ કેટલા છગ્ગા
ફિન એલન વોશિંગ્ટન ફ્રીડમ ૨૦૨૫ ૧૯
ક્રિસ ગેઇલ ઢાકા ડાયનામાઇટ્સ ૨૦૧૭ ૧૮
સાહિલ ચૌહાણ સાયપ્રસ ૨૦૨૪ ૧૮
ક્રિસ ગેઇલ પુણે વોરિયર્સ ૨૦૧૩ ૧૭
પુનિત બિષ્ટ મિઝોરમ ૨૦૨૧ ૧૭
ગેઇલનો રેકોર્ડ ફક્ત ૨૫ રનથી બચી ગયો
આ ઉપરાંત, ટી ૨૦ ક્રિકેટમાં સૌથી મોટી ઇનિંગ રમવાનો રેકોર્ડ ક્રિસ ગેઇલના નામે છે. તેણે આઇપીએલ ૨૦૧૩ મેચમાં આરસીબી વતી રમતી વખતે પુણે વોરિયર્સ સામે ૧૭૫ રન બનાવ્યા હતા. હવે આ રેકોર્ડ ૨૫ રનથી બચી ગયો, કારણ કે ફિલ એલને ૧૫૧ રનની ઇનિંગ રમી છે.